પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ ની રિલીઝ ડેટ જાહેર થઈ, જાણો કોણ બનશે શ્રીરામ અને કોણ બનશે રાવણ?

0
217

આ તારીખે રિલીઝ થશે પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’, શ્રીરામ અને રાવણની ભુમિકામાં જોવા મળશે આ મોટા કલાકારો. ‘બાહુબલી’ ફિલ્મથી દુનિયાભરમાં વિશેષ ઓળખ ઉભી કરવાવાળા જોરદાર અભિનેતા પ્રભાસની આગામી ફિલ્મની રીલીઝ ડેટ નક્કી થઇ ગઈ છે. તેમની આગામી ફિલ્મનું નામ છે આદિપુરુષ, જે વર્ષ 2022 માં 11 ઓગસ્ટના રોજ રીલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં પ્રભાસ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું પાત્ર ભજવશે, અને બોલીવુડના જાણીતા અભિનેતા સૈફ અલી ખાન લંકાપતિ રાવણનું પાત્ર ભજવશે.

આ ફિલ્મની જાહેરાત થયા પછી જ દર્શકો તેની રીલીઝ ડેટની રાહ જોઈ રહ્યા હતા. હજુ ફિલ્મ ઉપર ઘણું કામ કરવાનું છે અને ફિલ્મની રીલીઝ થવામાં હજુ ઘણો લાંબો સમય લાગશે. આમ તો રીલીઝ ડેટની જાહેરાતથી પ્રશંસકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવે છે કે, આ એક મોટા બજેટની ફિલ્મ હશે. સુપરસ્ટાર અજય દેવગન દ્વારા અભિનીત સુપરહિટ ફિલ્મ ‘તાનાજી – ધ અનસંગ વોરીયર’ બનાવનારા ઓમ રાઉત આ ફિલ્મના પણ નિર્દેશક છે.

આદિપુરુષના નિર્દેશક ઓમ રાઉતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી આ મોટી જાહેરાત કરી છે. જાહેરાત કરતા ઓમ રાઉતે ટ્વીટર ઉપર ટ્વીટ કરીને લખ્યું છે કે, 11 ઓગસ્ટ 2022 ના રોજ આદિપુરુષ સિનેમાઘરોમાં રીલીઝ કરવામાં આવશે. ઓમ રાઉતની આ પોસ્ટ ઉપર ફેંસ જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે, અને ફેંસ વચ્ચે આ ફિલ્મને લઈને ઘણી આતુરતા જોવા મળી રહી છે.

prabhas adipurush
prabhas – source twitter insta

ઓમ રાઉત સાથે જ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનારા અભિનેતા પ્રભાસે પણ આ જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી શેર કરી છે. અભિનેતા પ્રભાસે ઈંસ્ટાગ્રામ ઉપર એક પોસ્ટર શેર કરતા લખ્યું કે, ‘આદિપુરુષ 11 ઓગસ્ટ 2022 ના રોજ રીલીઝ થશે.’

ઓગસ્ટથી ગરમ હતું ચર્ચાઓનું બજાર : આ ફિલ્મને લઈને ફિલ્મ જગતમાં ઓગસ્ટ મહિનાથી ચર્ચા ચાલી રહી છે. દર્શક આ ફિલ્મ વિષે જાણવા માટે ઉત્સુક હતા, તેથી હવે નિર્દેશક ઓમ રાઉત અને અભિનેતા પ્રભાસે દર્શકોની આતુરતાનો અંત લાવી દીધો છે. આમ તો રીલીઝમાં હજુ ઘણો લાંબો સમય છે. સમાચાર આવ્યા હતા કે, ફિલ્મમાં પ્રભાસ અને સૈફ જેવા મોટા કલાકારો સાથે જ દર્શકોને સુપરસ્ટાર અજય દેવગન પણ જોવા મળશે.

મળતી માહિતી મુજબ, પ્રભાસ ભગવાન શ્રીરામ અને સૈફ અલી ખાન રાવણ જેવા મહત્વના પાત્રોની ભૂમિકામાં જોવા મળશે. તો અજય દેવગનને લઈને એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તે ભગવાન શિવના પાત્રમાં જોવા મળવાના છે. ત્રણે મોટા કલાકારોને એક સાથે ફિલ્મમાં જોવા માટે દર્શક ઉત્સાહિત હતા, પરંતુ પાછળથી આ પ્રકારની ચર્ચા બંધ થઇ ગઈ. હવે એ જોવાનું રહેશે કે, શું અજય દેવગનનો કોઈ કીમિયો હશે કે પછી કોઈ બીજું આ પાત્ર કરશે.

ભગવાન શ્રીરામ અને રાવણના પાત્રો પસંદ કર્યા પછી હવે ફેંસ એ જાણવા માટે ઉત્સાહિત છે કે, ફિલ્મના બીજા સ્ટાર કોણ હશે? અભિનેત્રીની વાત કરવામાં આવે તો લોકોમાં એ જાણવાની ઉત્સુકતા છે કે, ફિલ્મમાં પ્રભાસની સામે કઈ અભિનેત્રી કામ કરશે. એટલે કે આદિપુરુષમાં માતા સીતાનું પાત્ર કઈ અભિનેત્રી નિભાવવાની છે? સાથે જ ભગવાન શ્રી રામના અનુજ એટલે કે લક્ષ્મણના પાત્રમાં કોણ હશે? તે પણ ફેંસ જાણવા માંગે છે.

saif adipurush
saif – source twitter insta

ઓમી દાદા સાથે કામ કરવા માટે આતુર : સૈફ અલી ખાન.

જયારે ફિલ્મ મેકર્સે સૈફ અલી ખાનને ફિલ્મમાં ભાગ લેવાની જાણ કરી હતી, તો ત્યારબાદ અભિનેતા સૈફ અલી ખાને કહ્યું હતું કે, ‘ઓમી દાદા સાથે ફરીથી કામ કરવાના વિચારથી જ ઘણો ઉત્સાહિત છું. તેમનું ટેકનીકલ જ્ઞાન અને તેમનો લાંબો દ્રષ્ટિકોણ તેમની ફિલ્મને સુંદર બનાવે છે. તાનાજીની સ્ટોરીને તેમણે એક અલગ જ સ્થાન ઉપર પહોંચાડી દીધી હતી. હવે હું પ્રભાસ સાથે પડદા ઉપર કામ કરવા માટે તૈયારી શરુ કરી રહ્યો છું.’

થ્રી ડી માં તૈયાર થઇ રહી છે ફિલ્મ, ઘણી ભાષાઓમાં થશે રીલીઝ : ફિલ્મમેકર્સ આ ફિલ્મને થ્રી ડી માં રીલીઝ કરશે અને તે દેશ-વિદેશમાં રીલીઝ કરવામાં આવશે. માહિતી મળ્યા મુજબ હિન્દી સાથે જ આદિપુરુષ તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ રીલીઝ કરવામાં આવશે. જયારે વિદેશોમાં રીલીઝ કરવા માટે ફિલ્મને અંગ્રેજી સાથે જ ઘણી ભાષાઓમાં રીલીઝ કરવામાં આવશે. ફિલ્મની મોટી સ્ટારકાસ્ટ અને ભવ્યતાને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બોલીવુડની સૌથી મોંઘી ફિલ્મ બની શકે છે. હજુ ફિલ્મના બજેટને લઈને કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.