શરીરનો આ પોઇન્ટ દબાવવાથી ભયંકરથી ભયંકર કમરનો દુ:ખાવો દૂર કરી શકાય છે, આ રામબાણ ઈલાજ છે.

0
4483

આપણે બધા આપણા પરિવારના સારા ભવિષ્ય માટે દિવસ આખો કલાકો સુધી કામ કરીએ છીએ. ઘણા ખુરશી ઉપર બેસીને કામ કરે છે, તો ઘણાએ શારીરિક શ્રમ વાળું કામ કરે છે. એવામાં વધુ પડતા કામ, અને વ્યસ્ત રોજીંદા કામને લીધે કોઈ ને કોઈ વ્યક્તિને કમરના દુ:ખાવાની તકલીફ થઇ જાય છે. અને દુ:ખાવો પણ એવો ઉપડે કે ઘણા દિવસો સુધી, અઠવાડિયા કે મહીના સુધી પરેશાન કરે છે.

મિત્રો આ કમરનો દુ:ખાવો ઘણા કારણે થઇ શકે છે. અને તે ખુબ પરેશાન પણ કરે છે. એટલે આજના આ લેખમાં અમે કમરના દુ:ખાવાના તમામ શક્ય કારણ, અને તેના વિષય ઉપર થયેલી શોધોના પરિણામો વિશે વાત કરીશું.

આપણા શરીરમાં કમરના નીચેના ભાગમાં સતત થતા દુ:ખાવા ઉપર વેજ્ઞાનિકોએ શોધ પણ કરી છે. અને શોધકર્તાઓનું એવું માનવું છે કે, તેનું કારણ તમારા જીનમાં છુપાયેલ હોઈ શકે છે. જાણકારી માટે જણાવી દઈએ કે, બ્રિટનના ૪,૬૦૦ લોકો ઉપર રીસર્ચ કર્યા પછી એવું જાણવા મળ્યું છે કે, પાર્ક-2 જીન ઉંમર સાથે જોડાયેલી ડિસ્કની સમસ્યાઓનું કારણ છે.

અને દુનિયામાં આઘેડ ઉંમરની સરેરાશ દર ત્રીજી મહિલાને કરોડરજ્જુ સંબંધીત તકલીફ હોય છે. અને આ વિષયમાં જાણકારોનું એવું માનવું છે કે, તેમાંથી લગભગ ૮૦ ટકાને આ બીમારી વારસાગત મળેલી હોય છે. વિદ્વાનોને આશા છે કે આ જીનનું રહસ્ય સામે આવ્યા પછી કમરના દુ:ખાવાનો અસરકારક ઈલાજ શોધવામાં સરળતા રહેશે. અને સાથે જ તેના માટે નવી ટેકનીક વિકસિત કરવામાં પણ મદદ મળશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ અધ્યયન લંડનના કિંગ કોલેજના શોધ કરનારાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ અધ્યયનમાં જોડાયેલા તમામ લોકોના એમઆરઆઈ કરાવવામાં આવ્યા અને તેના વારસાગત ફરકને પણ જોવામાં આવ્યો હતો.

જાણો, કેમ થાય છે કમરનો દુ:ખાવો?

મિત્રો વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, આપણા શરીરમાં લંબર ડિસ્કની વિકૃતિ (ડીજેનરેશન) માં કરોડરજ્જુની અંદરના ભાગમાં તૈલી પદાર્થની કમી ઉભી થઇ જાય છે. સાથે જ તેની લંબાઈ પણ ઓછી થઇ જાય છે. અને તેની બાજુના ભાગમાં હાડકા બનવા લાગે છે, જેને ઓસ્ટીયોફાઇટ્સ કહે છે. તેનાથી કમરના નીચેના ભાગમાં દુ:ખાવો થવા લાગે છે.

જીનના જુદા જુદા રૂપ :

આ વિષય પર શોધ કરનારાઓને એવું જાણવા મળ્યું છે કે, જેની ડિસ્કમાં ખરાબી હતી તેમનમાં પાર્ક 2 જીનની જુદી જુદી જાતો અસ્તિત્વમાં હતી. અને તેની અસર તે વાત ઉપર પડી શકે છે કે, તેની સ્થિતિ કેટલી ઝડપથી નીચે આવી રહી હતી. શોધ કરનારાઓએ જણાવ્યુ કે તે જાણવા માટે કે જીનની અસર કેવી રીતે થાય છે, હજુ પણ વધુ શોધની જરૂર પડશે. તેમનું એ પણ કહેવું છે કે ખાવા પીવા અને જીવનશૈલી જીનમાં થોડા ફેરફાર કરી શકે છે.

કમરના દુઃખાવાના અન્ય કારણો :

આ સિવાય કમરના દુઃખાવાના કારણોમાં બેસવા, ચાલવા અને સુવાની ખરાબ પદ્ધતિ, ખુબ વધુ તણાવ, જીમમાં કરવામાં આવેલ ખોટી કસરત, મોડે સુધી ખુરશી ઉપર બેસવું, વજનદાર વસ્તુ ઉપાડવી, ડિસ્ક ખસવી અને શરીરનું બેલેન્સ બગડવું વગેરેનો સમાવેશ થાય છે. એ સિવાય કેલ્શિયમની કમીથી હાડકાઓનું નબળું થઇ જવું, સાંધામાં ખેંચાણ, ઉંચી એડીના બુટ પહેરવા અને ખોટી પદ્ધતિથી ચાલવું અને ઉભા રહેવાથી પણ કમરનો દુ:ખાવો થઇ જાય છે.

આ સમસ્યાથઈ કેવી રીતે કરવો બચાવ?

જાણકારી માટે જણાવી દઈએ કે, જો તમારે કમરના દુ:ખાવાથી બચવું હોય તો એના માટે ખાસ યોગ જેવા કે વીરભદ્રાસન, ભુજંગાસન વગેરેનો અભ્યાસ કરો. કોર સ્ટ્રેસ કસરત કરો. વજનદાર વસ્તુ કે કોઈ સામાનને નીચેથી ઉપાડતી વખતે, પહેલા ગોઠણને નમાવીને પછી ઉપાડો. સ્પ્લીટ સ્ટ્રેચ કસરત કરો. તે કરવા માટે જમીન ઉપર પગ ફેલાવીને બેસો અને તળિયાને અડવાનો પ્રયત્ન કરો.

અને જો તમને પહેલાથી જ કમરમાં દુ:ખાવો છે, તો જમીનથી ઓછામાં ઓછું ૬ ઇંચ ઉપર સ્ટુલ કે ખુરશી ઉપર બેસો અને પગ નીચે રાખીને તળિયા અડવાનો પ્રયત્ન કરો. ખોટી પદ્ધતિમાં ન બેસો અને ઉભા રહેતા સમયે પગને આગળના ભાગ ઉપર વજન રાખીને ઉભા થવું.

પથારી અને ઓશીકું યોગ્ય હોવું જોઈએ :

જણાવી દઈએ કે આ સમસ્યાથી બચવા માટે સુવા માટે આરામદાયક પથારી સૌથી જરૂરી વસ્તુ હોય છે. જો તમારી પથારી આરામદાયક નહીં હોય તો ભલે તમે કેટલા પણ થાકી ગયા હોય, પણ સુવામાં તકલીફ થશે અને કમર અને ગરદનના દુ:ખાવાની તકલીફ પણ થઇ શકે છે. જયારે તમારું શરીર પથારી ઉપર યોગ્ય રીતે સેટ થશે, ત્યારે સારી રીતે ઊંઘ આવશે અને કમરના દુ:ખાવાની તકલીફ પણ દુર થશે.

તો તમે સુવા માટે ન તો વધુ કડક અને ન તો વધુ નરમ પથારીનો ઉપયોગ કરો. તેમજ જણાવી દઈએ કે, તમારા માથાની નીચે રાખવામાં આવેલું ઓશીકું પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઓશીકાની સાથે પણ આ પથારી વાળી ટેકનીક અપનાવો. એ પણ વધુ કડક કે વધુ નરમ ન હોવું જોઈએ.

ઘણા લોકો નીચે ઘણા મોટા ઓશિકા મુકે છે. તે ટેવ આરોગ્ય માટે નુકશાનકારક બની શકે છે. અને તમારી ગરદન ઉપર ખરાબ અસર પડી શકે છે. ગાદી કડક હોય તો પણ ચાલશે. તમે કોયર કે રૂની ગાદી નો પણ ઉપયોગ કરી શકો છો, પણ ધ્યાન રાખશો કે તેમાં થોડું સ્પંજ ઈફેક્ટ પણ હોય. કમરનો દુ:ખાવો થવા ઉપર ઘણી વખત લોકો જમીન ઉપર સુવા લાગે છે. જો કે તકલીફ વધારી દે છે. કેમ કે આપણી રીઢ ના હાડકા ની બનાવટ હળવી વાળેલી જેવી હોય છે. સીધી સપાટ અને કડક જમીન ઉપર સુવાથી તેની ઉપર દબાણ પડે છે અને દુ:ખાવો વધી જાય છે.

પડખા લઈને સુવા ઉપર :

મિત્રો, પડખા લઈને સુતી વખતે તમારા પગને થોડા છાતી તરફ લાવો. સાથે જ તમારા પગની વચ્ચે એક પાતળું ઓશીકું પણ મૂકી દો. પડખું લઈને બન્ને પગને સાથે રાખીને અને ગોઠણને યોગ્ય સ્થિતિમાં રાખીને સુવું પણ સારું રહે છે. તેનાથી શરીર અને રીઢના હાડકા બન્ને ઉપર ઓછું દબાણ પડે છે. તેથી કમરના દુ:ખાવા ઉપરાંત બીજી પણ ઘણી તકલીફોથી બચાવ થાય છે.

કમરના પડખે ઉપર સુતી વખતે :

જાણકારી માટે જણાવી દઈએ કે, કમરના પડખે ઉપર સુતા સમયે કમરના કર્વને ઠીક જાળવી રાખવા માટે ગોઠણની નીચે ઓશીકું મુકો. તેનાથી તમારી લોઅર બેકનું કુદરતી કર્વ જળવાઈ રહેશે અને તેની ઉપર દ્બાલ પણ ઓછું પડશે. કમરને વધારાનો આધાર આપવા માટે તમે ઓશીકાને બદલે ટુવાલ રોલ કરીને પણ મૂકી શકો છો.

પેટના પડખે સુતી વખતે :

મિત્રો જણાવી દઈએ કે, પેટના પડખે સુવાથી તમારી ગરદન ઉપર ઘણો બોજ પડે છે. પણ છતાપણ જો તમે આ સ્થિતિમાં સુવો છો, તો તમારા ક્ષણિક વિસ્તાર અને લોઅર એબ્ડોમીનલની નીચે એક ઓશીકું મુકીને સુવો. જો તેનાથી કમર ઉપર વધુ દબાણ નથી પડતું તો તમારા માથા નીચે પણ ઓશીકું મૂકી શકો છો. અને જો તેમ કરવાથી તમારી કમર ઉપર દબાણ પડે છે તો ઓશીકું મુક્યા વગર જ સુવો.

આવો તમને કમરના દુ:ખાવાથી બચવાના ઘરેલું ઉપાય જણાવીએ.

૧. યોગ કમરના દુ:ખાવામાં ફાયદો પહોચાડે છે. ભુજંગાસન, શલભાસન, હલાસન, ઉત્તાનપદાસન, શવાસન વગેરે થોડા એવા યોગાસન છે, જે કમરના દુ:ખાવામાં ફાયદો પહોંચાડે છે. પણ કમરના દુ:ખાવાના યોગાસનોને યોગગુરુની દેખરેખમાં જ કરવા જોઈએ.

૨. તમે મીઠું ભેળવેલ પાણીમાં એક ટુવાલ નાખીને નીચોવી લો. ત્યાર પછી પેટને પડખે સુઈ જાવ. દુ:ખાવા વાળા ભાગ ઉપર ટુવાલથી વરાળ લો. કમરના દુ:ખાવામાં રાહત પહોચાડવાનો આ એક સચોટ ઉપાય છે.

૩. કઢાઈમાં બે ત્રણ ચમચી મીઠું નાખીને તેને સારી રીતે શેકી લો. આ મીઠાને થોડા જાડા કપડામાં બાંધીને પોટલી બનાવી લો. કમર ઉપર આ પોટલીથી શેક કરવાથી પણ દુ:ખાવામાં આરામ મળે છે.

૪. રોજ સવારે સરસવનું કે નારીયેળ તેલમાં લસણની ત્રણ ચાર કળીઓ નાખીને ગરમ કરો. એ જ્યાં સુધી કાળી ન થઇ જાય ત્યાં સુધી ગરમ કરો. પછી ઠંડી થાય એટલે આ તેલથી કમરની માલીશ કરો.

૫. અન્ય એક ઉપાય એ છે કે અજમાને તાવડી ઉપર થોડા ધીમા તાપે શેકી લો. ઠંડુ થાય એટલે ધીમે ધીમે ચાવીને ગળી જાવ. તેના નિયમિત સેવનથી કમરના દુ:ખાવામાં લાભ થાય છે.

૬. ઓફીસમાં કામ કરતી વખતે ક્યારે પણ પીઠના આધારે ન બેસવું જોઈએ. તમારી પીઠને ખુરશી ઉપર એવી રીતે અડાડો કે તે હંમેશા સીધી રહે. ગરદનને સીધી રાખવા માટે ખુરશીમાં પાછળની તરફ મોટો ટુવાલ વાળીને લગાવી શકાય છે.

૭. નરમ ગાદીવાળી સીટથી દુર રહેવું જોઈએ. કમરના દુ:ખાવાના રોગીઓને થોડી કડક પથારી પાથરીને સુવું જોઈએ.

૮. વધુ સમય સુધી એક જ પદ્ધતિમાં બેસીને કામ ન કરવું જોઈએ. દર ચાલીસ મીનીટમાં તમારી ખુરશીમાંથી ઉઠીને થોડી વાર ચાલી લો.

૯. કેલ્શિયમના ઓછા પ્રમાણથી પણ હાડકા નબળા થઇ જાય છે, તેથી કેલ્શિયમયુક્ત વસ્તુનું સેવન કરો.

૧૦. કમરના દુ:ખાવામાં ભારે વજન ઉપાડતી વખતે કે જમીન ઉપરથી કોઈપણ વસ્તુ ઉપાડતી વખતે કમરના બળ ઉપર ન નમવું પણ પહેલા ગોઠણ વાળીને નીચે નમો અને જ્યારે હાથ નીચે વસ્તુ સુધી પહોંચી જાય તો તેને ઉપાડીને ગોઠણને સીધો કરીને ઉભા થઇ જાવ.

૧૧. કાર ચલાવતી વખતે સીટ કડક હોવી જોઈએ. બેસવાનું પોશ્ચર પણ યોગ્ય અને કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ લગાવી લો.

૧૨. કમરના દુ:ખાવા માટે કસરત પણ કરવી જોઈએ. ચાલવા જવું, તરવું કે સાઈકલ ચલાવવું સુરક્ષિત કસરત છે. તરવાનું જેમ વજન તો ઓછું કરે છે, તેમ એ કમર માટે પણ ફાયદાકારક છે. સાઈકલ ચલાવતી વખતે કમર સીધી રાખવી જોઈએ. કસરત કરવાથી માંસપેશીઓ ને શક્તિ મળશે અને વજન પણ નહિ વધે.

તો મિત્રો તમે આ બધા ઉપાયોને અપનાવીને કમરના દુ:ખાવાથી થોડો છુટકારો મેળવી શકો છો.

જુઓ વિડીઓ :