કંગનાની ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ ના મેકર્સ પર વિદેશી ફોટોગ્રાફરે લગાવ્યો આ ગંભીર આરોપ, જાણો વધુ વિગત

0
553

મિત્રો, ફિલ્મ સ્ટારોની વાત કરીએ તો ઘણા બધા ફિલ્મ સ્ટાર કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા જ હોય છે. અને બોલીવુડની કવિન કંગના રનૌત પોતાના સ્વભાવને કારણે ઘણી ચર્ચામાં રહે છે. તે દરેક વાત મોં પર કહેવાની આદત ધરાવે છે. અને એને કારણે ઘણી વાર તે ન્યુઝ હેડલાઈનમાં છવાયેલી રહે છે. પણ આ વખતે તે પોતાની ફિલ્મના પોસ્ટરને કારણે ચર્ચામાં છે. જણાવી દઈએ કે ફિલ્મના પોસ્ટરને કારણે ફિલ્મના મેકર્સ પર એક મોટો આરોપ લાગ્યો છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, કંગના રનૌત અને રાજકુમાર રાવની ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ ઘણા વિવાદો વચ્ચે રિલીઝ થઈ અને ફિલ્મે બોક્સ ઓફિસ પર પાછલા ચાર દિવસથી લગભગ 24.64 કરોડ રૂપિયાનો કારોબાર કરી લીધો છે. કંગનાની આ ફિલ્મ મિડ બજેટની ફિલ્મ છે. અને ફિલ્મનું કુલ બજેટ 30 થી 35 કરોડની વચ્ચે જણાવવામાં આવ્યું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે, પણ બીજી તરફ ફિલ્મના મેકર્સ પર ચોરીનો આરોપ લાગ્યો છે.

જી હા, આ ચોરીનો આરોપ એક યૂરોપિયન ફોટોગ્રાફરએ લગાવ્યો છે જેનું નામ ફ્લોરા બોરસી છે. ફ્લોર બોરસીએ ફિલ્મના પોસ્ટર બાબતે કહ્યું કે, જજમેન્ટલ હૈ ક્યાના મેકર્સે તેની પરમિશન વગર તેના ફોટોગ્રાફને કોપી કરી તેને ફિલ્મ પોસ્ટર પર ઉપયોગ કર્યો છે. એટલું જ નહિ ફ્લોરા બોરસીએ સોશિયલ મીડિયા પર પોતાના ફોટોગ્રાફ અને આ ફિલ્મનું પોસ્ટર પોસ્ટ કરતા તે બંને ફોટાને સમાન બતાવ્યા છે.

મિત્રો, ફ્લોરા બોરસીએ તે બંને ફોટાનો કોલેઝ દેખાડતા લખ્યું કે, કોઈ સમાનતા દેખાઈ આવે છે? આ બોલીવુડની એક ફેમસ ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યાનું પોસ્ટર છે. એ લોકોએ મારી પરવાનગી નથી લીધી, અને ન તો વાત કરવા પ્રયત્ન કર્યો. એક મોટી કંપનીના ફ્રીલાંસ આર્ટિસ્ટનું કામ ચોરી કરવું ખુબ શરમની વાત છે. ફ્લોરા બોરસીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફિલ્મ હિરો રાજકુમાર રાવનું એક ટ્વીટ શેયર કરતા લખ્યું હતું કે, આ ફોટો મને કંઈક યાદ અપાવે છે. આ ફોટો તો એકદમ મારા ફોટોગ્રાફ જેવો જ છે.

જણાવી દઈએ કે, ફ્લોરા બોરસીએ આ બાબતે ટ્વીટ કર્યા બાદ ઘણા બધા લોકો એને સપોર્ટ કરવા માટે સામે આવ્યા છે. અને એમના દ્વારા જજમેન્ટલ હૈ ક્યાનાં મેકર્સને તેમની ભુલ માનવા માટે કહેવામાં આવી રહ્યું છે. એક યૂઝરે આ ફોટોગ્રાફરને સપોર્ટ કરતા લખ્યું કે, ડિયર એકતા કપૂર, કંગના રણૌત તમને બંનેને રિક્વેસ્ટ છે કે, પોતાની પૂરી ટીમના કામની તપાસ કરો. તમારી નવી ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યા બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે, પરંતુ કોઈ બીજા ફોટોગ્રાફરનું કામ તેની પરમિશન વગર કોપી કરવું એ ખુબ શરમની વાત છે.

વધુમાં ફ્લોરા બોરસીએ કહ્યું કે, મને લાગે છે કે આખી બોલીવુડ ઈન્ડસ્ટ્રીને આના માટે દોષિત ઘોષિત કરવી જોઈએ. ફિલ્મના ક્રિએટિવ ડાયરેક્ટરે તેમની જવાબદારી લેવી જોઈએ.