પી શકશો સમુદ્રનું પાણી, સરકાર લગાવશે ડીસૈલીનેશન પ્લાન્ટ.

0
529

હાલના સમયમાં લોકોને પાણીની ઘણી હાડમારી વેઠવી પડે છે, તેના ઘણા કારણો છે, જેવા કે પર્યાવરણનો નાશ કરવો, જેમ કે આજના સમયમાં પ્લાસ્ટિકનું ચલણ એટલું વધી ગયું છે કે, જમીન ઉપર જ્યાં નજર કરો, ત્યાં તમને પ્લાસ્ટિકની થેલીઓ જ જોવા મળશે, આ પ્લાસ્ટિક જમીનમાં દટાઈને વરસાદના પાણીને જમીનમાં ઉતરતું અટકાવે છે, અને જમીનમાં પાણીની સપાટી ઘટતી જાય છે, બીજું વૃક્ષોનો નાશ થઇ રહ્યો છે, અને મકાનો બનવા લાગ્યા છે.

આ પાણીને પાઈપલાઈન દ્વારા ઘરમાં આપવામાં આવશે નીતિ આયોગ ટૂંક સમયમાં જ જળ શક્તિ મંત્રાલય દ્વારા આ પ્રોજેક્ટ વિષે ચર્ચા કરશે.

દેશમાં વધતી પાણીની સમસ્યાનો સામનો કરવા માટે નીતિ યોગ દરિયાના પાણીને પીવા લાયક બનાવવાની દિશામાં કામ કરી રહી છે. આયોગ દેશની દરિયા કાંઠાની બરોબર ૭,૮૦૦ કી.મી. સુધી ડીસેલીનેશન પ્લાન્ટ લગાવવાની યોજના ઉપર કામ કરી રહી છે. આ પ્લાન્ટ ખારા પાણીને પીવા લાયક બનાવશે. આ પાણીને પાઈપલાઈન દ્વારા લોકોના ઘર સુધી પહોચાડવામાં આવશે. નીતિ આયોગનો આ પ્લાન એવા સમયમાં ઘણું જરૂરી છે. જયારે દેશમાં ઘણા ભાગોમાં પીવાનું પાણી પણ નથી મળી રહ્યું.

સૌર કે તરંગ ઉર્જાથી સંચાલિત હશે આ પ્લાન્ટ્સ

ઈકોનોમીક ટાઈમ્સના સમાચાર મુજબ આ પ્લાન્ટ્સ પાણીની ઉપર તરતા કે કાંઠાના કિનારે લગાવી શકાય છે. તેનું સંચાલન સૌર ઉર્જા કે તરંગ ઉર્જા દ્વારા કરવામાં આવશે. કોઈ દેશનો પાણીનો ભાગ તેના કાંઠાથી ૧૨ નોટીકલ માઈલ સુધી માપવામાં આવે છે. દેશના જળ એક્સકલુસિવ ઇકોનોમિક જોન (EEZ ૨૦ નોટીકલ માઈલ સુધી હોઈ શકે છે. એક નોટીકલ માઈલ ૧.૮૨ કી.મી.નો હોય છે. ભારતના EEZ ૧૬.૩ કી.મી. વિસ્તારનો છે.)

સરકારની પ્રાથમિકતા છે દરેક ઘરને સ્વચ્છ પાણી પહોચાડવું.

મોદી સરકારે ૨૦૧૪ સુધી દરેક ઘરને સ્વચ્છ પાણી પહોચાડવાનું લક્ષ્ય છે. સરકારે તેના માટે જળ શક્તિ મંત્રાલય સાથે આ પ્રોજેક્ટ વિષે ચર્ચા કરશે અને તેમાં થનારા ખર્ચની વિગત સોંપશે. આયોગ ઘણી ટેકનીકો વિષે વિસ્તૃત યોજના બનાવશે. જેના ઉપયોગથી જુદા જુદા રાજ્યોમાં ધંધાકીય રીતે સાધ્ય પ્લાન્ટ ઉભા કરી શકાય.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.