પીએમ મોદીએ કરી આ વિશેષ યોજનાની શરૂઆત, 3000 ગામોને મળશે તેનો ફાયદો.

0
270

ગામડાના લોકોની આ મોટી મુશ્કેલી દૂર કરવા માટે સરકારે શરૂ કરી આ નવી યોજના, થશે 3000 ગામોને ફાયદો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે જળજીવન મિશન હેઠળ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર અને સોનભદ્રમાં ગ્રામીણ વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડતી યોજનાનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા આ યોજનાનો શિલાન્યાસ કર્યો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તે દરમિયાન હાજર રહ્યા. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ લાખો કુટુંબોને નળમાંથી શુદ્ધ પીવાનું પાણી મળશે.

તેમણે જણાવ્યું કે સોનભદ્ર અને મિર્ઝાપુરમાં જે સંસાધન ઉપલબ્ધ છે, તેના કારણે લોકો આ ક્ષેત્રતરફ આકર્ષિત થાય છે. પ્રધાનમંત્રીએ તે દરમિયાન કોંગ્રેસ ઉપર નિશાન સાધતા કહ્યું કે, હવે પહેલાની જેમ દિલ્હીમાં યોજનાઓ નક્કી નથી થતી. તેમણે કહ્યું કે આઝાદીના દશકો પછી પણ આ ક્ષેત્ર ઉપેક્ષાનો ભોગ બનેલો રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઘરે-ઘરે પાઈપથી પાણી પહોંચાડવાને કારણે જ આપણી માતાઓ અને બહેનોનું જીવન સરળ થઇ રહ્યું છે. તેનો એક મોટો ફાયદો ગરીબ કુટુંબના આરોગ્યને પણ થયો છે. તેનાથી ગંદા પાણીથી થતા કોલેરા, ટાઈફોઈડ, ઈંસેફલાઈટીસ જેવી અનેક બીમારીઓમાં પણ ઘટાડો થઇ રહ્યો છે.

મિર્ઝાપુર, સોનભદ્રમાં પીવાનું પાણી પૂરું પાડતી યોજનાના શિલાન્યાસમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, ’70 વર્ષમાં વિંધ્ય ક્ષેત્રના માત્ર 398 ગામમાં પીવાના પાણીની આપૂર્તિ કરવાની યોજનાઓનું નિયમન કરી શકાયું. આજે અમે આ ક્ષેત્રના ૩,૦૦૦ થી વધુ ગામોમાં આ પ્રકારની યોજનાઓ આગળ વધારીશું.

અહિયાં વાંચો પ્રધાનમંત્રી મોદીના સંબોધનની મોટી વાતો :

અભ્યાસની સાથે સાથે કમાણીની સંભાવનાને ધ્યાનમાં લેવામાં આવી રહી છે. વન ઉત્પાદનોની વધુ કિંમત આદિવાસી મિત્રોને મળે તેના માટે 1,250 વન ધન કેન્દ્ર આખા દેશમાં ખોલવામાં આવ્યા છે. તેના માધ્યમથી સેંકડો કરોડ રૂપિયાનો વેપાર પણ કરવામાં આવ્યો છે.

આદિવાસી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ તો આજે પહોંચી જ રહી છે, પરંતુ આ વિસ્તારો માટે વિશેષ યોજનાઓ હેઠળ પણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જનજાતીના યુવાનોના શિક્ષણ માટે દેશમાં સેંકડો નવા એકલવ્ય મોડલ સ્કુલ સ્વીકૃત કરવામાં આવ્યા છે.

આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આદિવાસી ક્ષેત્રોમાં વન ઉપજ આધારિત ઉદ્યોગ ઉભા થાય, તેના માટે પણ જરૂરી સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે. આધિવાસી ક્ષેત્રોના વિકાસ માટે પૈસાની ઉણપ ન ઉભી થાય, તેના માટે ડીસ્ટ્રીકટ મિનરલ ફંડ બનાવવામાં આવ્યા છે.

અને બીજી તરફ પડતર જમીન ઉપર ખેડૂત સૌર ઉર્જાથી વીજળી પેદા કરીને વધારાની કમાણી કરી શકે, તેના માટે પણ મદદ કરવામાં આવી રહી છે. આપણા અન્નદાતા ઉર્જાદાતા બને એવો અમારો પ્રયત્ન છે.

સિંચાઈ સાથે જોડાયેલી સુવિધાઓના અભાવે વિંધ્યાચલ જેવા દેશના અનેક વિસ્તારો વિકાસમાં પાછળ રહી ગયા. પરંતુ આ ક્ષેત્રમાં વર્ષોથી અટકેલી સિંચાઈ યોજનાઓ પૂરી કરવામાં આવી રહી છે.

આજે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ આ મંત્ર દેશના દરેક ભાગમાં દેશના દરેક નાગરિકના વિશ્વાસનો મંત્ર બની ગયો છે. આજે દેશના દરેક લોકો, દરેક ક્ષેત્રને લાગી રહ્યું છે કે તેના સુધી સરકાર પહોંચી રહી છે, અને તે પણ દેશના વિકાસમાં ભાગીદાર છે.

સિંચાઈ સાથે જોડાયેલી સુવિધાઓના અભાવે વિંધ્યાચલ જેવા દેશના અનેક વિસ્તારો વિકાસની દોડમાં પાછળ રહી ગયા. પરંતુ આ ક્ષેત્રમાં વર્ષોથી અટકેલી સિંચાઈ યોજનાઓ પૂરી કરવામાં આવી રહી છે.

અમે વિંધ્ય ક્ષેત્રના વિકાસ માટે દરેક શક્ય પ્રયત્નો કરી રહ્યા છીએ. મેડીકલ ઈંફ્રાસ્ટ્રક્ચર બનાવવું હોય કે રોડ બનાવવાના હોય, દરેક ઉપર ઝડપથી કામ ચાલી રહ્યા છે.

યુપીમાં તો યોગીજીની સરકારના પ્રયત્નોથી જે રીતે ઈંસેફેલાઈટીસના કેસોમાં ઘટાડો આવ્યો છે, તેની ચર્ચા તો દુર દુર સુધી નિષ્ણાંતો કરી રહ્યા છે.

દેશના બીજા ગામોની જેમ આ વિસ્તારમાં પણ વીજળીની ઘણી મોટી સમસ્યા હતી. આજે આ વિસ્તાર સૌર ઉર્જાના ક્ષેત્રમાં દુનિયામાં અગ્રેસર બનતો જઈ રહ્યો છે. ભારતનું મુખ્ય કેન્દ્ર છે. મિર્ઝાપુરનો સૌર ઉર્જા પ્લાન્ટ અહિયાં વિકાસનો નવો અધ્યાય લખી રહ્યો છે.

જયારે તમારા ગામના વિકાસ માટે જાતે નિર્ણય લેવાની સ્વતંત્રતા મળે છે, તે નિર્ણય ઉપર કામ થાય છે, તો તેનાથી ગામના દરેક વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. આત્મનિર્ભર ગામ, આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ મળે છે.

સરકાર એક સાથીની જેમ, એક સહાયકની જેમ તમારી સાથે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને જે પાકા મકાન બની રહ્યા છે, તેમાં પણ તે જ વિચારસરણી પ્રદર્શિત થઇ રહી છે. ક્યા વિસ્તારમાં કેવું ઘર હશે, પહેલાની જેમ હવે તે દિલ્હીમાં નક્કી નથી થતું.

યુપીમાં જે રીતે કોરોનાનો સામનો કરવામાં આવી રહ્યો છે. બહારથી પાછા ફરેલા લોકોની કાળજી રાખવામાં આવી રહી છે, તે કોઈ નાની વાત નથી.

આ યોજનાનો લાભ માણસની સાથે સાથે પશુધનને પણ થઇ રહ્યો છે. પશુઓને સ્વચ્છ પાણી મળે તો તે પણ સ્વસ્થ રહે છે. પશુ સ્વસ્થ રહે અને ખેડૂતને, પશુપાલકને તકલીફ ન પડે, તે હેતુને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા છીએ.

આજે જે પ્રકારે ઉત્તર પ્રદેશમાં એક પછી એક યોજનાઓ લાગુ થઇ રહી છે, તેનાથી ઉત્તર પ્રદેશની, અહીંયાની સરકારની અને અહીંયાના સરકારી કર્મચારીઓની છાપ સંપૂર્ણ રીતે બદલાઈ રહી છે.

જયારે વિંધ્યાચલના હજારો ગામોમાં પાઈપથી પાણી પહોંચશે, તો તેનાથી પણ આ ક્ષેત્રના માસુમ બાળકોનું આરોગ્ય સુધરશે, તેમનો શારીરિક અને માનસિક વિકાસ વધુ સારો થશે.

આવનારા સમયમાં જયારે અહીંયાના ૩ હજાર ગામો સુધી પાઈપથી પાણી પહોંચશે તો 40 લાખથી વધુ સાથીઓનું જીવન બદલાઈ જશે. તેનાથી યુપીના, દેશના દરેક ઘર સુધી જળ પહોંચાડવાના સંકલ્પને પણ વેગ મળશે.

આઝાદીના દશકો પછી પણ આ ક્ષેત્ર ઉપેક્ષાનો ભોગ બન્યો છે. આ આખો વિસ્તાર સંસાધનો પછી પણ અભાવનું ક્ષેત્ર બની ગયું. આટલી બધી નદીઓ હોવા છતાં પણ આ વિસ્તારની ઓળખ સૌથી વધુ તરસ્યા, દુષ્કાળ પ્રભાવિત ક્ષેત્રની રહી.

દરેક ઘરે જળ પહોંચાડવાના અભિયાનને હવે દોઢ વર્ષ થવા જઈ રહ્યું છે. તે દરમિયાન દેશમાં 2 કરોડ 60 લાખથી વધુ કુટુંબોને તેમના ઘરમાં નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં લાખો કુટુંબ ઉત્તર પ્રદેશના પણ છે.

રહીમ દાસજીએ પણ કહ્યું છે – ‘जा पर विपदा परत है, सो आवत यही देश।’ રહીમ દાસજીના આ વિશ્વાસનું કારણ આ વિસ્તારના અપાર સાધન અને અહિયાં રહેલી અપાર સંભાવનાઓ હતી.

વિંધ્ય પર્વતનો આ આખો વિસ્તાર, પુરાતન કાળથી જ વિશ્વાસનું, પવિત્રતાનું, આસ્થાનું એક ઘણું મોટું કેન્દ્ર રહ્યું છે.

જીવનની મોટી સમસ્યા જયારે ઉકેલાવા લાગે છે, તો અલગ જ વિશ્વાસ છલકવા લાગે છે. તે વિશ્વાસ, ઉત્સાહ તમારામાં જોઈ શકાય છે. પાણી પ્રત્યે તમારામાં સંવેદનશીલતા કેટલી છે, તે પણ જોવામાં આવી રહ્યું છે. સરકાર તમારી સમસ્યાઓ સમજીને તેનું સમાધાન કરી રહી છે.

તમારા લોકોના ઉત્સાહથી લાગે છે કે યોજના સમય પહેલા પૂરી થઇ જશે. માં વિંધ્યવાસીનીની આપણી ઉપર મોટી કૃપા છે. આજે એક મોટી યોજનાની શરુઆત થઇ રહી છે. લાખો કુટુંબને આ યોજનાથી નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી મળશે.

આ માહિતી અમરઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.