યોગ્ય રંગના છોડથી થશે બરકત, આવી રીતે વધશે ઘરમાં સમૃદ્ધિ.

0
170

ઘરના છોડ પણ હોય છે વાસ્તુનો ભાગ, આ રંગનો છોડ વધારે છે ઘરની ધન સંપત્તિ. વાસ્તુ અનુસાર ઘરની ઉર્જા બરાબર રહેવાથી ઘરમાં રહેતા દરેક વ્યક્તિઓનું સ્વાસ્થ્ય પર સારું રહે છે, અને ધન પણ જળવાઈ રહે છે. ધનની અછત વ્યક્તિના જીવનમાં અડચણ ઉભી કરે છે. એવામાં ઘરમાં લાગેલા છોડનું પોતાનું એક અલગ જ મહત્વ હોય છે. ઘરમાં જાંબલી રંગના છોડ શુભ માનવામાં આવે છે, તે ધન લઈને આવે છે. આ છોડ આર્થિક સંપૂર્ણતાનું પ્રતીક હોય છે.

જે ઘરમાં જાંબલી રંગના ફૂલ આપવાવાળું છોડ હોય છે, તે ઘણી શુભતા લાવે છે. પણ એક વસ્તુનું ધ્યાન રાખવું કે, ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ઘણા મોટા છોડ ન રોપો. જો તમે છોડ નથી રોપી શકતા તો પર્પલ રંગ એટલે કે જાંબલી રંગના છોડનો ફોટો પણ લગાવી શકો છો.

અમુક છોડ ઘરની સકારાત્મક ઉર્જાને વધારે છે જેવા કે વાંસના છોડ, કમળના ફૂલ અથવા તુલસીના છોડ. તે ઘરના ભાગ્યને વધારે છે. મની પ્લાન્ટ પણ ઘરમાં લગાવવું ઘણું શુભ ગણાય છે. આ છોડને ઘરની દક્ષિણ પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં બેઠક રૂમમાં લગાવવું શુભ માનવામાં આવે છે.

જો તમે ઘરમાં ફૂલોનું એક સારું અરેંજમેંટ અથવા બુકે રાખો છો તો પણ તે ઘણું શુભ માનવામાં આવે છે. તેમાં રંગબેરંગી ફૂલ વધારે સારા માનવામાં આવે છે. તમારે ઉત્તર પૂર્વ દિશામાં બુકે રાખવો છે, તો તમે વાદળી રંગનો બુકે રાખો. તેમજ ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં બુકે રાખવા ઈચ્છો છો, તો ફક્ત પીળા રંગનો બુકે રાખો. જાંબલી રંગના કુંડા ઘરની ધન ઉર્જા વધારે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.