પીએમ મોદી આ સ્માર્ટફોનનો કરે છે ઉપયોગ, અમિત શાહની છે આ પસંદ બીજા નેતાઓ ના આ છે સ્માર્ટફોન

0
728

આજના યુગમાં વ્યક્તિ તેની દૈનિક આદતો ભૂલી શકે છે પણ સ્માર્ટફોન જરાય નહીં. જેમ લોકો માટે શ્વાસ લેવો અથવા ખાવું જરૂરી છે, તે જ રીતે હવે સ્માર્ટફોન પણ લોકોના જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવો હશે જે સ્માર્ટફોનનો ઉપયોગ નહી કરતો હોય.

આવી સ્થિતિમાં, દરેક સામાન્ય વ્યક્તિ એ જાણવા માંગે છે કે, આખરે વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓમાંના એક એવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે? દેશના ગૃહ પ્રધાન અમિત શાહ દર સેકન્ડમાં બનતી માહિતી જાણવા માટે કયો મોબાઇલ તેની પાસે રાખે છે? આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, પીએમ મોદી અને અમિત શાહ સહિત સરકારના મહત્વપૂર્ણ પ્રધાનો કેવી રીતે સ્માર્ટફોનથી 24 કલાક તેમના મંત્રાલયની કામગીરી પર નજર રાખે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ તેમની સરકારના કેટલાક અગ્રણી પ્રધાનો પણ ટેક-સેવી છે, અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય રહેવા માટે એપલ અને એન્ડ્રોઇડના હાલના શ્રેષ્ઠ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તેમાં સૌથી વધુ ગેજેટ પ્રેમી પીએમ મોદી જ છે, જે એપલનાં ઉપકરણોનો ઉપયોગ કરે છે. પીએમ મોદી ટેક્નોલોજીના ખૂબ શોખીન છે.

પીએમ મોદીને વર્ષ 2018 માં ચીન અને દુબઈની સત્તાવાર મુલાકાત દરમિયાન આઇફોન 6 સીરીઝના ફોનનો ઉપયોગ કરતા જોવામાં આવ્યા હતા. ગેજેટ્સ પ્રત્યેનો પોતાનો પ્રેમ સ્વીકારતા, મોદી સુરક્ષાના કારણોસર એપલના શ્રેષ્ઠ ઉપકરણનો ઉપયોગ કરે છે. ટ્વિટર પર મોદીના 4.82 કરોડ ફોલોઅર્સ છે. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં 11 કરોડ ફોલોઅર્સની સાથે, તે 9.6 કરોડ ફોલોઅર્સ વાળા ટ્રમ્પથી આગળ છે.

જયારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલમાં બ્રાંડ ન્યુ એપલ એક્સએસનો ઉપયોગ કરે છે. આઈએએનએસ અનુસાર, જ્યારે વ્યવસાયિક ઉપયોગની વાત આવે છે, ત્યારે અમિત શાહ તેની ટીમ સાથે જોડાવા માટે ફેસબુક અને વોટ્સએપ બંનેનો ઉપયોગ કરે છે. અમિત શાહના હાલમાં ટ્વિટર પર 1.4 કરોડ ફોલોઅર્સ છે.

મોદી સરકારમાં કેન્દ્રીય પેટ્રોલિયમ નેચરલ ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન આઈફોન અને એન્ડ્રોઇડ આધારિત મોબાઇલ નામના બે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તે અપડેટ રહેવા માટે અને કાર્યાલય સંબંધિત તમામ કામો પર નજર રાખવા માટે વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટરનો ખુબ વધુ ઉપયોગ કરે છે. પ્રધાનના હાલમાં ટ્વિટર પર 11 લાખ ફોલોઅર્સ છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી ફેસબુક અને ટ્વિટર બંને પર સક્રિય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રની નાગપુર લોકસભા બેઠકના સાંસદ નીતિન ગડકરી ઓફિસના રોજિંદા કામો પર નજર રાખવા માટે ટ્વિટર અને ફેસબુકને પસંદ કરે છે. તે પોતાની ટીમને મોનિટર કરવા માટે સતત ટ્વિટર અને ફેસબુકનો ઉપયોગ કરે છે. ગડકરીના હાલમાં ટ્વિટર પર 51.5 લાખ ફોલોઅર્સ છે.

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન પોતાના મંત્રાલય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સિદ્ધિ વિષે જણાવવા માટે, સરકારી અધિકારીઓ અને જનતા સાથે જોડાવા માટે ફક્ત ટ્વીટરનો ઉપયોગ કરે છે. ટ્વીટર પર એમના 22.3 લાખ ફોલોઅર છે. રાજ્યમંત્રી ફગ્ગ્ન સિંહ કુલસ્તે પણ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે, અને વોટ્સએપ, ફેસબુક અને ટ્વીટર પર સક્રિય રહે છે. જણાવી દઈએ કે, પીએમ મોદીના ડિજિટલ ઈન્ડિયા અભિયાન પછી ભારતમાં સ્માર્ટફોનના ઉપયોગમાં ભારે વધારો થયો છે.

આ આર્ટીકલ તમને જરૂર પસંદ આવ્યો હશે, બીજા તમારા મિત્રો અને સંબંધિઓને પણ શેર કરશો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.