કરોડોની સંપત્તિના માલિક છે ‘પોપટલાલ’, ‘અંજલિ ભાભી’ થી વધારે છે એક દિવસની કમાણી.

0
470

કંજૂસ પોપટલાલ પાસે છે કરોડોની સંપત્તિ, એક દિવસની લે છે એટલી બધી ફી કે તમે વિચાર્યું પણ નહિ હોય. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો માં પોપટલાલનું પાત્ર પોતાની છત્રી અને કંજુસી માટે ઘણું પ્રખ્યાત છે. પોપટલાલનું પાત્ર એટલા માટે પણ મજેદાર છે, કારણ કે તે લગ્નને લઈને ઘણા પાપડ વણે છે, છતાં પણ દર વખતે તેમના લગ્ન થતા-થતા રહી જાય છે. શો નું ‘પોપટલાલ’ નામનું આ ઘણું પ્રખ્યાત પાત્ર શ્યામ પાઠક ભજવે છે. શ્યામ અંગત જીવનમાં પરિણીત છે અને તેમના ત્રણ બાળકો પણ છે. શો માં શ્યામ પાઠકનું પાત્ર આમ તો ઘણું કંજૂસ છે, પણ શ્યામ વાસ્તવિક જીવનમાં ઘણા અમીર છે.

અંજલિ ભાભી કરતા વધારે લે છે એક દિવસની ફી : શ્યામ પાઠકનું આ શો ને આગળ વધારવામાં અને દર્શકો વચ્ચે લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન છે. તેના માટે તેમને સારો એવો પગાર પણ આપવામાં આવે છે. આ શો ના મહત્વપૂર્ણ પાત્ર અંજલિ ભાભીને એક દિવસના 25,000 રૂપિયા આપવામાં આવે છે, તો શ્યામ પાઠકને તેમના પાત્ર પોપટલાલ માટે એક દિવસના 28,000 રૂપિયા આપવામાં આવે છે. જોકે એ વાતનો ઉલ્લેખ તેમણે ક્યારેય નથી કર્યો કે તેમને કેટલો પગાર આપવામાં આવે છે. પણ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં તેમના પગારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કરોડોની સંપત્તિ છે કંજૂસ પોપટલાલ પાસે : શ્યામ પાઠકની સંપત્તિ વિષે વાત કરીએ તો તે કરોડો રૂપિયાનો માલિક છે. પત્રિકા વેબસાઈટના એક રિપોર્ટ અનુસાર, તેમની પાસે 15 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે. તેના શિવાય શ્યામ શાનદાર મર્સીડીઝ ગાડીના પણ માલિક છે.

પોપટલાલનું ઓરીજીનલ પાત્ર હતું કંઈક આવું – પોપટલાલને આજે આપણે શો માં જે રૂપમાં જોઈ રહ્યા છીએ, તેમનું ઓરીજીનલ પાત્ર એવું ન હતું. શ્યામ પાઠકે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં જયારે આ પાત્રનો પરિચય કરાવવામાં આવ્યો હતો ત્યારે પોપટલાલ પીધેલ હતા જે પાન ખાઈને પિચકારી મારતા હતા. પણ અમે તે વસ્તુ દેખાડવા માંગતા ન હતા, કારણ કે અમારા દર્શકોનો એક મોટો વર્ગ બાળકો પણ હતા. તો અમે તેના સ્વભાવમાં અમુક એવા ગુણ લીધા જે તેની ખાસિયત બની ગયા અને દર્શકોએ પોપટલાલને ખુબ પ્રેમ આપ્યો.

શ્યામ પાઠકે જણાવ્યું કે, લોકો તેમને ઘણો પ્રેમ આપે છે અને તે જ્યાં પણ જાય છે, લોકો તેમને પૂછે છે કે તેમની છત્રી ક્યાં છે? તેમણે એવું પણ જણાવ્યું કે વૃદ્ધ લોકો તો એવું કહે છે કે, તમારા લગ્ન નથી થયા તો કોઈ વાત નહિ, છોકરી અમે શોધીશું.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.