પૉપકૉર્ન ખાવાના શોખે મોતના મોં માં ધકેલ્યો, ઓપન હાર્ટ સર્જરીથી બચી શક્યો જીવ

0
734

ફિલ્મ જોતા સમયે પૉપકૉર્ન એટલે કે ધાણી ખાવી કોને પસંદ નહિ હોય. પણ એ જ પૉપકૉર્ન તમારા જીવનો દુશ્મન બની જાય તો? બ્રિટેનમાં પૉપકૉર્નને લીધે એક વ્યક્તિનો જીવ જતા જતા બચી ગયો.

41 વર્ષીય એડમ માર્ટિનને પૉપકૉર્નને કારણે દાંતમાં એક ખતરનાક ઇન્ફેક્શન થઈ ગયું, જેનાથી તેમના જીવને ખતરો થઈ ગયો હતો. ઘણા ઉપકરણોનો ઉપયોગ કર્યા પછી પણ એડમના દાંતમાં ફસાયેલો પૉપકૉર્ન નીકળી રહ્યો ન હતો, એ પછી તેમની ઓપન હાર્ટ સર્જરી પણ કરવી પડી હતી.

મળતી જાણકારી અનુસાર, એડમના પાછળના દાંતમાં સપ્ટેમ્બર મહિનામાં પૉપકૉર્ન ફસાઈ ગયો હતો. તે પૉપકૉર્નને કાઢવા માટે એડમે પેન, ટૂથપિક, તાર અને નાની ખીલી સુધી દરેક વસ્તુનો ઉપયોગ કર્યો. જેને કારણે તેમને ઇન્ફેક્શન થઈ ગયું.

પૉપકૉર્ન કાઢવામાં ચક્કરમાં તેમણે પોતાના જડબાને નુકશાન પહોંચાડ્યું. અને તેમના જડબાનું ઇન્ફેક્શન પાછળથી હૃદય સુધી પહોંચી ગયું, અને તેમણે ઓપન હાર્ટ સર્જરી કરાવવી પડી. ફૉક્સ ન્યુઝ અનુસાર એડમને રાત્રે પરસેવો આવવો, બેચેની અને માથાનો દુઃખાવો જેવી તકલીફ રહેવા લાગી હતી. જયારે તેમાં સુધારો ન અનુભવાયો તો એડમ હોસ્પિટલ ગયા, અને એ પછી તેમને ખબર પડી કે તેમના હૃદયને ઇન્ફેક્શનથી નુકશાન પહોંચ્યું છે.

એડમ સાથે જે થયું તે પછી તેમણે પૉપકૉર્નથી મોઢું ફેરવી લીધું. અને આ સમાચાર વાંચ્યા પછી કદાચ તમે પણ પૉપકૉર્ન ખાતા પહેલા વિચાર જરૂર કરશો.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.