પોતાના બાળકની લંબાઈ વધારવા માંગો છો, તો ખાવામાં આ જરૂર એડ કરો

0
2152

હંમેશા માતા પિતા પોતાના બાળકની ઉંચાઈને લઈને ઘણા દુઃખી રહેતા હોય છે. જો પોતાના ક્લાસમાં ભણવા વાળા કે તેની ઉંમર વાળા બાળકો પોતાના દીકરાથી વધુ લાંબા છે, તો અંદરને અંદર માતા પિતા ઘણા દુ:ખી થઇ જાય છે. ક્યાંકને ક્યાંક તેને એ ડર સતાવવા લાગે છે કે જો તેમના બાળકની ઊંચાઈ ન વધી તો.

એવું કોઇ એક સાથે નથી બનતું પરંતુ આ એક ઘણી જ સામાન્ય એવી ચિંતા છે. જે દરેક માતા પિતામાં જોવા મળી શકે છે, જે વધતી જતી ઉંમર વાળા બાળકોના માતા પિતા છે. પોતાના બાળકની ઊંચાઈ વધારવાના ઉદેશ્યને પૂરો કરવા માટે તમામ પ્રયાસ કરવા માંગે છે અને ઘણે અંશે કરે પણ છે.

બજારમાં મળતા ઘણા હેલ્થ ડ્રીંક્સ બાળકની ઉંચાઈ વધારવાનો દાવો પણ કરે છે. પરંતુ જયારે તમારા રસોડામાં જ બધા પોષ્ટિક તત્વ, તમામ પ્રકારના ફાયદાકારક પદાર્થ રહેલા જ છે, તો પછી બજારની વસ્તુ ઉપર એટલો વિશ્વાસ શા માટે કરવો જોઈએ.

અમે તમને એ કહેવા માંગીએ છીએ કે કાંઈક એવા ખાદ્ય પદાર્થ છે. જે વધતા બાળકોની ઊંચાઈ પણ સારી રીતે વધારવામાં મદદ પૂરી પડે છે. આવો જાણીએ ક્યા છે તે ખાદ્ય પદાર્થો.

જાણકારોના જણાવ્યા મુજબ વધુ ઉંચાઈ મેળવવા માટે કેલ્શિયમનું સેવન કરવું ઘણું જરૂરી છે. જો તમે તમારા બાળકની ઊંચાઈ વધારવાને લઈને ગંભીર છો? તો તમારે તેના રોજીંદા ભોજનમાં ઘણા બધા ફેરફાર કરવાના રહેશે.

આમ તો જે ખાદ્ય પદાર્થોની વાત અમે કરી રહ્યા છીએ તેને બાળકો પસંદ નથી કરતા, પરંતુ જો યોગ્ય રીતે તેને ખવરાવવામાં આવે તો તેને તેના ટેસ્ટમાં ઉમેરવા મુશ્કેલ નથી. પાલક, ફળિયા, બ્રોકલી, કોબી, કોળું, ગાજર, દાળ, મગફળી, કેળા, દ્રાક્ષ, આદુ થોડા એવા ખાદ્ય પદાર્થ છે, જેમાં કેલ્શિયમનું સારું પ્રમાણ મળી આવે છે.

કેલ્શિયમ ઉપરાંત વિટામીન ‘ડી’ પણ લંબાઈ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. માછલી, દાળ, ઈંડા, સોયાબીન, મશરૂમ અને બદામમાં વિટામીન જરૂરી પ્રમાણમાં મળી જાય છે. તો પછી રાહ કોની છે, આજથી જ તમારા બાળકનમાં ભોજનનો ચાર્ટ બદલી નાખો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી સ્પીકિંગટ્રી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.