જજની ગાડી જોઈને પોલીસ વાળા એનું ચેકીંગ કરવાથી ગભરાઈ રહ્યા હતા, પરંતુ જયારે ગાડી ચેક કરી…

0
4628

મિત્રો તમે સારી રીતે જાણો છો કે, ભારતમાં નશાની વસ્તુઓ કાળા બજારમાં ચોરી છીપે લાવવામાં આવે છે. એની આજે બોર્ડર પર થવાવાળી નશાની વસ્તુઓની તસ્કરી ઘણા લોકોની આવકનો અભિન્ન અંગ બની ગયું છે. મળેલી જાણકારી અનુસાર છત્તીસગઢમાં બહારથી થવાવાળી ગાંજાની તસ્કરીમાં પોલિસે આજ સુધીમાં કરોડો રૂપિયાનો ગાંજો જપ્ત કર્યો છે. છતાં પણ હાલમાં નશાખોરી એટલી બધી વધી ગઈ છે કે, છત્તીસગઢમાં થવા વાળી તસ્કરી રોકાવાનું નામ જ નથી લેતી.

અને આવી ગેરકાનૂની ગતિવિધિઓ મોટા પાયે જ કરવામાં આવતી હોય છે. અને જો અમે તમને તસ્કરી કરવાં માટેના  ત્રિકોણ વિષે જણાવીએ તો કદાચ તમારું મગજ હલી જાય. હાં, જો તમને વિશ્વાસ નહીં હોય તો જાણો નીચે જણાવેલી આખી ઘટના.

જાણકારી માટે જણાવી દઈએ કે, જિલ્લાના આઈજીને જયારે આ ગાંજા તસ્કરીની ખબર પડી, તો એમણે તરત જ બાલોદ પોલિસને નાકાબંધી કરવાનો ઓર્ડર આપ્યો. અને પોલીસે જિલ્લાના કાંકેર પુરુર માર્ગ પર મરકા ટોલા પાસે ગાંજાની તસ્કરી કરી રહેલી એક કાર જપ્ત કરી.

તમને જણાવી દઈએ કે એની પાછળ એક એવી વાત છુપાયેલી છે, જેના વિષે જાણીને તમે પણ ચકિત રહી જશો. તસ્કરી માટે વપરાયેલી એ ગાડી પર ન્યાયાધીશની ગાડીનો નંબર હોવાને કારણે પોલિસે પણ એની પર શંકા કરી નહીં.

પરંતુ પોલિસની કડક નાકાબંધી હોવાને કારણે, એ દરમ્યાન બે આરોપીઓ તક જોઈને કાર જંગલમાં છોડીને ભાગી ગયા. અને એ ગાડી માંથી લગભગ 100 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો. જેની કિંમત લગભગ 8 લાખ રૂપિયા છે. પોલિસ એ બે આરોપીઓની શોધ કરી રહી છે.

આઈજીએ એસપીને ચેકીંગ માટે આપ્યો હતો આદેશ :

જણાવી દઈએ કે દુર્ગ રેંજના આઈજી જીપી સિંહને ગુરુવારના રોજ જાસૂસ દ્વારા બસ્તર તરફથી કાર મારફતે થવા વાળી ગાંજાની તસ્કરીની સૂચના મળી. ત્યારબાદ આઈજીએ બાલોદના એસપી આઈકે એલિસેલાને નાકાબંધી કરવા કહ્યું. અને ત્યાર બાદ એસપી એલિસેલાએ ગુરુવારે જ પોલિસ સ્ટેશન, ચોકી તેમજ કેમ્પના અધિકારીઓને નાકાબંધી અને ચેકીંગ કરવા માટે કહ્યું.

પછી ગુરુર પોલિસ સ્ટેશન અંતર્ગત આવતા મરકાટોલા કેમ્પમાં નાકાબંધી દરમ્યાન પોલીસને સૂચના મળી કે, ગાડી નંબર CG 04 KF 7333 માં ગાંજો લઈ જવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે એ ગાડીને મરકાટોલા ઘાટ પાસે રોકવામાં આવી અને ત્યાં પોલિસ ટીમ પહોંચી ગઈ.

કારમાં બેસેલા 2 વ્યક્તિ વાહન છોડી જંગલ તરફ ભાગ્યા :

ત્યાં ફરજ બજાવતા પોલિસના જણાવ્યા અનુસાર ગાડીના ચેકીંગ પછી એમાંથી 11 બંડલ ગાંજાના પેકેટ મળ્યા જેનું  વજન લગભગ 100 કિલો છે. પોલિસે એને જપ્ત કરી લીધા અને એની કિંમત 8 લાખ રૂપિયા જણાવી. એની સાથે જ કાર માંથી 2 બીજી નંબર પ્લેટ પણ મળી આવી. એમાંથી એક નંબર પ્લેટ પર ન્યાયાધીશ લખેલું હતું. એવામાં એસપી એલિસેલાએ જણાવ્યું કે, પોલિસ આ બાબતે વિવેચના કરી રહી છે અને સાથે જ આરોપીઓને શોધી રહી છે.

યૂપી પાસિંગ અને ન્યાયાધીશ લખેલી પ્લેટની અદલા-બદલી કરીને કરતા હતા તસ્કરી :

ત્યાંના એસપીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યું કે, એમને જપ્ત કરેલા ગાંજાની સાથે એ ગાડીમાં વધારાની 2 નંબર પ્લેટ મળી છે. જેના દ્વારા આરોપી પ્લેટને બદલી ગાંજાની તસ્કરી કરતા હતા. યૂપી પાસિંગ વાળી નંબર પ્લેટની સાથે ન્યાયાધીશ લખેલી નંબર પ્લેટ પણ કાર માંથી મળી છે.

ગાડી જપ્ત થયા પછી પોલિસે ચેસિસ નંબરથી કારના સાચા માલિકની શોધ કરવાની શરુ કરી દીધી છે. સાથે જ એએસપી જેઆર ઠાકુરે જણાવ્યું કે, આની તપાસ ચાલુ રહેશે અને આ ગેરકાયદેસર કામના મૂળ સુધી પહોંચીને પુરી થશે. અને એની સાથે તપાસ દરમ્યાન આગળ જતા ઘણા ખુલાસા થઈ શકશે.