પિતા ઉપર સળગતું ઝાડ પડ્યું, દોઢ વર્ષના દીકરાએ લીધું બહાદુરીનું મેડલ

0
368

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લગભગ 6 મહિનાથી લાગેલી આગને ઓલવવા માટે લગભગ 3000 થી વધારે ફાયર ફાયટર્સ લાગેલા છે. જ્યાં આગને કારણે ભયાનક ગરમી હોય ત્યાં કામ કરવું પણ પોતાનામાં જ એક ભયાનક પડકાર છે. પણ ઓસ્ટ્રેલિયાના ફાયર ફાઇટર્સ પોતાનો જીવ અને સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર આગ ઓલવવામાં લાગેલા છે. આ ભીષણ આગ ઓલવવાના કામમાં ઘણા ફાયર ફાઈટર ઘાયલ થયા, તો અમુક મૃત્યુ પણ પામ્યા છે. અને મૃત્યુ પામેલા ફાયર ફાઈટરમાંથી એક હતા જિયોફ્રી કીટન.

જિયોફ્રી કીટનને મળ્યું વીરતાનું સમ્માન :

જિયોફ્રી કીટનને ઓસ્ટ્રેલિયા સરકાર તરફથી વીરતાનું સમ્માન મળ્યું છે. આ સમ્માનને લેવા માટે એમનો 19 મહિનાનો દીકરો આવ્યો હતો. આ ફોટો હવે આખી દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે. એમાં ફાયર ફાઇટિંગ ડિપાર્ટમેન્ટના કમિશ્નર શેન ફિટજ્સિમ્નસ મૃતક જિયોફ્રીઆ દીકરાની છાતી પર મેડલ લગાવી રહ્યા છે, અને તે તેને જોઈ રહ્યો છે.

કીટનનું મૃત્યુ 19 ડિસેમ્બરે થયું હતું :

જિયોફ્રી કિટનનું મૃત્યુ 19 ડિસેમ્બર 2019 ના રોજ સિડની પાસે થયું હતું, જયારે તે સિડની તરફ ઝડપથી વધતી આગને ઓલવવામાં લાગ્યા હતા. કીટન સાથે એમના બીજા એક સાથી એ સમયે મૃત્યુ પામ્યા, જયારે એક સળગતું ઝાડ એમની ફાયર ફાઇટિંગ ટ્રક પર આવીને પડ્યું.

કીટનનો અંતિમ સંસ્કાર પણ શાનદાર :

જિયોફ્રી કીટનના અંતિમ સંસ્કારમાં ન્યુ સાઉથ વેલ્સ ફાયર સર્વિસની આખી ટીમ હાજર હતી. પશ્ચિમી સિડનીમાં કરવામાં આવેલા અંતિમ સંસ્કારમાં સેંકડોની સંખ્યામાં લોકો હાજર હતા.

કીટનનો દીકરો પણ ફાયર ફાઇટરના યુનિફોર્મમાં હતો :

જયારે પિતા જિયોફ્રી કીટનના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા અને એ પહેલા જયારે એમને વીરતાનું મેડલ આપવામાં આવી રહ્યું હતું, ત્યારે એમનો દીકરો પણ ફાયર ફાઇટરનો યુનિફોર્મ પહેરીને પહોંચ્યો હતો. કીટનના દીકરાએ એ યુનિફોર્મમાં પુરા સમ્માન સાથે મેડલ મેળવ્યું.

દીકરાએ પિતાના શબ પર રાખ્યું કોફી મગ :

જિયોફ્રી કીટનના દીકરાએ એમના શબ પર એક કોફી મગ રાખ્યું જેમાં લખવામાં આવ્યું હતું કે, પપ્પા હું તમને ખુબ પ્રેમ કરું છું. તમે ચંદ્ર પર જઈ રહ્યા છો, ત્યાંથી જલ્દી પાછા આવજો. આ મેસેજ જોઈને ત્યાં હાજર ઘણા લોકોની આંખોમાં પાણી આવી ગયું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.