પિતા જીતેન્દ્રની એક શરતને કારણે આજે પણ સિંગલ રહી છે એકતા કપૂર, દીકરાને મોટો કરી રહી છે એકલી જ

0
1423

ટીવીની ક્વીન કહેવાતી એકતા કપૂર આજે પોતાનો 44મો જન્મદિવસ મનાવી રહી છે, એકતા કપૂરે એકથી એક ચડીયાતા ટીવી શો બનાવ્યા. એકતાએ કાયમી ધંધામાં સાસુ-વહુ ડ્રામા અને લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે. પરંતુ એકતા કપૂર પોતે લગ્નમાં વિશ્વાસ નથી ધરાવતી એટલા માટે આજ સુધી સિંગલ છે. આમ તો તે એક દીકરાની માં પણ છે.

એકતા કપૂર ગયા વર્ષે જ સરોગેસી દ્વારા એક દીકરાની માં બની છે. તે સિંગલ મધર છે પરંતુ લગ્ન કરવા માગતી નથી. એકતાએ પોતે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે ખરેખર તે કેમ સિંગલ છે. એકતાના લગ્ન ન થવા પાછળ પિતા જીતેન્દ્રની એક શરત છે.

એકતા કપૂરને એક ઈન્ટરવ્યુંમાં પૂછવામાં આવ્યું કે તે લગ્ન ક્યારે કરશે. તેના જવાબમાં એકતા કપૂરે કહ્યું હતું સલમાન ખાનના લગ્નના બે કે ત્રણ વર્ષ પછી. અને એક ઈન્ટરવ્યુંમાં એકતા કપૂરે કહ્યું હતું, પિતાની એક શરતને કારણે મેં લગ્ન નથી કર્યા.

એકતા કપૂરના જણાવ્યા મુજબ, મારા પિતાએ કહ્યું હતું કા તો તારે લગ્ન કરવા પડશે કે પછી કામ કરવું પડશે. મેં કામ પસંદ કર્યું હતું. એકતા કહે છે કે તે લગ્ન નથી કરવા માગતી. એટલે તેમણે કામને પસંદ કર્યું છે.

એકતા કપૂરે એક બીજા ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, મારા એ મિત્રો જેમના લગ્ન થઇ ગયા હતા તે આજે સિંગલ છે. મેં છેલ્લા થોડા વર્ષોમાં ઘણા છૂટાછેડા જોયા. મને લાગે છે કે મારામાં બધું છે, જેની અત્યાર સુધી તેની રાહ જોઈ રહી છું.

એકતા કપૂર પણ સલમાન ખાનના રસ્તા ઉપર ચાલી રહી છે. એકતાનું કહેવું છે કે તેને બાળકો જોઈએ પણ લગ્ન નથી કરવા. તે કારણે જ તે સરોગેસી દ્વારા માં બની. તેમણે પોતાના દીકરાનું નામ જીતેન્દ્રના સાચા નામ રવી ઉપર રાખ્યું છે. પોતાના દીકરાનું નામ રવી કપૂર છે.

એકતા કપૂરના ભાઈ તુષાર કપૂરે પણ હજુ સુધી લગ્ન નથી કર્યા. તુષાર પણ સિંગલ ફાધર છે. વર્ષ ૨૦૧૬માં તુષાર સરોગેસી દ્વારા પિતા બન્યા હતા. તેમણે પોતાના દીકરાનું નામ લક્ષ્ય રાખ્યું. બન્ને ભાઈ બહેન સીગલ ફાધર મધરનું જીવન જીવી રહ્યા છે અને ઘણા ખુશ છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.