રસોડાનો પાઇપ તૂટ્યો તો રિપેર કરવા માટે પ્લમ્બરે માંગ્યા આટલા લાખ રૂપિયા, બિલની થઈ રહી છે ચર્ચા.

0
159

ફક્ત રસોડાના પાઈપને રિપેર કરવા માટે આ પ્લમ્બરે માંગ્યા લાખો રૂપિયા, પૂછ્યું તો બોલ્યો 1 કરોડ પણ….

બ્રિટનમાં એક પ્લમ્બર પોતાની ઈચ્છા અનુસાર ચાર્જ લેવાના કારણે ચર્ચામાં આવ્યો છે. વાત એમ છે કે આ પ્લમ્બર એક વિધાર્થીના ઘરે પહોંચ્યો અને એક તૂટેલા પાઈપને રિપેર કરવા માટે તેણે ચાર લાખ રૂપિયાનું બિલ બનાવી દીધું. આ જોઈને એશ્લે ડગલસ નામનો વિધાર્થી આશ્ચર્યચકિત થઈ ગયો.

23 વર્ષનો એશ્લે હૈંટ્સમાં રહે છે. તેણે ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મેં જોયું કે મારા રસોડામાં ઘણું બધું પાણી ભરાયેલું છે, તેનું કારણ એ હતું કે રસોડાના સીંકમાં જે પાઇપ લાગેલો હતો તે તૂટી ગયો હતો, અને તેના લીધે ઘણું બધું પાણી વેડફાઈ ગયું હતું. પછી મેં તરત જ ‘એમ પીએમ પ્લમ્બર સર્વિસ’ ના પ્લમ્બર મેહદી પૈરવીને બોલાવ્યો.

એશ્લેએ આગળ જણાવ્યું કે, મેં શરૂઆતમાં જ તે પ્લમ્બરને પૈસા વિષે પૂછી લીધું હતું, પણ તે પ્લમ્બરે મારા સવાલને સંપૂર્ણ રીતે ધ્યાન બહાર કરી દીધો અને પોતાના કામમાં લાગી ગયો. પરંતુ કામ પૂરું થયા પછી તે વ્યક્તિએ લગભગ 3900 પાઉન્ડ્સ (લગભગ ચાર લાખ) નું બિલ બનાવ્યું હતું.

એશ્લેએ જણાવ્યું કે, તે વ્યક્તિ મારી પાસેથી તે જ સમયે પૈસા માંગવા લાગ્યો. આ ઘટના વિષે મેહદીએ એવું જણાવ્યું કે, હું પોતાની સર્વિસના એક કલાકના 1 કરોડ પણ માંગી શકું છું. અને મને નથી લાગતું કે તેનાથી કોઈને ફરક પડવો જોઈએ. હું મારા જ્ઞાન અને મારી વિશેષતા પ્રમાણે પૈસા ચાર્જ કરું છું.

તો આ બાબતમાં વાત કરતા ‘એનડી પ્લમ્બિંગ સર્વિસ’ ના પ્લમ્બર નીલ ડગલરે જણાવ્યું કે, આ કામ સરળતાથી 250 પાઉન્ડ્સ એટલે 25 હજારમાં થઇ શકતું હતું. અને એ સ્પષ્ટ છે કે તે વ્યક્તિ આ વિધાર્થીને લૂ ટવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ બાબતમાં એશ્લે હવે પોલીસમાં ફરિયાદ નોંધવવાનું વિચારી રહ્યો છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.