ભારતમા પ્લાસ્ટિક ના પ્રદુષણ પર પ્રહાર, આ 6 ઇનોવેશન પૈસા પણ કમાવી આપશે અને પ્લાસ્ટિક ના પ્રદુષણ ની પણ એસી તૈસી કરશે

0
821

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨ ઓક્ટોમ્બરના રોજ બાપુની ૧૫૦મી જયંતી નિમિત્તે આખા દેશમાં પ્લાસ્ટિક વિરુદ્ધ એક નવા લોક આંદોલનની શરુઆત કરશે, દેશમાં હજુ પણ ઘણા લોકો પ્લાસ્ટિક વિરુદ્ધ આંદોલન ચલાવી રહ્યા છે. પ્લાસ્ટિકના દુષણને ઓછું કરવા માટે નવા નવા ઇનોવેશન થઇ રહ્યા છે. ક્યાંક ઘર બનાવવામા આવી રહ્યા છે, તો ક્યાંક રોડ બની રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવાર (૨૫ ઓગસ્ટ) ના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમમાં ઘણા મહત્વના વિષયો ઉપર વાત કરી. તેમણે ભગવાન શ્રીકૃષ્ણ અને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને યાદ કર્યા. સાથે જ સ્વચ્છતા અભિયાન, ફીટ ઇન્ડિયા સહીત ઘણા મુદ્દા ઉપર પોતાની વાત રજુ કરી. પરંતુ, સૌથી વધુ જરૂરી મુદ્દો હતો પ્લાસ્ટિકથી થતા પદુષણને દુર કરવું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ વખતે ૨ ઓક્ટોમ્બરના રોજ જયારે બાપુની ૧૫૯મી જયંતિ મનાવામાં આવવામાં આવશે તો તે સમયે આખા દેશમાં પ્લાસ્ટિક વિરુદ્ધ એક નવા લોક આંદોલનનો આધાર રાખવામાં આવશે. પરંતુ દેશમાં તો હજુ પણ જુદા જુદા સ્થળો ઉપર પ્લાસ્ટિક વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. દેશ અને દુનિયામાં પ્લાસ્ટિકના પદુષણને ઓછુ કરવાના નવા નવા ઇનોવેશન કરવામાં આવી રહ્યા છે. ક્યાંક ઘરને સજાવવામાં આવી રહ્યા છે, તો ક્યાંક રોડ બની રહ્યા છે.તે ઇનોવેશન પ્રધાનમંત્રીના સપનાને પૂરું કરશે. આવો જાણીએ કે ભારતમાં પ્લાસ્ટિકને લઈને ચાલી રહેલા થોડા સારા ઉપયોગી ઇનોવેશન વિષે.

બેંગ્લોરમાં પ્લાસ્ટિક બલ્બથી પ્રકાશિત ઘર

૧. પ્લાસ્ટિકના બલ્બોથી પ્રકાશિત થઇ રહ્યા છે કર્નાટકના ઘર

લીટર ઓફ લાઈટ એક વૈશ્વિક અભિયાન છે, જે ૨૭ દેશોમાં ચાલી રહ્યું છે. ભારતમાં તેની શરુઆત કર્નાટકના પાટનગર બેંગ્લોરથી ૨૦૧૩માં થઇ તે શરુ કર્યું ૩૧ વર્ષની તૃપ્તિ અગ્રવાલે. આ પ્રોજેક્ટ હેઠળ તૃપ્તિ અત્યાર સુધી સેંકડો ઘરોની વસ્તીઓને પ્લાસ્ટિકની બોટલોથી પ્રકાશિત કરી ચુકી છે. પ્લાસ્ટિકની બોટલોથી સુશોભીતનો આઈડિયા સૌથી પહેલા ટ્રાય ૨૦૦૨માં બ્રાઝીલના અલ્ફેડો મોજરને આવ્યો હતો.

તેમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરીને ધાબામાં એક કાણું પાડીને ટીંગાડી દેવામાં આવે છે. તે પાણીમાં બ્લીચીંગ પાવડર નાખી દેવામાં આવે છે, જેથી પાણીમાં જીવાત ન પડે. જયારે સૂર્યનો પ્રકાશ ધાબા ઉપર પડે છે ત્યારે પાણીથી ભરેલી આ પ્લાસ્ટિકની બોટલ માંથી ઘરના રૂમ પ્રકાશિત થઇ જાય છે. તૃપ્તિએ કુંદવાડા ઘરોની વસ્તીને ખોળે લીધી. અહિયાં સ્ટ્રીટ લાઈટમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો. સોલર પેનલથી સળગતી એલએડી સ્ટ્રીટ લાઈટને પ્લાસ્ટિકથી ચારે તરફથી ઘેરી લેવામાં આવે છે. તેનાથી તે વરસાદ અને ગંદકીથી બચે છે.

ઓડીશામાં પ્લાસ્ટિકના કચરા માંથી બનાવવામાં આવ્યા રોડ

૨. પ્લાસ્ટિકના ઉપયોગથી બની રહ્યા છે દેશમાં રોડ

પ્લાસ્ટિક માંથી રોડ બનાવવાનો શ્રેય જાય છે પ્રોફેસર રાજગોપાલન વાસુદેવનને. ૭૨ વર્ષના પદ્મશ્રી વિજેતા વાસુદેવન થીયાગરાજ કોલેજ ઓફ એન્જીનીયરીંગ મદુરાઈના ડીન છે. તેને દ પ્લાસ્ટિક મેનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે એક વખત ટીવી ઉપર એક કાર્યક્રમમાં સાંભળ્યું કે પ્લાસ્ટિક પાણીમાં ઓગળતું નથી. ત્યાર પછી તે દુઃખી થઇ ગયા. તેમણે કેમેસ્ટ્રી લેબમાં તેનો હલ શોધવાનું શરુ કર્યું.

વર્ષ ૨૦૦૨માં પ્રો. વાસુદેવને પોતાની કોલેજના રોડને પ્લાસ્ટિક માંથી બનાવ્યા. તેમાં તેમણે પ્લાસ્ટિક કેરીબેગ, પ્લાસ્ટિક કપ, ખાવાની ચિપ્સ અને બિસ્કીટના પ્લાસ્ટિક પેકેટનો ઉપયોગ કર્યો. પ્રો. વાસુદેવને પ્લાસ્ટિકને ૧૬૫ ડીગ્રી સેલ્સીયસ ઉપર ઓગાળીને બીટુમેન અને રોડ બનાવવાની વસ્તુ ભેળવી દીધી. પછી તેમાંથી રોડ બનાવવામાં આવ્યો.

તેનાથી રોડ એટલો મજબુત બની ગયો કે તે તુટવા કે ખરાબ થવાની શક્યતા ઘટીને ૧ ટકો રહી ગઈ. હવે દેશના ઘણા શહેરોમાં એવા રોડ બનેલા છે. પ્લાસ્ટીકમાંથી બનેલા રોડ કોવીલપટ્ટી, કોઠામંગલમ, મદુરાઈ, સ્લેમ, વેલિંગ્ટન, ચેન્નઈ, પોંડીચેરી, હિંદપુર, કલકત્તા, શિમલા, તીરુવનંતપુરમ, વડાકારા, કાલીકટ, જમશેદપુર અને કોચ્ચીમાં રહેલા છે.

૩. સિક્કિમમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક ઉપર ૧૦૦ ટકા પ્રતિબંધ

દેશના ઉત્તર-પૂર્વમાં આવેલા સિક્કિમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર ૧૦૦ ટકા પ્રતિબંધ છે. તેની ઉપર સફળતા મેળવ્યા પછી, હવે ત્યાં પ્લાસ્ટિકની પેટ બોટલ અને ફોમ વાળા ફૂડ કંટેનર ઉપર પણ પ્રતિબંધ લાગી ગયો છે. ૧૯૯૮માં શરુ થયેલા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાવવાના અભિયાનને સંપૂર્ણ સફળતા મળી ૨૦૧૬માં. સૌથી સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું કંચનજંગા નેશનલ પાર્કમાં આવેલા યુકસોમ ગામે.

વર્ષ ૧૯૯૭ સુધી નેશનલ પાર્કમાં ભયાનક પ્લાસ્ટિક જમા થઇ ગયો હતો. ગામના લોકોએ કંચનજંગા કંજરવેશન કમિટી બનાવી, કમિટી હવે દર વર્ષે ૮૦૦ કિલો કચરો જમા કરે છે. તેને રીસાયકલીંગ માટે બહાર મોકલવામાં આવે છે. હવે સિક્કિમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સંપૂર્ણ રીતે પ્રતિબંધીત છે. ત્યાના દુકાનવાળા તમને કાગળ કે કપડાની થેલીમાં વસ્તુ આપશે. તમે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા જોવા મળશો તો દંડ ભરવો પડી શકે છે. સિક્કિમ માત્ર પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધની બાબતમાં આગળ નથી, પરંતુ સફાઈની બાબતમાં પણ દેશનું સર્વોત્તમ રાજ્ય છે.

૪. સમુદ્ર માંથી કાઢવામાં આવે છે, તેમાં છૂટી ગઈ માછલી પકડવાની જાળ

રોબર્ટ પાનીપીલ્લા એક ખાનગી સંસ્થા ફેંડસ ઓફ મરીન લાઈફ ચલાવે છે. રોબર્ટ જણાવે છે કે ૨૦૦૦માં તેમણે જોયું કે દરિયામાં ઘણી વખત માછીમારોની જાળ છૂટી જાય છે. સાથે જ દરિયામાં રહેલા પ્લાસ્ટિકથી જીવોને ખતરો હતો. એટલા માટે મેં સ્કુબા ડ્રાઈવિંગ શીખ્યું. પછી ૬ બીજા માછીમારોને પણ સ્કુબા ડ્રાઈવિંગ શીખવાડી. ત્યારથી લઈને આજ સુધી મારી સંસ્થાએ દરિયામાં ૨૦૦૦ ચોરસ કી.મી. સુધીના વિસ્તારોમાં સફાઈ અભિયાન ચાલુ રાખ્યો છે.

હવે મારી ટીમમાં ૫૦ લોકો છે. અમે મન્નારની ખાડી કન્યાકુમારીથી લઈને કેરળના કિલોન જીલ્લા સુધી દરીયાની સફાઈ કરીએ છીએ. તેમાંથી છૂટી ગયેલી જાળ કાઢીએ છીએ. અને પ્લાસ્ટિકના કચરા પણ. માછીમારોની જાળ દરિયામાં રીફમાં ફસાઈ જાય છે. તેમાં ફસાઈને માછલીઓ મરી જાય છે. જીવ-જંતુ ઘાયલ થઇ જાય છે. આ જાળ ૬૦૦ વરસો સુધી નાશ નથી થતી. દર મહીને તિરુવનંતપુરમમાં ૨૫૦૦ જાળ દરિયામાં ફેંકી દેવામાં આવે છે. અમે જયારે પણ દરિયામાં ઉતરીએ છીએ તો અમને સૌથી વધુ પ્લાસ્ટિકનો કચરો જ મળે છે.

૫. જયારે સિમેન્ટ ફેક્ટરીમાં કોલસાને જગ્યાએ આવેલા શેમ્પુ, પાવડર અને ક્રીમની બોટલો

વર્ષ ૨૦૦૭ની વાત છે જયારે એક દિવસ જબલપુરમાં આવેલી એસીસી સિમેન્ટ ફેક્ટરીની બહાર શેમ્પુ, પાઉડર અને ક્રીમની બોટલોથી ભરેલા ત્રણ ટ્રક આવ્યા. સિમેન્ટ પ્લાન્ટના હેડ ચકિત થઇ ગયા કે આ વસ્તુ કેમ આવી છે. પહેલા તેને લાગ્યું કે કદાચ કર્મચારી કલ્યાણ યોજના હેઠળ આવ્યો છે. પરંતુ જયારે પ્લાન્ટના હેડે બોટલોની તપાસ કરી તો જાણવા મળ્યું કે બધું ઉત્પાદન એક્સપાયર છે. ત્યારે પ્લાન્ટના હેડે વડી કચેરીમાં ફોન કર્યો, તો તેને જાણવા મળ્યું કે કેન્દ્રીય પદુષણ નિયંત્રણ બોર્ડના કહેવાથી હિન્દુસ્તાન યુનીલીવરે આ નકામાં ઉત્પાદન સિમેન્ટ ફેક્ટરીમાં મોકલ્યા છે. હેતુ એ હતો કે ફેક્ટરીમાં ઇંધણ તરીકે કોલસા સાથે આ વસ્તુનો પણ ઉપયોગ કરવામાં આવે. કેમ કે તેમાંથી પણ વધુ ગરમી ઉત્પન્ન થાય છે, જે સિમેન્ટ બનાવવામાં મદદ કરશે. તે પ્રયોગમાં સફળતા મળ્યા પછી હિન્દુસ્તાન યુનીલીવરે ચાર વર્ષોમાં એસીસી સિમેન્ટને ૧૩,૭૦૦ ટન નકામું ઉત્પાદન ખાસ કરીને ઇંધણ મોકલ્યું. હવે આ પદ્ધતિ કોલસા આધારિત મોટાભાગે સિમેન્ટ ફેકટરીઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

૬. પ્લાસ્ટિકની ઇંટો-ટાઈલ્સ બનવાની શરુ થઇ ગઈ છે દેશમાં

વાત ૨૦૧૭ની છે. કેન્દ્રીય વિજ્ઞાન મંત્રી ડો. હર્ષવર્ધન એક પ્રદર્શનમાં ગયા હતા. ત્યાં તે એક બાથરૂમમાં ગયા. તે બાથરૂમ જુદા જુદા રંગોની ટાઈલ્સ અને ઇંટો માંથી બનેલું હતું. તેમણે પૂછ્યું કે આ શું છે ત્યારે CSIR ના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ ઇંટો અને ટાઈલ્સ પ્લાસ્ટિક માંથી બનેલા છે. તેને દિલ્હીમાં CSIR ની ફીઝીક્સ લેબોરેટરીના વૈજ્ઞાનિક ડો. એસ કે ધવને બનાવ્યું હતું. તે ઇંટો અને ટાઈલ્સ ઉપર પાણી નથી જામતું. ન તો તે તૂટે છે. તેને નાશ થવામાં ઓછામાં ઓછા ૧૦૦૦ વર્ષ લાગશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.