લો બોલો અમદાવાદ મા ચોરીના સ્કૂટર પર ફરતાં યુવક-યુવતીનો ઈ-મેમો પોલીસે માલિકના ઘરે મોકલી દીધો પણ સ્કૂટર નથી શોધી સકતી

0
963

આપણા દેશમાં ઘણી વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે, અને આજે અમે તમને એક એવી જ ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. અમદાવાદના સિંધુ ભવન રોડ પરથી 10 મહિના અગાઉ એક સ્કૂટર ચોરી થયુ હતું. એ જ સ્કૂટર વસ્ત્રાપુરના વિવિધ વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થઇ રહ્યું છે. અને બુકાનીધારી યુવક-યુવતી એ સ્કૂટર પર વસ્ત્રાપુરમાં ખુલ્લે આમ ફરી પણ રહ્યા છે.

એટલું જ નહિ એમણે 3 વખત ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કર્યુ હોવાથી એ માલિકના ઘરે ઈ-મેમો પણ આવી ચૂક્યા છે. પણ પોલીસને એ સ્કૂટર મળતું જ નથી. પોલીસના જણાવ્યા અનુસાર સીસીટીવીમાં સતત દેખાતા આ યુવક-યુવતી વસ્ત્રાપુરમાં રહેતા હોવાની શંકાના આધારે, એમણે ત્યાંની ઘણી સોસાયટીઓમાં પણ તપાસ કરી. તેમ છતાંપણ ચોરી થયેલ સ્કૂટર કે યુવક-યુવતી પોલીસને મળતા જ નથી.

ફંકશનમાંથી સ્કૂટર ચોરાયું હતું :

મળેલી જાણકારી અનુસાર, નરોડા પાયલનગર સોસાયટીમાં રહેતા સુરેશ શાહ 14 સપ્ટેમ્બર 2018 ના રોજ સિંધુ ભવન રોડ પરના પંડિત દીનદયાળ હોલામાં સમાજના ફંકશનમાં હાજરી આપવા ગયા હતા. એમણે સ્કૂટર હોલની સામે રોડ ઉપર પાર્ક કર્યું હતું. એ દિવસે જયારે બપોરે 1.30 વાગ્યે તેઓ બહાર આવ્યા ત્યાં સુધીમાં એમનું સ્કૂટર ચોરાઇ ગયું હતું. આ અંગે સુરેશકુમારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે 10 મહિના પછી પણ હજુ સુધી સુરેશકુમારનું સ્કૂટર મળ્યું નથી કે ચોર પકડાયા નથી.

સુરેશકુમારનું એ સ્કૂટર અવારનવાર જજિસ બંગલા, માનસી સર્કલ, કેશવબાગ, નહેરુનગર તેમજ શ્યામલ ચાર રસ્તા પાસે ફરતું રહે છે. અને તે રોડ પરના સીસીટીવીમાં જોવા મળે છે. આટલું જ નહીં આ સ્કૂટર ઉપર હંમેશાં બુકાની ધારી યુવક-યુવતી જ જોવા મળે છે.

આ બાબતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં પીઆઈ એમ.એમ.જાડેજાએ જણાવ્યું હતું કે, સુરેશકુમારનું સ્કૂટર જજિસ બંગલા રોડ, માનસી સર્કલ, કેશવબાગ, નહેરુનગર તેમજ શ્યામલ ચાર રસ્તા સીસીટીવીમાં દેખાય છે. અમારી ટીમ એ વિસ્તારની સોસાયટીમાં રાત્રે પાર્ક કરેલા વાહન ચેક કરે છે, પરંતુ સ્કૂટર મળતું નથી.

સ્કૂટરના માલિક સુરેશ શાહે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, સ્કૂટર ચોરાયુ ત્યારબાદ મારા ઘરે 3 ઈ-મેમો આવ્યા હતા. જેમાંથી 1 સ્ટેડિયમ પાંચ રસ્તાનો, 1 શ્યામલ રસ્તાનો અને 1 જજિસ બંગલા ચાર રસ્તાનો હતો. જેમાં બુકાનીધારી યુવક-યુવતી મારું સ્કૂટર નંબર બદલ્યા વગર ચલાવતા હોવાનું સ્પષ્ટ દેખાય છે. તેમ છતાં તે પકડાતા નથી.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.