Pok માં કંઈક તો મોટું કરી રહ્યું છે પાકિસ્તાન, પાકી આર્મી નાગરિકોને ઢાલ બનાવીને બનાવી રહી છે કૈમ્પ

0
426

પાકિસ્તાનના કબ્જા વાળા કશ્મીર (POK) માં કાંઈક તો મોટું થવાનું છે. પાકિસ્તાન તરફથી બોર્ડર પર સેનાની હલનચલન જોવામાં આવી રહી છે. નીલમ વૈલીમાં ભારત અને પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલી ફાયરિંગ વચ્ચે એલઓસી પર પણ પાકિસ્તાન સેના સતત તોપોની સંખ્યા વધારી રહી છે.

સમાચાર છે કે, છેલ્લા 10 દિવસોની અંદર એલઓસી પર સૈન્ય વાહનોના લાંબા લાંબા કાફલા ભારે ટોપો સાથે પહોંચી રહ્યા છે. આ પહેલા આ પ્રકારની પ્રક્રિયા કારગિલ યુદ્ધ સમયે જોવા મળી હતી. પાકિસ્તાની સેનાની તમામ રિઝર્વ ટુકડીઓ પણ એલઓસીની આસપાસ કેમ્પ બનાવી રહી છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પહેલા પણ શંકા જણાવી છે કે, ભારત પીઓકે પર કયારે પણ હુમલો કરી શકે છે. પાકિસ્તાની સેનાએ આ ડરને કારણે મોટી સંખ્યામાં આર્ટિલરી હથિયાર એલઓસી મોકલી દીધા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ હથિયારોને પ્લાસ્ટિક શીટ્સથી ઢાંકીને એલઓસીની તરફ લાવવામાં આવ્યા છે.

પાકિસ્તાન સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, જો ભારતે પીઓકેમાં આગળ વધવાનો પ્રયત્ન કર્યો, તો પાકિસ્તાની સેના પાસે એને રોકવા સિવાય કોઈ રસ્તો નહિ હોય. એ જ કારણ છે કે સેનાની રિઝર્વ ટુકડીઓ એલઓસી પર મોકલવામાં આવી રહી છે.

પીઓકેના નાગરિકોને ઢાલ બનાવવામાં આવી રહ્યા છે :

પાકિસ્તાની સેનાએ ભારતના હુમલાથી બચવા માટે એક વાર ફરી પીઓકેના નાગરિકોને ઢાલ બનાવવાનો નાપાક પ્રયત્ન કર્યો છે. લોકોમાં પાકિસ્તાની સેના પ્રત્યે વધી રહેલા અવિશ્વાસને જોઈને પ્રધાનમંત્રી ઈમરાન ખાને એલઓસીમાં વસેલા લોકોની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે.

જો કે આ આર્થિક મદદ લેવા વાળા લોકોએ શરત રાખી છે કે, તેઓ પીઓકે છોડીને ક્યાંય નહીં જાય. જણાવવામાં આવી રહ્યું છે કે, એલઓસીની હદમાં આવતા 33,498 પરિવારને દર મહિને 1546 પાકિસ્તાની રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ માહિતી ન્યુઝ ૧૮ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.