ઓનલાઇન ગેમ રમીને કમાઈ શકો છો ઢગલા બંધ પૈસા, અહીં જાણો રીત.

0
103

તમે નવરાશના સમયમાં ઓનલાઇન ગેમ રમીને પણ કરી શકો છો સારી કમાણી, જાણો કઈ રીતે. હાલના દિવસોમાં ઘણી બધી ઓનલાઇન ગેમ રહેલી છે, જે રમીને તમે સારી કમાણી કરી શકો છો. આમાં તમારે પોતાનું રજીસ્ટ્રેશન કરવું પડશે અને સમયે સમયે એપ્લિકેશનને અપડેટ પણ કરવાની હોય છે. આ ગેમોમાં તમે જેટલું સારું રમશો, એટલા વધારે પૈસા તમે કમાઇ શકો છો. પણ યાદ રહે કે એવું કહેવામાં આવે છે કે, કોઈ પણ વસ્તુની વધારે માત્રા તમને મુશ્કેલીમાં મુકી શકે છે. રમતને આનંદ માટે રમો. બસ ધ્યાન રહે કે તેની લત ન લાગી જાય. આવો જાણીએ એવી કેટલીક લોકપ્રિય ઓનલાઇન ગેમ વિષે જેને રમીને તમે પૈસા કમાઈ શકો છો.

ડ્રીમ 11 (Dream 11) : હાલના દિવસોમાં ડ્રીમ 11 ની ચર્ચાઓ દરેક જગ્યાએ છે. ઘણા લોકોના કરોડપતિ બનવાના સમાચાર પણ આવ્યા છે. હકીકતમાં ડ્રીમ 11 ની શરૂઆત 2008 માં હર્ષ જૈન અને ભિવિત શેઠ દ્વારા કરવામાં આવી હતી. આજે તેના વપરાશકારોની સંખ્યા કરોડોમાં છે. આ કંપનીની ગણતરી દુનિયાભરની જાણીતી કંપનીઓમાં થાય છે.

જો તમે વિચારી રહ્યા છો કે, આઇપીએલ દરમિયાન તમે ફક્ત ક્રિકેટ માટે જ ડ્રીમ 11 એપમાં ગેમ રમી શકો છો, તો એવું નથી. આ એપને ઇન્સ્ટોલ કરીને તમે ક્રિકેટ ઉપરાંત ફુટબોલ, કબડ્ડી પણ ઓનલાઇન રમી શકો છો. આ ગેમમાં ઘણી કેસ પ્રાઈઝ ઉપરાંત તમે અસલી પૈસા પણ જીતી શકો છો. જો તમે ઇચ્છો તો તેમાં એક આખી ટીમ બનાવી શકો છો. તેને રમવા માટે તમારે આગામી મેચ્સ પસંદ કરવાની રહેશે, જેના પછી તમારે તમારી ડ્રીમ 11 ટીમ સેટ કરવાની રહેશે, તેના માટે તમને 100 ક્રેડિટ્સ પણ મળશે.

ક્વિઝ વીન (Quiz Win) : જે લોકો ગેમના શોખીન હોય છે તે કોઈ પણ રીતે ગેમ તો રમે જ છે, અને જો તેઓને ગેમની સાથે પૈસા કમાવવાનો મોકો મળે તો તેનાથી વધુ સારૂ શું હોઈ શકે. ક્વિઝ વીનમાં ઓનલાઇન ગેમ રમવી અને જીતવું એટલું પણ મુશ્કેલ નથી. ક્વિઝ વીન ઓનલાઇન ગેમ પેટીએમ સાથે જોડાયેલી છે. મજાની વાત એ છે કે, તમે કેટલાક સરળ પ્રશ્નોના જવાબ આપીને પેટીએમ કેશ પણ જીતી શકો છો.

પોકર બઝાઇ (Poker bazai) : આ ગેમના યુઝરફ્રેન્ડલી ઇન્ટરફેસને કારણે દરેક ઓનલાઇન ગેમ્સમાં આને સૌથી વધુ પસંદ કરવામાં આવી રહી છે. આ કારણે તેને રમવી સરળ છે અને એક સારો અનુભવ પણ મળે છે. આમાં તમે યુઝર તરીકે પોકર સિવાય અન્ય ઘણી ટૂર્નામેન્ટ્સ રમી શકો છો. તેની સારી વાત એ છે કે, તેમાં કોઈ સમસ્યા હોય ત્યારે તમને કસ્ટમર કેયર સપોર્ટ પણ મળે છે. એટલે કે તમે રમત સાથે સંબંધિત કોઈપણ પ્રશ્ન ફોન કરીને પૂછી શકો છો.

ક્લાસિક રમી (Classic rummy) : આમાં તમે ફક્ત 5 રૂપિયા આપીને ટૂર્નામેન્ટ પણ રમી શકો છો. ક્લાસિક રમી સૌથી વધારે પોતાના બોનસને લઈને લોકપ્રિય છે, સાથે સાથે તેમાં ઘણી પ્રમોશનલ એક્ટિવિટી પણ ચાલતી રહે છે. ક્લાસિક રમી ભારતની સૌથી જૂની રમી વેબસાઇટ્સમાંની એક છે, જ્યાં યુઝર્સ ગેમ રમીને અસલી પૈસા કમાઇ શકે છે.

એસ ટુ થ્રી (Ace2Three) : આ ગેમમાં લગભગ 8 મિલિયન જેટલા રમી ખેલાડીઓ જોડાયેલા છે, તેમાં તમે ઘણા પ્રકારની ટૂર્નામેન્ટોમાં પણ ભાગ લઈ શકો છો, અને જુદા જુદા પ્રકારની રમી ગેમ રમી શકો છો. આ એક લોકપ્રિય ઓનલાઇન રમી ગેમ છે, જ્યાં તમે રમી ગેમ રમીને અસલી પૈસા કમાઈ શકો છો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.