આ સરળ રીતથી ફક્ત 10 રૂપિયામાં ઠીક કરો પેટ્રોલ ટેન્કનો કાટ કે કાણું. એકવાર ચકાસી લેજો પોતાની બાઈકની પેટ્રોલ ટેન્ક.

0
738

મિત્રો, તમને કદાચ ખબર નહિ હોય કે બાઇકનો પેટ્રોલ ટેન્કનો એક ભાગ એવો હોય છે, જ્યાં કાટ લાગેલો જ હોય છે. ઘણા બધા લોકો કાયમ બાઈક ચલાવતા હોય છે, પણ આ વિષે એમને ખબર નથી હોતી. કારણ કે એ લોકો આ ભાગનો ઉપયોગ અને તેને જોઈ શકતા નથી. આ ભાગ સીટની નીચેનો ભાગ હોય છે, એટલે કે પેટ્રોલ ટેન્કની ઉપર જ્યાં સીટ લગાવેલ હોય છે તે જગ્યા.

જણાવી દઈએ એક, આ જગ્યા પર કાટ ઝડપથી લાગી જાય છે. કારણ કે આપણે તેને સાફ કરતા નથી, અને તેના પર વધારે ધ્યાન પણ આપતા નથી. એ કારણે તેમાં વધારે કાટ લાગી જવાથી કાણું પણ પડી જાય છે. અને આ બંનેને તમે જાતે જ રિપેયર કરી શકો છો. એ પણ માત્ર 10 રૂપિયામાં. જી હાં, જો કાટ ઓછા ભાગમાં હોય અને કાણું નાનું હોય, તો તમે એને જાતે જ રિપેયર કરી શકો છો.

એ ભાગ પર લાગવાનું કારણ :

કોઈ પણ બાઇકમાં પેટ્રોલ ટેન્કના સીટ વાળા ભાગ પર સૌથી ઝડપથી અને સૌથી પહેલા કાટ લાગી જાય છે. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે, જયારે આપણે બાઇકને પાણીથી ધોઈએ છીએ, ત્યારે બધી જગ્યાથી આપણે પાણી સાફ કરી નાખીએ છીએ અને તેને સુકાવવા માટે રહેવા દઈએ છીએ. પણ સીટના નીચેના ભાગમાં પાણી રહી જવાથી તે વહેલું સુકાતું નથી અને તેના કારણે પેટ્રોલ ટેન્કમાં કાટ લાગી જાય છે. તેવામાં તમે તમારા ટેન્કને કાટ ન લાગે એટલા માટે તે ભાગ પર સ્ટીકર લગાવી શકો છો.

કઈ રીતે થશે શકે છે નુકશાન?

જાણકારી માટે જણાવી દઈએ કે, જો તમારા ટેન્કમાં કાણું પડી ગયું છે કે કાટ લાગી ગયો છે, તો તમને મોટું નુકશાન થઇ શકે છે. એ કારણે પેટ્રોલ ટેન્ક માંથી બહાર આવી શકે છે, અને કોઈ મોટી દુર્ઘટના પણ થઇ શકે છે. અને જયારે તમે બાઈક પાણીથી સાફ કરો, ત્યારે પાણી એની અંદર પણ જઈ શકે છે.

અને એટલું જ નહિ જયારે તમે આને બહાર બતાવશો તો તમને પેટ્રોલ ટેન્કનું કાણું દૂર કરવા માટે વેલ્ડિંગ કરીને દૂર કરી દેવામાં આવે છે, જેમાં તમારો ખર્ચો વધી જાય છે. આ તમે બહાર કરવા જશો તો લગભગ 300 થી વધારે રૂપિયાનો ખર્ચ થઈ જાય છે.

પણ જો તમને ખબર પડે કે, તમારી બાઇકના ટેન્કમાં કાણું પડી ગયું છે, કે કાટ લાગી ગયો છે, તો ત્યારે તમે એમસીલ કે બોન્ડસેટની મદદથી એને રિપેયર કરી શકો છો. તમને દુકાનમાં 10 રૂપિયામાં આ વસ્તુનું નાનું પેકેટ મળી જશે. તેનો ઉપયોગ તમે તમારી બાઈકના ટેન્કના કાણું પડેલ ભાગ પર, કે પછી કાટ લાગેલા ભાગ પર ધીરેથી કરી શકો છો.

જો તમે એના પર વધારે દબાવ આપશો, તો કાટ લાગેલ ભાગ પર મોટું કાણું પડી જશે. તેને લગાવ્યા પછી તેને પુરી રીતે સુકાવવા દેવાનું છે. પૂરું સુકાઈ ગયા પછી તેના પર એક સ્ટીકર લગાવી નાખો. તમારો જે પેટ્રોલ ટેન્ક જે કાટ કે કાણું પડેલ હતું તે રિપેયર થઇ જશે, અને કોઈને ખબર પણ પડશે નહિ.