શું તમને પણ પેટ મોટું થવાની સમસ્યા થઇ ગઈ છે? તો આ આજથી જ આ ઉપાય કરી દો શરુ, થઇ જશે કમાલ.

0
3984

એ વાત ખોટી તો ન કહેવાય કે, આજકાલ લોકો મોટે ભાગે પૈસા કમાવવાની ભાગદોડમાં જ લાગેલા રહે છે, અને એના કારણે જ તે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખી શકતા. એમને પૌષ્ટિક ખોરાક લેવાનો સમય જ નથી મળતો. એટલે લોકો જંકફૂડ વધારે પ્રમાણમાં ખાય છે. અને આમ કરીને તે પોતાના આરોગ્ય સાથે રમે છે.

વધારે પડતું બહારનું, જંકફૂડ અને પેકેટ વાળા ફૂડ ખાવાથી એ લોકોની ચરબી વધી જાય છે, અને એમનું પેટ બહાર નીકળવા લાગે છે. શરીરમાં બિનજરૂરી ચરબી જમા થાય એટલે પેટ બેડોળ થઈ જાય છે, અને તે સુંદરતાને ખરાબ કરે છે.

શું તમને પણ પેટ બહાર નીકળવાની સમસ્યા છે? જો હા, તો તમારે જલ્દી જ એના માટે કંઈક કરવું પડશે. કારણ કે જો એકવાર પેટ બહાર નીકળી જાય, તો એને ઓછું કરવું ઘણું મુશ્કેલ થઈ જાય છે. જો તમને પણ પેટ બહાર નીકળવાની સમસ્યા થઈ ગઈ છે, તો આજથી જ નીચે જણાવેલા ઉપાયો તમારે અપનાવવા જોઈએ, જેનાથી તમારી પરેશાની ટૂંક સમયમાં જ દૂર થઈ જશે.

જો તમારું પણ પેટ બહાર નીકળવાનું શરુ થઈ ગયું છે?

બોલીવુડની અભિનેત્રીઓને જોઈને છોકરીઓમાં તો હંમેશા ફિટનેસનો ક્રેઝ રહ્યો છે. પરંતુ હવે છોકરાઓમાં પણ પેટ અંદર કરવા અને ફિટ રહેવાની હોડ લાગી છે. કારણ કે દરેક વ્યક્તિ ફિટ રહીને પોતાના જીવનમાં ઘણું બધું કરવા માંગે છે. અને સારા સ્વાસ્થ્ય માટે ફિટ રહેવું જરૂરી છે. એવામાં જો તમારું પેટ પણ નીકળવાનું શરુ થઈ ગયું છે, તો બસ તમારે શરુ કેરી દેવા જોઈએ આ ઉપાય. આનાથી તમે પણ થઈ જશો ફિટ.

1. ચાવી ચાવીને ભોજન કરવું :

ઘણા બધા લોકો એવા છે, જે ઉતાવળમાં ખાવાનું ખાય છે. તેઓ ઝડપથી ખોરાકને ખાયને એને એક કામની જેમ પૂરું કરી દે છે. તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ચાવીને નહીં ખાવાથી પાચનતંત્ર ખરાબ રહે છે અને માણસના ગુસ્સામાં પણ વધારો થાય છે. માટે આપણે ખાવાનું ચાવી ચાવીને જ ખાવું જોઈએ. ચાવી ચાવીને ખાવાથી ખોરાકના નાના નાના ટુકડા થઈ જાય છે, અને પચાવવામાં સરળતા રહે છે. તેમજ જમ્યાના અડધા કલાક પછી પાણી પીવું જોઈએ, જેથી એનું પાચન સારી રીતે થઈ શકે.

2. ખાધા પછી ચાલવું છે જરૂરી :

તેમજ ઘણા બધા લોકોને એવી ટેવ હોય છે કે, તે ખાધા પછી તરત આડા પડી જાય છે અને પછી સુઈ જાય છે. તેઓ ચાલવાનું તો વિચારતા જ નથી. પણ જણાવી દઈએ કે ખાધા પછી માણસનું ચાલવું પણ ઘણું જરૂરી છે. ખાધા પછી ચાલવાથી ઘણી બધી બીમારીઓ પણ દૂર રહે છે. માટે જો તમે પણ તંદુરસ્ત રહેવા માંગો છો, તો ખાધા પછી ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ ચાલો, જેથી ખાવાનું પણ પચે અને ગેસ, અપચો જેવી સમસ્યા પણ ન થાય.

3. લીંબુની સેવન પણ છે જરૂરી :

જાણકારી માટે જણાવી દઈએ કે, દરેક જણાએ ઓછા માં ઓછા બે લીંબુનો રસ એક ગ્લાસ પાણીમાં નાખીને રોજ પીવો જોઈએ. આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારી વધેલી ચરબી અને બિનજરૂરી પેટ પણ અંદર જતું રહેશે. એનાથી તમારી પાચન ક્રિયા સારી રહે છે. આયુર્વેદમાં પણ લીંબુનું સેવન કરવું ઘણું સારું માનવામાં આવ્યું છે. એને તમે ગરમ પાણીમાં મધ સાથે પણ પી શકો છો, જેનાથી તમારી ચરબી ઓછી થઈ જશે.