અડધી થઇ શકે છે પેટ્રોલ-ડીઝલની કિંમત, સરકાર કરી રહી છે આ વિકલ્પ પર વિચાર

0
133

પેટ્રોલની વધતી કિંમતમાં જો સરકાર આ નિર્ણમ લઇ લે તો અડધી થઇ શકે છે પેટ્રોલની કિંમત. પેટ્રોલ-ડીઝલની કિંમતો આકાશને આંબી રહી છે, જો કેન્દ્ર સરકાર પેટ્રોલીયમ ઉત્પાદનોને ગુડ્સ એંડ સર્વિસેસ ટેક્સ (જીએસટી, GST) માં આવરી લે, તો સામાન્ય માણસને રાહત મળી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને પટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેના સંકેત આપી દીધા છે. પેટ્રોલ-ડીઝલને જીએસટીના ઊંચા દર ઉપર પણ રાખવામાં આવે, તો પણ હાલની કિંમતો ઘટીને અડધી થઇ શકે છે.

વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર કેન્દ્ર સરકાર ઉત્પાદન ટેક્સ અને રાજ્ય વેટ વસુલે છે. આ બંનેના દરો એટલા વધુ છે કે, 35 રૂપિયામાં પેટ્રોલ જુદા જુદા રાજ્યોમાં 90 થી 100 રૂપિયે પ્રતિ લીટર સુધી પહોંચી રહ્યું છે. 23 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.93 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 81.32 રૂપિયા પ્રતિ લીટર હતી. તેની ઉપર કેન્દ્રએ ક્રમશઃ 32.98 રૂપિયા લીટર અને 31.83 રૂપિયા લીટરનો ઉત્પાદન ટેક્સ લગાવ્યો છે, તે ત્યારે બન્યું જયારે દેશમાં જીએસટી લાગુ છે.

જીએસટીને 1 જુલાઈ, 2017 ના રોજ રજુ કરવામાં આવ્યું હતું. ત્યારે રાજ્યોની ઉચ્ચ નિર્ભરતાને કારણે પેટ્રોલ અને ડીઝલને તેમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. હવે સીતારમણે ઇંધણની કિંમતો નીચે લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે એક સંયુક્ત સહયોગની માંગણી કરી.

જીએસટીમાં ઇંધણને સામેલ કરવાની આ અસર થશે : જો પેટ્રોલીયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ સામેલ કરવામાં આવે છે, તો દેશ આખામાં ઇંધણની એક સરખી કિંમત હશે. એટલું જ નહિ જો જીએસટી પરિષદે ઓછા સ્લેબનો વિકલ્પ પસંદ કર્યો, તો કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. વર્તમાનમાં ભારતમાં ચાર પ્રાથમિક જીએસટી દર છે – 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા, જયારે હાલ કેન્દ્ર અને રાજ્ય સરકારો ઉત્પાદન ટેક્ષ અને વેટના નામ ઉપર 100 ટકાથી વધુ ટેક્સ વસુલી રહી છે.

તકલીફ પણ છે, સરકારોને મહેસુલની ચિંતા : સરકાર માટે પેટ્રોલીયમ ઉત્પાદન ઉપર ટેક્સ એક મુખ્ય મહેસુલ આવક છે. એટલા માટે જીએસટી કાઉંસીલ પેટ્રોલ અને ડીઝલને મોટા સ્લેબમાં રાખી શકે છે, અને ત્યાં સુધી કે તેની ઉપર ઉપકર (સેસ) લગાવવાની પણ સંભાવના છે. સરકારી આંકડા મુજબ ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ મહિના દરમિયાન પેટ્રોલીયમ ક્ષેત્રએ સરકારી ખજાનામાં 2,37,338 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું. તેમાંથી 1,53,281 કરોડ રૂપિયા કેન્દ્રની ભાગીદારી હતી, અને 84,057 કરોડ રૂપિયાનો રાજ્યોનો ભાગ હતો.

વર્ષ 2019-20 માં રાજ્યો અને કેન્દ્ર માટે પેટ્રોલીયમ ક્ષેત્રનું કુલ યોગદાન 5,55,370 કરોડ રૂપિયા હતું. જે કેન્દ્રના મહેસુલના લગભગ 18 ટકા અને રાજ્યોના મહેસુલના 7 ટકા હતું. કેન્દ્રીય બજેટ 2021-22 મુજબ, કેન્દ્રને આ નાણાકીય વર્ષમાં માત્ર પેટ્રોલ અને ડીઝલ ઉપર ઉત્પાદન ટેક્સથી આશરે 3.46 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાની આશા છે.

રાજસ્થાનમાં સૌથી વધુ ટેક્સના દર : આખા દેશમાં રાજસ્થાનમાં પેટ્રોલ ઉપર 36 ટકા ઉપર વેટ રાખીને સૌથી વધુ ટેક્સ વસુલવામાં આવે છે, ત્યાર બાદ તેલંગાણામાં વેટ 35.2 ટકા છે. પેટ્રોલ ઉપર 30 ટકાથી વધુ વેટ વાળા બીજા રાજ્યોમાં કર્નાટક, કેરળ, આસામ, આંધ્ર પ્રદેશ, દિલ્હી અને મધ્ય પ્રદેશ સામેલ છે, ડીઝલ ઉપર ઓડીશા, તેલંગાણા, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યો દ્વારા સૌથી વધુ વેટ દરો લેવામાં આવે છે. અત્યાર સુધી પાંચ રાજ્યો, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મેઘાલય, આસામ અને નાગાલેંડે આ વર્ષે ઇંધણ ઉપર ટેક્સમાં ઘટાડો કર્યો છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.