મજેદાર જોક્સ : પોલીસવાળો પાર્કમાં બેસેલા કપલને : રાત પડી ગઈ, અહીં કેમ બેઠા છો? છોકરો : અમે….

0
613

જોક્સ :

એક માણસ વકીલ બની ગયો.

તેને પહેલો કેસ મળ્યો.

ગુનેગાર : પ્રયત્ન કરજો કે ઉમ્રકેદ થાય, ફાંસી ન થાય.

વકીલ : તમે ચિંતા ના કરો, હું છું ને.

ચુકાદા પછી કોર્ટની બહાર પત્રકારે પૂછ્યું,

પત્રકાર : શું થયું?

વકીલ : ઘણી મુશ્કેલીથી ઉમ્રકેદ કરાવી છે.

જજ તો છોડી દેવા માંગતા હતા.

જોક્સ :

ટીચર : 1 થી 10 સુધીની ગણતરી સંભળાવ.

પપ્પુ : 1,2,3,4,5,7,8,9,10.

ટીચર : 6 ક્યાં છે?

પપ્પુ : સર તે તો મરી ગયા.

ટીચર : મારી ગયા? કેવી રીતે મરી ગયા?

પપ્પુ : આજે સવારે સ્કૂલે આવતો હતો ત્યારે પપ્પા પેપરમાં વાંચી રહ્યા હતા,

બસ ખીણમાં પડતા 6 ના મોત.

જોક્સ :

એક બહેનપણીએ બીજી બહેનપણીને કીધું,

મારો પતિ મને ખુબ પ્રેમ કરે છે.

કહે છે કે તું જ સાત જન્મ સુધી મારી પત્ની રહેજે.

બીજી બહેનપણી બોલી : આ પુરુષો આવા જ હોય છે,

સાતમાં જન્મથી આગળ બીજી કોઈને કહી રાખ્યું હોય છે.

જોક્સ :

પત્ની : સાંભળો છો, આજે મેં સપનું જોયું કે તમે મને હીરાનો હાર આપ્યો,

તેનો અર્થ શું થાય?

પતિ : એ તને સાંજે ખબર પડી જશે.

સાંજે પતિ ઘરે પાછો આવ્યો તો, તેના હાથમાં એક પેકેટ હતું,

પત્નીએ ખુશી-ખુશી તે પેકેટ ખોલ્યું, તેમાં એક પુસ્તક હતું,

જેનું નામ હતું ‘સપનાનો અર્થ.’

જોક્સ :

પત્નીએ પોતાની માં ને ફોન કર્યો,

પત્ની : માં મારો તેમની સાથે ઝગડો થઇ ગયો છે,

હું 3-4 મહિના માટે ઘરે આવી રહી છું.

માં : ઝગડો તેણે કર્યો તો સજા પણ તેને જ મળવી જોઈએ.

તું ત્યાં જ રહે, હું 5-6 મહિના માટે આવી રહી છું.

જોક્સ :

પોલીસવાળો પાર્કમાં બેસેલા કપલને : રાત પડી ગઈ, અહીં કેમ બેઠા છો?

છોકરો : અમે બંને પરિણીત છીએ,

પોલીસવાળો : તો ઘરે કેમ નથી જતા, ઘરે જઈને બેસો, આળોટો, ઊંધો અમને શું?

છોકરો : અત્યારે અહિંયા તમે નથી માનતા,

તો ત્યાં આનો પતિ અને મારી પત્ની કેવી રીતે માનશે?

પોલીસવાળો બેભાન.

જોક્સ :

લગ્નના બીજા દિવસે સાસુ પોતાની વહુને,

સાસુ : જ્યાં જઈ રહી છે વહુ?

વહુ : ન્હાવા જઈ રહી છું.

સાસુ : ધ્યાન રહે વધારે પાણી બગાડતી નહિ.

વહુ (ગુસ્સામાં) : કેમ મમ્મીજી, સ્વિમિંગ પુલ બનાવવો છે?

જોક્સ :

ટપ્પુ એક દિવસ પોતાની પત્નીને મેળામાં ફરવા લઇ ગયો.

મેળામાં એક ચિત્રકાર તેમની પાસે આવ્યો અને બોલ્યો,

ચિત્રકાર : સર, મેડમનો એક ફોટો બનાવડાવો.

હું એવો ફોટો બનાવીશ જે તે બોલી ઉઠશે.

ટપ્પુ : મારે નથી બનાવડાવવો કોઈ ફોટો, પહેલાથી જ આટલું બોલે છે,

ઉપરથી ફોટો પણ બોલશે તો હું ક્યાં જઈશ.

જોક્સ :

પત્ની : સાંભળો છો, તમને ઓફિસની જ ચિંતા છે, ઘરની કોઈ ચિંતા નથી.

પતિ : શું થયું?

પત્ની : લાગે છે આપણી દીકરીએ બહાર કોઈની સાથે સેટિંગ કરી લીધું છે.

પતિ : તમને કઈ રીતે ખબર?

પત્ની : આજકાલ તે મોબાઈલના રિચાર્જ માટે, ગાડીના પેટ્રોલ માટે, મેકઅપ કીટ વગેરે માટે પૈસા નથી માંગતી.

પતિ બેભાન.

જોક્સ :

છોકરો છોકરીને પૂછે છે,

છોકરો : દર રવિવારે તારા ચહેરા પર રંગ કેમ લાગેલો હોય છે?

છોકરી : અરે હું દર રવિવારે હોળી ઉજવું છું.

છોકરો : કેમ?

છોકરી : અરે, અમારી સ્કૂલના ટીચરે કહ્યું છે કે, સન્ડે એટલે હોળી ડે.