નવો નિયમ, જે વિદ્યાર્થીઓ 10 છોડ વાવશે તેમને જ ગ્રેજ્યુએશનની ડિગ્રી આપવમાં આવશે આ જગ્યાએ લાગુ પડ્યો નિયમ

0
604

મિત્રો તમે બધા પણ જાણો જ છો કે, વર્તમાન સમયમાં આપણી પૃથ્વી પર પર્યાવરણની સ્થિતિ કેવી થઈ ગઈ છે. અને પર્યાવરણને લઈને દુનિયાના દરેક દેશ ચિંતામાં છે. ગ્લોબલ વોર્મિંગ અને પ્રદુષણને કારણે કેટલીય તકલીફ થઈ રહી છે. અને આપણી આધુનિક લાઇફસ્ટાઇલને કારણે જ ધરતીની હરિયાળી જાણે કે ગાયબ જ થઈ ગઈ છે, એવું લાગે છે.

હવે ફીલીપાઈન્સ દેશની વાત કરીએ, તો 20 મી સદી દરમિયાન આ દેશનું વન ક્ષેત્ર 70 ટકાથી ઘટીને 20 ટકા થઈ ગયું હતું. એ પછી અહીંની સરકાર દેશમાં લીલોતરી વધારવા માટે પ્રયત્નો કરી રહી છે. અને આ પ્રયત્નોમાં એમની સરકારે એક નવો નિયમ બનાવ્યો છે. આ નિયમ અનુસાર ભણતર પૂરું કર્યા પહેલાં દરેક વિદ્યાર્થીએ ઓછા માં ઓછા 10 છોડ રોપવાના રહેશે. એ પછી એમને ગ્રેજ્યુએશનની ડિગ્રી આપવમાં આવશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ બાબતે ફીલીપાઈન્સના મેગ્ડલો પાર્ટીના નેતા ગૈરી અલેજનોએ કહ્યું કે, આ નવો નિયમ દેશની હરિયાળી વધારવામાં ચોક્કસપણે મદદ થશે. જો આ નિયમને વિદ્યાર્થીઓ ફોલો કરશે તો આશરે 525 અરબ નવા છોડનું રોપણ થશે. આ સામાન્ય ગણતરી પ્રમાણે આ છોડમાંથી 10 ટકા છોડ પણ જીવિત રહે તો આવનારી પેઠીને 52.2 કરોડ વૃક્ષનો ફાયદો થશે.

મિત્રો, ફીલીપાઈન્સમાં દર વર્ષે લગભગ 1 કરોડ 75 લાખ વિદ્યાર્થીઓ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરે છે. અને આટલા વિદ્યાર્થીઓની ગણતરી પ્રમાણે દર વર્ષે 17.5 કરોડ નવા છોડ વાવી શકાય છે. જે પર્યાવરણની જાણવણી માટે ઘણા ઉપયોગી થશે. આ દેશમાં વનક્ષેત્રમાં ઘટાડા થયો છે, એ કારણે એમણે પ્રાકૃતિક આફતોનો સામનો કરવો પડી રહ્યો છે.

જણાવી દઈએ કે, ફીલીપાઈન્સ સરકારના વૃક્ષારોપણના નિયમ અનુસાર, વિદ્યાર્થીઓએ એવી જગ્યાએ છોડ વાવવા પડશે જ્યાં તેમની જીવિત રહેવાની સંભાવના વધારે હોય. અને એવી જગ્યામાં વન ક્ષેત્ર, સંરક્ષિત એરિયા અને શહેરોની અમુક જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને એવું નથી કે વિદ્યાર્થી માત્ર છોડ વાવીને પોતાની ફરજ પૂરી કરી લેશે. તેણે તેની સાર-સંભાળ પણ કરવી પડશે.

મળેલી જાણકારી અનુસાર આ નિયમની જવાબદારી ફીલીપાઈન્સના શિક્ષણ વિભાગે લીધી છે. અને આ નિયમનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી છૂટકારો મળે, અને આવનારી પેઢીને પર્યાવરણ પ્રત્યે વધારે જાગૃત રાખી શકાય. આ રીતે અન્ય દેશો પણ પર્યાવરણની જાણવણી માટે વધુ ધ્યાન આપે, તો પૃથ્વી પર થઇ રહેલા પ્રદુષણને ઓછો કરી શકાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.