આ છે પોસ્ટ ઓફિસની સુપર સ્કીમ, 1,000 રૂપિયા ભરો અને મેળવો 72,000 પાછા

0
1391

મિત્રો તમે એ વાત તો સારી રીતે જાણો જ છો કે, પૈસા એટલે કે ધન આપણા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે. એના વગર આપણા લગભગ દરેક કામ અટકી જાય છે. એટલા માટે દરેક વ્યક્તિ શક્ય એટલા વધુ પૈસા કમાવા પ્રયત્ન કરે છે. એના માટે ઘણા બધા લોકો પોતાની મૂડીનું રોકાણ કરીને એને વધારે પણ છે. અને એના માટે પૈસા વડે પૈસા બનાવવાની ઘણા પ્રકારની સ્કીમો બજારમાં મોજુદ રહેલી છે.

અને એ બધી સ્કીમોમાં પોસ્ટ ઓફિસની સ્કીમોનો પણ સમાવેશ થાય છે. અને પોસ્ટ ઓફિસની સ્કીમ એવી હોય છે જેમાં તમને બેંક કરતા વધારે વ્યાજ મળે છે. એટલા માટે જો તમે અહીં પોતાનું ખાતું ખોલાવો છો, તો તમને 7.3 % ના દરે વ્યાજ મળે છે. આ હિસાબે જો તમે રોજના 33 રૂપિયા અથવા મહિનાના 1,000 રૂપિયા એમાં જમા કરાવો છો, તમને રિટર્ન તરીકે 72,000 રુપિયા જેટલી રકમ મળે છે. આવો જાણીએ કે કેવી રીતે ખુલશે ખાતું અને શું છે એની સંપૂર્ણ પ્રક્રિયા?

આ ખાતું તમે ક્યાંય પણ ખોલાવી શકો છો :

જાણકારી માટે જણાવી દઈએ કે, તમે પોસ્ટ ઓફિસના આ ખાસ ખાતાને પોસ્ટ ઓફિસની દેશમાં રહેલી કોઈ પણ બ્રાંચમાં ખોલાવી શકો છો. અને એટલું જ નહિ, તમે ઈચ્છો તો એવા એક કરતા વધારે ખાતા પણ ખોલાવી શકો છો. એના સિવાય 2 લોકો મળીને પણ આ ખાતાને ઓપરેટ કરી શકે છે.

તમારી રોજની 33 રૂપિયાની બચત તમને આ રીતે બનાવશે માલામાલ :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, પોસ્ટ ઓફિસની આ “રિકરિંગ ડિપોઝીટ સ્કીમ” માં તમે 33 રૂપિયા રોજ અથવા મહિને 1,000 રૂપિયા જમા કરાવી શકો છો. અને હાલના 7.3 % વ્યાજદરના હિસાબે ગણતરી કરવામાં આવે, તો જો તમે પોતાના રોજના ખર્ચ માંથી 33 રૂપિયા બચાવીને મહિને 1,000 રૂપિયા આરડી (રિકરિંગ ડિપોઝીટ) માં જમા કરાવો છો, તો 5 વર્ષમાં તમારી રકમ 72,505 રૂપિયા થઇ જશે. અને આ દરમ્યાન તમારી પ્રિન્સિપલ એમાઉન્ટ લગભગ 60,000 રૂપિયા હશે.

દરેક વ્યક્તિ આવી રીતે ઉઠાવી શકો છે એનો લાભ :

તો મિત્રો, પોસ્ટ ઓફિસની આ સુપર સ્કીમનો લાભ મેળવવા માટે તમારે દર મહિને નક્કી કરેલી તારીખે એમાં પૈસા જમા કરાવવાના રહેશે. આ ખાતામાં તમે 1 થી 15 તારીખ સુધી પોતાના પૈસા જમા કરાવી શકો છો. આ ખાતામાં મહિનાની પહેલી તારીખે ખુલેલા ખાતામાં 15 તારીખ સુધી ડિપોઝીટ કરી શકાય એવી સુવિધા હોય છે. અને 16 તારીખે ખુલેલા ખાતામાં ડિપોઝીટની અંતિમ તક તમને દર મહિનાની છેલ્લી તારીખ સુધી મળશે.

તમે 72,000 રૂપિયા મેળવવાના સૂત્રને આ રીતે સરળતાથી સમજી શકો છો :

મિત્રો, જો તમે તમારા ખાતામાં નિયમિત રીતે 1,000 રૂપિયા દર મહીને જમા કરાવો છો, તો એક વર્ષમાં તમારા ખાતામાં 12,000 રૂપિયા જમા થશે. હવે 7.3 % ના વ્યાજ દરના હિસાબે તમને એક વર્ષમાં 12,482 રૂપિયા રિટર્ન મળશે. આ રીતે તમે પાંચ વર્ષ સુધી પૈસા જમા કરાવશો તો તમને 72,505 રૂપિયા રિટર્ન મળશે.

પોસ્ટ ઓફિસમાં આવી નવી નવી સ્કીમો આવતી રહે છે. અને તમે આનો લાભ ગભરાયા વિના લઈ શકો છો. કારણ કે આ સ્કીમોમાં રોકાણ કરવાથી તમારા પૈસા પર કોઈ જોખમ રહેતું નથી.