કોઈને પણ ભારત ફરવા આવવા માટે પ્રેરિત કરી દેશે Incredible India ના આ 34 ફોટોઝ.

0
1759

ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. પરંતુ છતાં પણ અમુક લોકો એવા છે, જે તમને પૂછતાં હશે કે શું રાખ્યું છે ભારતમાં? અમે શા માટે તમારા દેશમાં ફરવા આવીએ? જો તમને આ વખતે કોઈ આવો સવાલ પૂછે, તો એમને Incredible India ના આ ફોટા દેખાડજો. તેઓ અહીં આવવા માટે પ્રેરિત થઇ જશે.

(૧) આપણે ત્યાંની શાંત ખીણ લોકોનું મન મોહી લે છે. (૨) આપણા દેશની નદીઓ અને પાસે બનેલા આશ્રમ પવિત્રતા અને શાંતિનો અનુભવ કરાવે છે.

(૩) આ ઘરોને જોઇને એવું લાગે છે કે, આ ઘરો કોઈ જાદુથી આ જંગલમાં આવી ગયા છે. (૪) પહાડો પર પડવા વાળો બરફનો નજારો એની પરથી નજર નથી હટવા દેતો.

(૫) ભારતમાં આવેલા અદ્દભુત મહેલો લોકોને બીજે ક્યાં જોવા મળે? (૬) પર્વતો પર બનેલા આ તીર્થ સ્થળો તમારા મનને શાંતિ કરી દે છે.

(૭) ગંગા ઘાટ જેટલો પવિત્ર ઘાટ દુનિયામાં બીજે ક્યાંય છે? (૮) કેદારનાથની તો વાત જ નિરાળી છે.

(૯) ભારતની અદ્દભુત વહેતી નદીઓ મન પ્રફુલ્લિત કરી દે છે. (૧૦) આપણા દેશના ઐતિહાસિક કિલ્લા અને એમની ઊંચી ઊંચી દીવાલો આપણી ભવ્યતા દર્શાવે છે.

(૧૧) ભારતનો એકમાત્ર હિમાલય પર્વત સ્વર્ગથી ઓછો નથી. (૧૨) આથમતા સૂર્યનો અદ્દભુત નજારો જોઈ બધું ટેન્શન ગાયબ થઈ જાય છે.

(૧૩) ભારતનો જલ મહેલનો અદ્દભુત નજારો બીજે ક્યાંય જોવા ન મળે. (૧૪) તાજમહેલ વિષે તો કોઈને જણાવવાંની જરૂર નથી.

(૧૫) પહાડો પર બનેલા દુર્ગમ રસ્તા ખરેખર થ્રિલ આપવાવાળા હોય છે. (૧૬) સમુદ્ર કિનારે ઉભેલી નાવડીઓ હંમેશા પ્રવાસીઓને લઈ જવા માટે તત્પર રહે છે.

(૧૭) વાદળોથી ઘેરાયેલા પહાડ અને શહેર, આવું અદ્દભુત દૃશ્ય નરી આંખે જોવું દરેકના નસીબમાં નથી હોતું. (૧૮) ભારતમાં હજારોની સંખ્યામાં સુંદર સુંદર મંદિરો આવેલા છે.

(૧૯) પહાડો પર બનેલા વળાંક વાળા રસ્તા પર મુસાફરી કરવી એ પણ એક એડવેન્ચર જ છે. (૨૦) સુંદર પર્વતીય મેદાનો, અહીંથી પાછા ઘરે જવાનું મન નહી થાય.

(૨૧) પ્રગતિ કરતા ભારતનો આ ફોટો. (૨૨) ફૂલોની ખીણનું તો શું કહેવું બોસ.

(૨૩) આપણે ત્યાંના વાઘ જેને કોઈ વાતનો દર નથી. (૨૪) ભારતના ખળખળ વહેતા ઝરણાંનો અવાજ તમને ત્યાં જ રોકી રાખે છે.

(૨૫) ભારતના ઐતિહાસિક સ્મારક જોવા વિદેશીઓ મોટી સંખ્યામાં આવે છે. (૨૬) અહીંની જૈવિક વિવિધતા જોઈને દરેકનું મન અચરજ પામી જાય છે.

(૨૭) ભારતનું એકમાત્ર સુવર્ણ મંદિર. (૨૮) ભારતનો પ્રવેશ દ્વાર ઇન્ડિયા ગેટ.

(૨૯) અહીં મળતું સ્વાદિષ્ટ ભોજન મોં માં પાણી લાવી દે છે. (૩૦) અહીના સમુદ્ર કિનારા સતત તમને આકર્ષતા જ રહે છે.

(૩૧) બનારસના ઘાટ પર વિદેશીઓનું ફરવું આપણા દેશની મહાનતા દર્શાવે છે. (૩૨) આપણે ત્યાંના પ્રાકૃતિક નજારા સ્વર્ગનો અનુભવ કરાવશે.

(૩૩) બાઈક-સ્કૂટર પરની સફર કરવી. (૩૪) દોરી પર લટકેલા બલ્બ.

જોયુંને આપણું ભારત કેટલું અમેઝિંગ છે તે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.