7 વર્ષ સુધી ચાલેલો રેપનો કેસ નીકળ્યો ખોટો, હવે આરોપ મુકાનારી યુવતી ચુકવશે અધધ રૂપિયાનો દંડ.

0
274

યુવતીએ લગાવેલો રેપનો આરોપ 7 વર્ષ પછી ખોટો સાબિત થયો, કોર્ટે તોડી નાખે એટલો દંડ ચૂકવવાનો આપ્યો આદેશ, જાણો સંપૂર્ણ વિગત. એક વ્યક્તિ પર લાગેલો દુષ્કર્મનો કેસ ખોટો સાબિત થયા પછી ચેન્નઈની અદાલતે તે પીડિતને 15 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે વ્યક્તિ પર કોલેજની વિદ્યાર્થીનીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેના પર લગભગ 7 વર્ષ સુધી કેસ ચાલ્યો.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર અનુસાર, દુષ્કર્મની પીડિતાના ડીએનએ ટેસ્ટમાં સાબિત થયું કે તે યુવક આરોપી ન હતો. એવામાં તેણે વળતર માટે કેસ દાખલ કર્યો, જેમાં તેણે કહ્યું કે, દુષ્કર્મના ખોટા આરોપે તેનું કરિયર અને જીવન બરબાદ કરી દીધું. આંશિક રૂપથી તેની યાચિકાને પરવાનગી આપતા, અદાલતે વળતરના રૂપમાં તે પીડિત યુવકને 15 લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ વળતરની કિંમત તે યુવતી અને તેના માતા-પિતા દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવાના બદલામાં આપવાનો આદેશ આપ્યો છે.

આ કેસમાં પીડિત સંતોષે દુષ્કર્મનો આરોપ લગાવવાવાળી યુવતી, તેના માતા-પિતા અને સચિવાલય કોલોની પોલીસ ઇન્સ્પેક્ટર પાસેથી નુકસાનની ચુકવણી માટે 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. સંતોષના વકીલ એ. સિરાજુદ્દીને કહ્યું કે, તેના મુવક્કિલ (વકીલનો અસીલ) નો પરિવાર અને યુવતીનો પરિવાર પાડોશી હતા. તેઓ એક જ સમુદાયના હતા, પરિવારો વચ્ચે એવી સહમતી હતી કે સંતોષ તે યુવતી સાથે લગ્ન કરશે. પણ પછીથી એક સંપત્તિ વિવાદને કારણે તે પરિવાર અલગ થઈ ગયા.

પ્રોફાઈલ ફોટો પ્રતિકાત્મક છે (સોર્સ – ગુગલ).

આ માહિતી લાઇવહિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.