દુકાનદારની એવી ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો 10 વર્ષનો છોકરો કે, પોલીસે કરવી પડી તાત્કાલિક કાર્યવાહી

0
830

હંમેશા આપણે લોકો પોલીસ પાસે જવા પહેલા હજાર વાર વિચારીયે છીએ. કાંઈક મોટું થઈ જાય છે, ત્યારે પણ એ વિચારીને તાળી દઈએ છીએ કે પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડશે. પણ બાળકો કેટલા નિર્દોષ કેટલા માસુમ હોય છે, તે તમને આ સમાચાર વાંચીને ખબર પડી જશે.

આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે જાણીને તમારી બધી મુશ્કેલી ક્યાંકને કયાંક દૂર થઈ જશે અને તમે કહેશો કે, શું પોલીસ ખરેખર બાળકોને પણ આટલા વધારે સિરિયસ લે છે? આ મામલો કેરલના કોઝિકોડથી સામે આવ્યો છે.

5 માં ધોરણના એક વિદ્યાર્થીએ મેપ્પાયુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘તેણે અને તેના ભાઈએ 5 સપ્ટેમ્બરે દુકાનદારને સાયકલ રીપેર કરવા આપી હતી. મને તે પાછી મળી નથી.’ તે વિદ્યાર્થી જેનું નામ અબિન છે તેણે જણાવ્યું કે, ‘દુકાનદારને સાયકલ રીપેર કરવા માટે 200 રૂપિયા એડવાન્સ આપ્યા હતા.’

દુકાનદારે 2 મહિનામાં સાયકલ રીપેર કરી નહિ. ઘણી વાર જવા પર દુકાન બંધ પણ મળી. પોલીસ જલ્દી જ સાયકલ અપાવવામાં મદદ કરે. 10 વર્ષના વિદ્યાર્થીની ફરિયાદ પર પોલીસે તરત કાર્યવાહી કરી અને બે દિવસમાં સાયકલ મળી ગઈ. 25 તારીખે આ ફરિયાદ પત્ર લખવામાં આવ્યો હતો, એણે 5 સપ્ટેમ્બરે સાયકલ રીપેર કરવા માટે આપી હતી.

અબિન પોતાના ભાઈ સાથે પોલીસ સ્ટેશન ગયો હતો. પોલીસે બાળકની ફરિયાદ પર કાર્યવાહી કરી અને સાયકલ રીપેર કરવા વાળા સાથે વાત પણ કરી. ફરિયાદ પછી પોલીસ ઓફિસર રાધિકા એનપીએ માન્યું કે, બાળકની ફરિયાદ વાજબી હતી અને એમાં હસ્તક્ષેપ કરવો જરૂરી હતો.

પોલીસે દુકાનદારની જાણકારી ભેગી કરી અને એને શોધી કાઢ્યો. પૂછપરછમાં પોલીસે દુકાનદારને જણાવ્યું, ‘તે બીમાર હોવાને કારણે થોડા દિવસ દુકાન નહીં ખોલી શક્યો. એ પછી દીકરાના લગ્નમાં વ્યસ્ત થઈ ગયો હતો.’ દુકાનદારે પોલીસને વાયદો આપ્યો હતો કે, તે વિદ્યાર્થીની સાયકલ રીપેર કરીને 27 નવેમ્બર સુધી સોંપી દેશે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.