ટ્રેકિંગ કેમ્પ માટે એકવાર અહીં જરૂર જવું જોઈએ, યાદગાર અનુભવ રહેશે.

0
238

ટ્રેકિંગ કેમ્પ માટે સારી જગ્યા શોધતા હોવ તો તાપી જિલ્લાની કેવડિયા કેવ એક સારું સ્થળ છે. અહીં વ્યારા વનવિભાગ દ્વારા દર વર્ષે ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવે. જે આ વખતે તો કોરોનાને લીધે કેન્સલ રહ્યું. વનવિભાગ સાથે ગાઢ જંગલોને ખૂંદવાની, પહાડો સર કરવાની અને કુદરતના છુપા ખજાનાને ખોબા ભરીને લૂંટવાની ખૂબ મઝા આવે. વનવિભાગનો સ્ટાફ તમને જંગલનો પરિચય પણ આપતો જાય.

kevdiya cave tapi

ગયા વર્ષે 2019 માં આ જ રીતે અમે તાપી જિલ્લાના આંબાપાણી નજીક એક સુંદર જગ્યાએ પહોંચી ગયેલા. જ્યાં અમને એક પ્રાચીન ગુફા જોવા મળી. સુંદર તો હતી, અંદર જવાની ઉત્સુકતા પણ હતી. પરંતુ ગુફાનું મુખ અંદર જતા સાંકડું થઈ જતું હતું. ઉપરથી તેમાં વરસાદના પાણી પણ ભરાયેલા હતા. પ્લસ તેની ચારે બાજુ ચામાચીડિયા પણ લટકતા હતા. શરૂઆતમાં તો અંધારાના લીધે અમને દેખાયેલા નહીં અને એ દેખાયા પછી અમે ગુફામાં દેખાયા નહીં.

kevdiya cave tapi

આ ગુફા સ્થાનિક આદિવાસીઓની આસ્થાનું સ્થાનક છે. તેઓ દર વર્ષે નિયમિત ત્યાં પૂજાપાઠ પણ કરે છે. તેમના જણાવ્યા અનુસાર આ ગુફા ખૂબ લાંબી અને અંદરથી ઘણી મોટી પણ છે. અહીં કેમ્પ માટેનું આયોજન વ્યારા વનવિભાગનું હોય છે. મોન્સૂનમાં કેમ્પ યોજાય છે. અને તેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન થાય છે.

– શિતલ વસાવા.