પીએમ મોદીએ રોકડ કેશને લઈને કરી નવી જાહેરાત, આ 7 કડક નિયમો તોડસો તો ઘરે આવશે ટેક્સ નોટિસ.

0
2625

દેશમાં રોકડેથી ખરીદી ઉપર એક મર્યાદા નક્કી કરી છે. સરકારે તેના માટે પણ નિયમ બનાવ્યા છે અને જો તેને ધ્યાન બહાર કરવામાં આવશે, તો તમને આર્થિક બોજ પડી શકે છે, તમારે ભારે દંડ ચૂકવવો પડી શકે છે.

દેશના ૭૩માં સ્વાતંત્ર દિવસ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી તિરંગો ફરકાવ્યા પછી દેસવાસીઓને ડીઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા ઉપર ભાર આપ્યો. સાથે જ તેમણે સૂત્ર આપ્યું ‘લકી કલ કે લિયે લીક્લ’ પીએમે ‘ડીઝીટલ પેમેન્ટને હા અને રોકડ પેમેન્ટને ના’ કરવાની અપીલ કરી. લાલકિલ્લા ઉપરથી સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે ડીઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું રહેશે.

પીએમે કહ્યું હું વેપારીઓને કહીશ કે તમે બોર્ડ લગાવો છો, આજે રોકડા, કાલે ઉધાર, હું ઈચ્છું છું કે તમે હવે બોર્ડ લગાવો ‘ડીઝીટલ પેમેન્ટને હા રોકડને ના’ પરંતુ દેશમાં રોકડમાં ખરીદી કરવાની એક મર્યાદા નક્કી છે. સરકારે તેના માટે નિયમ બનાવ્યા છે અને જો તેને ધ્યાન બહાર કરવામાં આવશે, તો તમારે મોટો દંડ ચૂકવવો પડી શકે છે.

આજે અમે તમને જણાવીશું કેશમાં લેવડ દેવડ સાથે જોડાયેલા ૭ નિયમ વિષે.

ટેક્સ નિષ્ણાંત જણાવે છે કે મોદી સરકારે કેશ લેવા માટે ખાસ નિયમ બનાવ્યા છે. તે નિયમોમાં પ્રોપર્ટી વેચવા ઉપર કેસમાં વધુ લેવડ દેવડ નથી કરી શકતા.

૧. ઘરમાં કેશ રાખવાની લીમીટ શું છે : ટેક્સ નિષ્ણાંત જણાવે છે કે ઘરમાં કેશ રાખવાની કોઈ મર્યાદા નક્કી નથી, પરંતુ ઘરમાં રાખવામાં આવેલી કેસના સોર્સ જણાવવા જરૂરી હોય છે. જો કોઈ સોર્સ ન બતાવી શક્યા, તો તે બાબતમાં ૧૩૭% સુધી પેનલ્ટી લગાવવામાં આવી શકે છે.

૨. બેંક માંથી કેશ કાઢવા અને જમા કરવાના નિયમ શું છે : આ ટેક્સ નિષ્ણાંતનું કહેવું છે કે બેંક ખાતામાં કેશ કાઢવા ઉપર હાલમાં કોઈ ટેક્સ નથી લાગતો, ૫ જુલાઈ ૨૦૧૯ના રોજ રજુ કરવામાં આવેલા એક બજેટમાં કેસ ઉપાડ ઉપર ટેક્સ લગાવવાની જાહેરાત થઇ છે. તે એ છે કે ૧ કરોડ રૂપિયાથી વધુ કેશ ઉપાડવા ઉપર ૨ ટકા TDS કપાશે.

બેંકમાં કેશ જમા કરાવવા ઉપર કોઈ લીમીટ નથી. નિયમ જમા કરાવેલ રકમની જાણકારી આપવાને લઈને છે. સેવિંગ એકાઉન્ટને લઈને થોડા નિયમ નક્કી કરવામાં આવ્યા છે. એક વખતમાં ૨ લાખ રૂપિયા કે તેનાથી વધુ જમા કર્યા.

પરંતુ સેવિંગ એકાઉન્ટમાં ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ કેશ જમા કરી રહ્યા છો, તો તેવામાં તમારે પેન કાર્ડ નંબર આપવો જરૂરી છે. કેશમાં પે-ઓર્ડર કે ડીમાંડ ડ્રાફ્ટ પણ બનાવરાવી રહ્યા છો, તો પે-ઓર્ડર DDની બાબતમાં પણ પેન નંબર આપવાનો રહેશે.

એક વર્ષમાં ૧૦ લાખ રૂપિયા કે તેનાથી વધુ જમા કરવામાં આવશે, તો તેવામાં નામ અનુઅલ ઇન્ફોર્મેશન રીપોર્ટમાં જશે. અને સેવિંગ ખાતા ઉપરાંત ચાલુ ખાતા માટે આ મર્યાદા ૫૦ લાખ રૂપિયા સુધી છે.

૩. જો પ્રોપર્ટી વેચવા ઉપર કેશ મળે તો ટેક્સ નિષ્ણાંતના જણાવ્યા મુજબ પ્રોપર્ટી વેચવા ઉપર કેશ લેવાની મર્યાદા નક્કી છે. હવે તમે માત્ર ૨૦,૦૦૦ રૂપિયા કેશની લેવડ દેવડ કરી શકો છો. હવે ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ કેશ લેવા ઉપર ૧૦૦ ટકા પેનલ્ટી લાગશે.

૪. જો કેશમાં પેમેન્ટ કરવું હોય તો શું નિયમ છે : કેશમાં ચુકવણું કરવાની મર્યાદા પણ પહેલાથી નક્કી છે. તમારે તમારા અંગત ખર્ચ ધંધાકીય ખર્ચ માટે નિયમ પણ નક્કી છે. અંગત ખર્ચ માટે ૨ લાખ રૂપિયા સુધી કેશની ચુકવણી થાય છે. અને ધંધા માટે ૧૦,૦૦૦ રૂપિયા સુધી કેશ લીમીટ નક્કી છે.

લગ્નમાં કેશ ખર્ચ કરવાના નિયમ શું છે : ટેક્સ નિષ્ણાંત ગૌરી ચડ્ડા જણાવે છે કે લગ્નમાં કેશ ખર્ચ કરવા ઉપર કોઈ લીમીટ નથી. લગ્નમાં રોકડના ઉપયોગને લઈને નિયમ છે.

૨ લાખ રૂપિયાથી વધુ એક વ્યક્તિ પાસેથી ખરીદી કરી છે, તો તેવામાં ઇન્કમ ટેક્સ વિભાગ પાસે તમારું નામ જશે.

એટલે જરૂર પડવા ઉપર વિભાગ સોર્સ પૂછી શકે છે. જો તમે સાચા જવાબ નથી આપી શકતા તો ૭૮% ટેક્સ અને વ્યાજ લાગશે.

૫. ગીફ્ટ કેશ આપવાના શું નિયમ છે : ગૌરી જણાવે છે કે કેશમાં ગીફ્ટ તમે એક ચોક્કસ મર્યાદા સુધી આપી શકો છો. ૨ લાખ રૂપિયાથી ઓછી રકમ તમે ગીફ્ટમાં આપી શકો છો. જો ૨ લાખ રૂપિયાથી વધુ કેશ ગીફ્ટ હશે તો ૧૦૦% પેનલ્ટી લાગશે.

અને ૨ લાખ રૂપિયાની છૂટ પણ માત્ર સંબંધિઓ માટે છે. સંબંધિઓ ઉપરાંત કોઈ બીજાને કેશ ગીફ્ટ આપવી છે, તો તેવામાં ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ ગીફ્ટ નથી લઇ શકતા. તેવામાં ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ લેવામાં આવશે, તો ટેક્સ ચૂકવવો પડશે.

૬. કેશમાં લેવડ દેવડના નિયમ શું છે : જો કોઈ તમને લોનની રકમ બેંક સીધા ખાતામાં જ મોકલે છે, તો તે મર્યાદા ૨૦ હજાર રૂપિયા છે. અને ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ કેશ લોન લીધી તો ૧૦૦ ટકા પેનલ્ટી ચૂકવવી પડશે.

૭. કેશમાં દાન આપવાના નિયમ શું છે : કેશમાં ડોનેશન આપી રહ્યા છો, તો માત્ર ૨૦૦૦ રૂપિયા સુધી આપો. ૨૦૦૦ રૂપિયાથી વધુ કેશ દાન આપશો તો ૮૦Gમાં છૂટ નહિ મળે. ઇન્કમ ટેક્સમાં ૮૦G હેઠળ ડોનેશન ઉપર છૂટ મળે છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.