આ બે સમયે શરીરનું વજન ખુબ ઝડપથી ઘટે છે, જાણો ક્યારે અને પેટની ચરબી ઝડપથી ઓછી કરવાનો નુસખો પણ.

0
14597

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આપણા શરીરનું વજન બે વખતે ખુબ ઝડપથી ઘટે છે. પહેલું તો જયારે આપણે વ્યાયામ કરી રહ્યા હોઈએ છે ત્યારે, અને બીજું જયારે આપણે ઊંઘી રહ્યા હોઈએ ત્યારે. તો જણાવી દઈએ કે, ઊંઘતા સમયે ત્યારે જ વજન ઓછું કરી શકાય છે, જયારે આપણે ઊંઘવાના પહેલા ખુબ વધારે ભારે ખોરાક જમ્યા ન હોય, અને સાથે વજન ઘટાડવા વાળા કોઈ નુસખાનું સેવન કરેલુ હોય.

અમુક લોકો રાત્રે ઊંઘવાના 2 થી 3 કલાક પહેલા જ જમી લે છે, તો એવા લોકો પર આની અસર બે ગણી થઇ જાય છે. આજે આ રીતથી એક સામાન્ય માણસ એક રાતમાં 800 ગ્રામ થી 1 કિલો વજન ફક્ત ઊંઘતા સમયે સરળતાથી ઓછું કરી શકે છે.

તો આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે, કઈ રીતે તમે રાત્રે ઊંઘતા સમયે વજન ઓછું કરી શકો છો. આ કામ માટે એક નુસખો બનાવવાનો છે, જે પાઉડર ફોર્મમાં બનશે. આ નુસખાને બનાવવો પણ સરળ છે અને આનો લાંબા સમય સુધી ઉપયોગ પણ કરી શકાય છે. તો ચાલો આને કેવી રીતે બનાવવું તે જાણી લઈએ.

જરૂરી સામગ્રી :

જીરું

વરિયાળી

અળસી

હરડે પાઉડર

હળદર

મીઠો લીમડો

હિંગ

સિંધવ મીઠું

આ નુસખો બનાવવા માટે ઉપર જણાવેલી બધી સામગ્રી લઇ આવો. અને એક વસ્તુનું ધ્યાન રાખો કે આને બનાવવા માટે વરિયાળી, જીરું અને હરડે ખુબ જરૂરી છે. એટલા માટે આ આવશ્યક વસ્તુઓ તેમાં હોવી જ જોઈએ. હરડે તમને કોઈ પણ આયુર્વેદી દુકાન પર કે ઓનલાઇન સરળતાથી મળી રહે છે.

જણાવી દઈએ કે, આ પાઉડર તમારા પાચનતંત્રને મજબૂત કરે છે. જે લોકોને બહારનું જંક ફૂડ અને મીઠું ખાવાની વધુ આદત છે, તેમણે હરડેનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. કારણ કે આપણા મેટાબોલિઝમ અને ઇમ્યુન સિસ્ટમ ખુબ જલ્દીથી વધારે છે. જેનાથી પેટમાં જામેલી ચરબી ઓછા સમયમાં ઓગળવા લાગે છે.

બનાવવાની રીત :

સૌથી પહેલા તમે અળસી, વરિયાળી અને જીરૂને સેકી દો. જો તમે ઈચ્છો તો બજાર માંથી સેકેલી અળસી પણ લઇ શકો છો. પણ જો તમે ઘરેજ સેકો છો તો લગભગ 25 ગ્રામ અળસીને એક તવા કે કઢાઈમાં શેકો. 5 થી 10 મિનિટ આને ધીમા ગેસ પર સેકો, શેકતા સમયે આને હલાવતા રહેવાનું છે, અને જયારે આ સેકાઈ જાય ત્યારે આનો આકાર પહેલાથી થોડો ગોળ થઇ જશે. તે સમયે આને ખુબ વધારે કાળા થવાના પહેલા ગેસ બંધ કરી દો. અને આને ઠંડુ થવા રાખી દો.

ત્યારબાદ આ જ રીતે જીરું અને વરિયાળીને પણ હલકી હલકી સેકી લો. ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુ ખુબ વધારે બળવી જોઈએ નહિ. કારણ કે બળયા પછી આનો સ્વાદ ખરાબ થઇ શકે છે, અને આમાં રહેલ પોષક તત્વ પણ ખત્મ થઇ શકે છે. એટલા માટે આને ધીમા ગેસ પર અને સતત હલાવતા હલાવતા સેકો. જયારે આ બધી વસ્તુ સારી રીતે ઠંડી થઇ જાય ત્યારે 25 ગ્રામ અળસી, 50 ગ્રામ વરિયાળી અને 25 ગ્રામ જીરાને મીક્ષરમાં ક્રશ કરીને એનો પાઉડર બનાવી નાખો.

ત્યારબાદ આ તૈયાર કરેલા મિશ્રણમાં 25 ગ્રામ હરડે પાઉડર, 1 નાની ચમચી હળદર, અડધી ચમચી સિંધવ મીઠું મિક્ષ કરો. જો તમારી પાસે સિંધવ મીઠું નથી તો તમે આમાં કાળું મીઠુ પણ વાપરી શકો છો. અને આમાં 2 ચપટી હિંગ અને 25 ગ્રામ મીઠાં લીમડાનો પાઉડર મિક્ષ કરો.

આના માટે જરૂરી એવો મીઠાં લીમડાનો પાઉડર તમે ઘરે જ સરળતાથી બનાવી શકો છો. મીઠાં લીમડાને 1 થી 2 દિવસ પોતાના ઘરમાં સુકવી નાખો અને સુકાયા પછી આને મિક્ષર દ્વારા પાઉડર બનાવી નાખો. અને આનો ઉપયોગ કરો. આ રીતે આ નુસખો તૈયાર થઇ જશે. આ બધી વસ્તુઓ પેટ અને અન્ય ભાગોમાં જામેલી ચરબીને ઓછી કરવાનું કામ કરે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, અળસીનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે, કારણે તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. અને તે આપણા પાચનતંત્રને સારું કરે છે. અને તે આપણા શરીરને ખુબ જલ્દી ડીટોક્સ પણ કરે છે. જે લોકોને કફ અને કબજિયાતની સમસ્યા છે તે લોકોએ આનું સેવન દરરોજ કરવું જ જોઈએ. આની અંદર ઓમેગા 3 ફેટી એસિડની માત્રા વધારે હોય છે. મીઠું અને તળેલી વસ્તુ ખાવાના કારણે વધેલુ કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલ માં આવી જાય છે.

હવે એને વાપરવાની રીત પણ જણાવી દઈએ. તો મિત્રો તમારે આ ચુરણનું સેવન જમ્યા પછી અને ઊંઘવાના એક કલાક પહેલા નવસેકા પાણીમાં મિક્ષ કરી કરવું જોઈએ. જો તમને આની અસર વધારે જોઈતી હોય તો તમે આનો ઉપયોગ દિવસે પણ જમ્યા પછી કરી શકો છો. આનું સેવન એક વારમાં એક નાની ચમચી ભરીને જ કરવાનું છે, તેનાથી વધારે કરવાનું નથી. આમાં રહેલ મીઠાં લીમડાની અંદર એન્ટી ઓક્સીડન્ટ પ્રોપટી જોવા મળે છે. જે પેટની ચરબી ઓછી કરવાની સાથે સાથે આપણા મગજને શાંત કરવામાં પણ ખુબ ફાયદાકારક હોય છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આખા દિવસના થાક પછી આનું સેવન કરવાથી તમારું મગજ શાંત થાય છે, અને સાથે સાથે જે લોકોને વાળ ખરવા જેવી સમસ્યા થાય છે, તે લોકો માટે પણ આનું સેવન ખુબ સારું રહે છે. જેટલા સમય સુધી તમે આનો ઉપયોગ કરો ત્યાર સુધી બહારનું ખાવાનું બંધ કરી દો. કારણ કે એક તરફ તમે વજન ઓછું કરવાના ઉપાય કરી રહ્યા છો, અને બીજી તરફ તમે વજન વધારતી વસ્તુનું સેવન કરો છો, તો પછી કોઈ પણ નુસખાનો અસર દેખાશે નહિ.

અને તમે આ નુસખાનું એક મહિના સુધી સેવન કરશો, તો તમને તમારા શરીરના વજન અને પેટની ચરબીમાં ખુબ બદલાવ દેખાશે. સ્વાદમાં ભલે આ વધુ સારું નહિ લાગે, પણ જયારે તમે આનું દરરોજ સેવન કરશો તો આનાથી મળેલા પરિણામને જોઈને આનો સ્વાદ પણ સારો લાગવા લાગશે.