12 વર્ષ સુધી તમને ફ્રી વીજળી આપશે આ નવું ડિવાઇસ, જાણો ક્યાંથી મળશે?

0
11555

મિત્રો આજે અમે તમને એક નવા ડિવાઇસ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને મદદરૂપ થઈ શકે છે. ભારતમાં જન્મેલા અબજોપતિ ઉદ્યોગપતિ અને સમાજસેવક મનોજ ભાર્ગવે એક ઇવેન્ટ દરમિયાન નવા સાધનોનો લાઇવ ડેમો બતાવ્યો હતો. એમાંથી એક પ્રોડક્ટ વિષે આજે અમે તમને જણાવીશું. જે નીચે જણાવ્યા મુજબ છે.

સિંગાપુરની કંપની PTE લિમિટેડે ભારતમાં ‘HANS’ (હંસ) નામથી એવું સોલાર પાવરબેંક લોન્ચ કર્યુ છે, જેનાથી ઘરની લાઈટ, પંખા અને ટીવી સહીત ઘણી ઘણી વસ્તુઓ સરળતાથી ચાલી શકે છે. આ ડિવાઇસને કંપનીએ ‘ફ્રી ઇલેક્ટ્રિસિટી જનરેટર’ નામ પણ આપ્યું છે.

ખાસ વાત એ છે કે પાવરબેંક સોલર એનર્જી અને વીજળી બંનેથી ચાર્જ થઇ શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ પાવરબેંક 12 વર્ષ સુધી ઘરને વીજળી આપવાનું કામ કરશે, એટલે આની વોરંટી પણ 12 વર્ષની છે. આ પાવરબેંક ફૂલ સોલર ચાર્જ થવા પર અલગ અલગ લોડના હિસાબે એક વારમાં વધારેમાં વધારે 300 કલાક સુધી વીજળી આપશે.

ત્યારબાદ આને ફરતીથી ચાર્જ કરીને વાપરી શકાશે. આ પાવરબેંક પોર્ટેબલ હોવાને કારણે તમે આને ક્યાંય પણ સાથે લઈને જઈ શકો છો. જો તમે એવી જગ્યા પર પાર્ટી કરવા જઈ રહ્યા છો જ્યાં વીજળી નથી. તો આ ડિવાઇસ જનરેટરનું કામ કરશે.

હંસ પાવરપૈકને એવી રીતે ડિવાઈસ કરવામાં આવ્યું છે કે તે ન માત્ર ઈલેક્ટ્રીસીટી નું પ્રોડ્કશન કરે છે, પણ તે ઈલેક્ટ્રીસીટી સ્ટોર પણ કરે છે. આવી રીતે હંસ સોલર બ્રિફકેસ એક જાતનું સોલર પાવર સ્ટેશન છે. ભાર્ગવના દાવા મુજબ તેનાથી ભારે પ્રમાણમાં જરૂર વાળા લોકોને વીજળી પહોચતી કરી શકાશે.

PowerPack 150 ની કિંમત 9,990 રૂપિયા અને PowerPack 300 ની કિંમત 14,450 રૂપિયા રાખવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેની વોરંટી 12 વર્ષની છે. એટલે 12 વર્ષ સુધી વીજળીના બિલમાંથી મુકતી. તેને લગતી જાણકારીઓ માટે અને એને ખરીદવા માટે http://www.buyhanselectric. in પર મુલાકાત લો.

આ પાવરબેંકથી ટીવી, લાઈટ બધું સરળતાથી ચાલશે. ફોન પણ ચાર્જ કરી શકાશે.

આમાં ઇલેક્ટ્રિસિટી આઉટપુટ માટે 2 સોકેટ આપવામાં આવ્યા છે. તેમજ એક USB પોર્ટ છે, જે મોબાઈલ USB ચાર્જરનો છે.

એટલે આમાં તમારે એક ઇલેક્ટ્રિસિટી બોર્ડ જોડવો પડશે, ત્યારબાદ કોઈ પણ ડિવાઇસ આની મદદથી ચલાવી શકાશે.

કંપનીનું કહેવું છે કે સૂર્ય પ્રકાશથી ચાર્જિંગ અને પાવરબેંકમાં શક્તિશાળી સોલર પ્લેટ લાગેલી હોવાને કારણે ચાર્જિંગનો ખર્ચ માટે અલગથી 1 રૂપિયો પણ ખર્ચ નહિ કરવો પડે.

આને ચાર્જ કરવા માટે કંપની એક સોલર બ્રીફકેસ પણ આપી રહી છે. એની મદદથી એને 4 કલાકમાં ચાર્જ કરી શકાય છે.

ભાર્ગવે જણાવ્યું કે, હંસ પાવરપૈક અને હંસ સોલર બ્રીફકેસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીની જરૂરીયાતને પૂરી કરી શકાય છે, અને તેના માટે તેમણે બીલ પણ નહી ચુકવવું પડે. તેમણે આગળ કહ્યું કે, વીજળી એક મૂળભૂત જરૂરિયાત છે, જેનાથી શિક્ષણ, રોજગાર અને સંચાર જેવી સગવડતાના દરવાજા ખુલી જાય છે. તે ઉપરાંત દુનિયાની અડધી વસ્તીને માત્ર રોજ 2-૩ કલાક જ વીજળી મળી શકે છે.

જણાવી દઈએ કે આ ઇવેન્ટ દરમિયાન ડેમિયન રેનમેકર ફિલટ્રેશન પણ બતાવવામાં આવ્યું છે, જેનાથી ખારા અને ગંદા પાણીને સાફ કરીને ખેતી લાયક અને પીવા લાયક બનાવી શકાય. ભાર્ગવે જણાવ્યું કે આજની તારીખમાં ઘણી જ ગંભીર બીમારીઓને કારણ ખરાબ પાણી જ છે, તેવામાં અમારો હેતુ લોકો સુધી શુંદ્ધ પીવાનું પાણી પહોચાડવાનું છે જેથી તે સારી જીવન જીવી શકે.

ઉપરાંત આ ઇવેન્ટમાં ભાર્ગવે શિવાંગ ફર્ટીલાઈઝર મેથડની જાણકારી પણ આપી, જેનાથી વેસ્ટ મટીરીયલમાંથી ન્યુટીયંટથી ભરપુર ખાતર બનાવવામાં આવી શકે છે. તે પણ ફક્ત 18 કલાકમાં. ખેડૂત તેને ખેતરમાં યુરીયાની જગ્યાએ ઉપયોગ કરી શકે છે.