ગ્રામીણ વિસ્તારોમાં પ્લાસ્ટિકના ઉપયોગથી બનશે 1.25 લાખ કી.મી. લાંબા રોડ, મળી મંજુરી

0
681

આજના સમયમાં એક ખુબ જ મોટી સમસ્યા હોય તો એ છે પ્લાસ્ટિકનો નિકાલ. દરેક જગ્યાએ પ્લાસ્ટીકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેમ છતાંપણ લોકો પ્લાસ્ટિકના ઉપયોગ વગર જીવી શકતા નથી. જ્યાં સુધી લોકો પોતાની જાતે પ્લાસ્ટિકનો ત્યાગ નહિ કરે ત્યાં સુધી પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ થવાનો નથી. અને તેનો નિકાલ કરવાનો પ્રશ્ન એટલો વિકટ છે કે, તેના વિષે વિચારવું પણ એક બિહામણા સપના જેવું છે. આજે તેના નિકાલ વિષે સરકાર પણ પોતાના પ્રયત્નો કરતી રહે છે.

મળેલી જાણકારી અનુસાર જણાવી દઈએ કે, દિલ્હીમાં બુધવારે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબીનેટની બેઠક યોજાઈ હતી. જ્યાં ગ્રામીણ વિસ્તારોમાં પરિવહન વ્યવસ્થાને સારી બનાવવા ઉપર ભાર આપવામાં આવ્યો છે. તેના માટે કેન્દ્રીય કેબીનેટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબ્બકાને મંજુરી આપી દીધી છે. તેની હેઠળ ૮૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે દેશમાં ૧.૨૫ લાખ કી.મી. લાંબા રોડ બનાવામાં આવશે.

પ્લાસ્ટિકના ઉપયોગથી બનશે રોડ :

ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના જણાવ્યા મુજબ જે રાજ્યોએ પહેલા અને બીજા તબ્બકા દરમિયાન સારો દેખાવ કર્યો છે, ત્યાં સૌથી પહેલા ત્રીજા તબ્બકાનું કાર્ય શરુ કરવામાં આવશે. આ રાજ્યોમાં ગુજરાત, કર્ણાટક અને હરિયાણા રહેલા છે. નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, ત્રીજા તબ્બકામાં રોડ બનાવવામાં પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ કરવામાં આવશે. તેમાં ખેતીને ફાયદો થશે અને રોજગારની તકો ઉપલબ્ધ થશે. રાજ્યોએ ત્રીજા તબ્બકા માટે કેન્દ્ર સાથે મંજુરી પત્ર ઉપર સહી કરવાની રહેશે.

૨૦૨૫ સુધીમાં સંપૂર્ણ ૧.૭૧ લાખ વિસ્તારોને રોડથી જોડવાનું કામ પૂરું કરવામાં આવશે :

નરેન્દ્ર સિંહ તોમરે વાજપેયી સરકારના કાર્યકાળમાં થયેલા રોડ બનાવવાના કાર્યની વાત કરતા કહ્યું કે, તે સમયે ૧.૭૧ લાખ વિસ્તારોને રોડ સાથે જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાંથી ૯૦ ટકા કાર્ય પૂરું થઇ ગયું છે. તેમ છતાંપણ થોડા સ્થળો હજુ પણ પાકા રસ્તા સાથે જોડાયેલા નથી. ત્રીજા તબ્બકાને વર્ષ ૨૦૨૪-૨૫ સુધી પૂરું કરી દેવામાં આવશે. જો આ યોજના સફળ થઈ જાય તો ઘણી મોટી માત્રામાં પ્લાસ્ટિકનો નિકાલ થઈ શકે એમ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.