સ્વાદિષ્ટ અને ચટપટા પોટલી સમોસા બનાવવાની રીત, ઘરે જ બનાવો અને ગરમા ગરમ ચા સાથે ખાઓ

0
1849

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એકવાર સ્વાગત છે. અમે તમારા માટે નવી નવી વાનગીઓ બનાવવાની રીત લઈને આવતા રહીએ છીએ. અને આજે અમે તમારા માટે પોટલી સમોસા બનાવવાની રીત લઈને આવ્યા છીએ. ચોમાસામાં વરસાદ વરસતો હોય ત્યારે ગરમા ગરમ નાસ્તો ખાવાની મજા જ કંઈક ખાસ હોય છે. અને વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે કંઈક ગરમા ગરમ, ચટપટુ અને તળેલું ખાવાથી મજા પડી જાય છે. અને આજે અમે તમારા માટે સમોસા બનાવવાની રીત લઈને આવ્યા છીએ. પણ આ સાદા સમોસા નહી પણ પોટલી સમોસા છે. તો આવો જાણીએ કે પોટલી સમોસા કેવી રીતે બનાવાય છે.

કણક માટે જરૂરી સામગ્રી :

મેંદો : 4 કપ,

બેકિંગ પાઉડર : 1 ટી સ્પૂન,

તેલ : 8-9 ટેબલ સ્પૂન,

ઠંડુ પાણી : જરૂર મુજબ,

મીઠું : સ્વાદ અનુસાર.

સ્ટફિંગ માટે જરૂરી સામગ્રી :

બાફેલા વટાણા : 100 ગ્રામ,

બાફેલા બટેટા : 500 ગ્રામ,

લાલ મરચું : 1 ચમચી,

લીલા મરચાં : 1 ચમચી,

દાળશાકનો મસાલો : 1 ચમચી,

આદુંન પેસ્ટ : 1/2 ચમચી,

ચાટ મસાલો : 1/2 ચમચી,

આમચૂર પાવડર : 1/2 ચમચી,

કસૂરી મેથી : 1/2 ચમચી,

ધાણાજીરું : 1/2 ચમચી,

તેલ : 2 ચમચી,

મીઠું : સ્વાદ અનુસાર.

પોટલી સમોસા બનાવવાની રીત :

પોટલી સમોસા બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં લોટ બાંધવાની સામગ્રી ભેગી કરી કણક બાંધો. એને થોડી સખત રાખવી. પછી 5-10 મિનિટ એને એમજ રહેવા દો. એટલામાં બાફેલા બટેટાને બારીક સમારી લો. પછી એક કડાઈ લઇ એમાં તેલ ગરમ કરવા મૂકો. પછી એમાં હીગ ઉમેરો. પછી બધા મસાલા ઉમેરી એને 2 મિનિટ સાંતળી લો. હવે બટેટા, વટાણા, કોથમીર ઉમેરી બધાને સારી રીતે મિક્સ કરો. તમે તવેથાથી જ એ મિશ્રણ અધકચરુ સ્મેસ કરી લો. પછી એને ઠંડું થવા મૂકી દો.

ત્યારબાદ તમે પહેલા જે લોટ તૈયાર કર્યો છે, એમાંથી એક લૂઓ લઈ મોટી રોટલી વણી લો. તેમાંથી પાતળી પાતળી સ્ટ્રીપસ કાપી લો, અને એને સાઈડ પર રાખો. પાછળથી પોટલી બાંધવા એની જ જરૂર પડશે. હવે લૂઓ લઈ મિડીયમ રોટલી વણી એમાં સ્ટફિંગ મૂકીને એની પોટલી વાળી લો. પછી એક સ્ટ્રીપ લઈ તેના મોઢા પર વીંટી દો. હવે ધીમા તાપે એને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો. આ રીતે તમારે બધા સમોસા તળી લેવાના છે. તો હવે તમારા ગરમા ગરમ પોટલી સમોસા તૈયાર છે. તેને કોથમીરની લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે ઘરના સભ્યોને કે મહેમાનોને સર્વ કરો, અને તમે પણ તેનો સ્વાદ માણો. ચોમાસામાં આવી અવનવી વાનગીઓ ખાવાની મજા જ કંઈક ખાસ છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.