પ્લાસ્ટિક કચરા માંથી પેટ્રોલ બનાવે છે આ દેશી એન્જીનીયર, કિંમત ફક્ત 40 રૂપિયા લિટર, જાણો કેવી રીતે.

0
2969

પ્લાસ્ટિકનો કચરો એક એવી વસ્તુ છે, જેનાથી સરળતાથી છુટકારો નથી મેળવી શકાતો, તે આપણા પર્યાવરણને પણ ઘણું જ નુકશાન પહોચે છે. ખાસ કરીને દરિયાઈ અને પર્યટક વાળા એરિયાની વાત કરીએ તો અહિયાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. દરિયામાં તો હવે માછલીઓથી વધુ કચરો જોવા મળે છે. જો આમ જ ચાલતું રહ્યું તો તે દિવસ દુર નથી, જયારે આપણું પર્યાવરણ ઘણા મોટા સંકટમાં પડી જાય. આમ તો ઘણા લોકો એવા પણ છે, જે આવા પ્રકારની સમસ્યાઓ માંથી છુટકારો મેળવવાની દિશામાં કામ કરી રહ્યા છે.

એવા જ એક વ્યક્તિ છે પ્રોફેસર સતીશ કુમાર, જેમણે પ્લાસ્ટિકના નકામાં કચરામાંથી સસ્તું પેટ્રોલ બનાવવાની રીત શોધી કાઢી છે. તેનો આ પ્રયાસ ભવિષ્યને સુધારવામાં કામ આવી શકે છે. આવો આ સંપૂર્ણ બાબતને વિસ્તારથી જાણીએ.

૪૫ વર્ષની ઉંમર ધરાવતા સતીશ કુમાર એક એન્જીનીયર છે અને હૈદરાબાદના રહેવાસી છે. તેમણે પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવવા માટે કાયદેસર પોતાની એક કંપની ખોલી છે. આ કંપનીમાં દરરોજ ૨૦૦ લીટર પેટ્રોલ બનાવવામાં આવે છે. પ્લાસ્ટિકને પેટ્રોલમાં બદલવા માટે ત્રણ લેવલની પ્રોસેસ થાય છે, જેને પ્લાસ્ટિક પેરોલીસીસ કહેવામાં આવે છે.

પ્રોફેસર સતીશ જણાવે છે કે ૫૦૦ કિલોના પ્લાસ્ટિકમાંથી ૪૦૦ લીટર તેલ તૈયાર કરવામાં આવી શકે છે.રસપ્રદ વાત એ છે કે આ પ્રકિયામાં ન તો પાણીની જરૂર પડે છે અને ન તો કોઈ ખરાબ પદાર્થ નીકળે છે. એટલું જ નહિ તેનાથી વાયુ પદુષણ પણ થતું નથી. ખાસ કરીને આ આખી પ્રોસેસ વેક્યુમ સીસ્ટમ ઉપર આધારિત છે.

પ્રોફેસર સતીશે જણાવ્યું કે આ કામ દ્વારા તેમનું લક્ષ્ય પૈસા કમાવાનું નથી પરંતુ પર્યાવરણને સુરક્ષિત રાખવાનું છે. તેમની વિચારસરણી એવી છે કે આ કંપનીમાંથી તે નફો કમાવા તરફ જ કામ નહિ કરે પરંતુ પોતાના ભવિષ્યને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરશે. એટલું જ નહિ તે આ ટેકનોલોજીને કોઈપણ બિજનેશ સાથે શેર કરવા માટે પણ તૈયાર છે, જેથી વધુ પ્રમાણમાં આ પ્લાસ્ટિકના કચરામાંથી છુટકારો મેળવી શકાય.

જાણકારી મુજબ સતીશ કુમારે આ કામ વર્ષ ૨૦૧૫માં શરુ કર્યું હતું. એટલે કે અત્યાર સુધી તે ૫૦ ટન પ્લાસ્ટિકને તેલમાં બદલી ચુક્યા છે. આ પ્રક્રિયા માટે તેમણે એવા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો. જેને રીસાયકલ કરી શકવું શક્ય ન હતું. એવી રીતે આ વિચાર પણ પર્યાવરણના હિતમાં જ જોડાઈ ગયો. એક બીજી રસપ્રદ વાત એ છે કે પ્રોફેસર સતીશની કંપની પ્લાસ્ટિકમાંથી તૈયાર કરવામાં આવેલા આ પેટ્રોલને ૪૦ રૂપિયે પ્રતિ લીટરના ભાવે વેચી રહી છે.

જો કે વર્તમાન સમયના પેટ્રોલના ભાવથી લગભગ અડધી છે. તે આ પ્લાસ્ટિકમાંથી માત્ર પેટ્રોલ જ નહિ પરંતુ ડીઝલ અને વિમાનનું ઇંધણ પણ બનાવી રહ્યા છે. આમ તો આ પેટ્રોલ ગાડીઓના એન્જીન માટે કેટલું યોગ્ય છે, તેની તપાસ થવી હજુ બાકી છે.

તે ઘણી સારી વાત છે કે લોકો પર્યાવરણની જ એટલી જાળવણી રાખી રહ્યા છે અને આપણી આવનારી પેઢી માટે એક સુરક્ષિત દુનિયા બનાવી રહ્યા છે. નહિ તો આજના સમયમાં તો લોકોને પોતાના પર્યાવરણની દરકાર જ નથી હોતી. અમારી તમને વિનંતી છે કે આ સમાચારને વધુમાં વધુ શેર કરો, જેથી પ્રોફેસર સતીશ કુમારના ઉમદા વિચાર બધા પાસે પહોચી શકે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.