રેલવે ટીકીટથી પણ ઓછા ભાવે એલાયંસ એયરે કરી વિમાન ટીકીટોની જાહેરાત જાણો વિગત

0
1130

પહેલાના સમયમાં લોકો એક ગામથી બીજા ગામ જવા માટે પગપાળા મુસાફરી કરતા હતા, અથવા તો બળદગાડા દ્વારા મુસાફરી કરતા હતા. પછી વિજ્ઞાન આગળ વધતા વાહનોની સુવિધા લોકોને મળવા લાગી અને લોકો તેમાં મુસાફરી કરવા લાગ્યા. અને આજના સમયમાં તો વિમાન સેવા જેવી સુવિધા મળી રહે છે, જેના દ્વારા લોકો એક દેશમાંથી બીજા દેશમાં માત્ર કલાકોમાં જઈ શકે છે.

આમ તો વિમાન સેવા સામાન્ય રીતે બીજી મુસાફરી કરતા વધુ મોંઘી હોય છે. આથી સામાન્ય માણસો માટે વિમાન મારફતે મુસાફરી કરવી ઘણું અઘરું ગણાય છે. અને એમના માટે તે એક સપના જેવું માનવામાં આવે છે, કેમ કે તેના ભાડા એટલા મોંઘા હોય છે કે, તેમને તે આર્થિક રીતે પોષાય તેમ નથી. આ કારણે તેઓ બીજા વાહનોનો ઉપયોગ કરી મુસાફરી કરતા હોય છે. પણ હવે તે સામાન્ય માણસનું વિમાનમાં મુસાફરી કરવાનું સપનું પરું થવા જઈ રહ્યું છે.

ઓગસ્ટ મહિનામાં વિમાન સેવા તરફથી એક એવી યોજના બહાર પાડવામાં આવી રહી છે, જેમાં વિમાનનું ભાડું ટ્રેન કરતા પણ સસ્તું પડી શકે છે. તે અંગેની જાણકારી આજે અમે તમને આપવા જઈ રહ્યા છીએ, આવો જાણીએ તે અંગે વિસ્તારથી.

નવી દિલ્હી, સાવર્જનિક ક્ષેત્રની વિમાની સેવા પૂરી પાડતી કંપની એયર ઇન્ડિયાની ક્ષેત્રીય એકમ એલાયંસ એયરે પોતાના આખા નેટવર્ક ઉપર સસ્તી કિંમત ઉપર વિમાન ટીકીટની રજૂઆત કરી હતી. આ કિંમત ૯૯૦ રૂપિયાથી શરુ થઇ રહી છે, અને તે મર્યાદિત સમયગાળા માટે છે.

મુસાફરો સસ્તા દરે ૩ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે પ્રવાસ કરી શકે છે :

એલાયંસ એયરે નિવેદન જાહેર કરી જણાવ્યું કે, ‘સ્વતંત્રતા દિવસ વેચાણ મેળા’ હેઠળ રેલ ભાડાથી પણ ઓછી કિંમત ઉપર વિમાન ટીકીટ પૂરી પાડવામાં આવી રહી છે. જેથી ટ્રેનના મુસાફરો પણ વિમાન પ્રવાસ કરી શકશે. એયરલાયન્સે જણાવ્યું કે, સસ્તા દરે ૩ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ વચ્ચે ટીકીટ બુક કરી શકાશે. મુસાફરો સસ્તા દરે ૩ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે પ્રવાસ કરી શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.