ભારતનાં દરેક ખૂણામાં મળતી લોકપ્રિય વાનગી છે સમોસા, જાણો પરફેકટ સમોસા રેસીપી.

0
2476

આજે અમે તમારા માટે પરફેક્ટ સમોસા બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ, જેની મદદથી આપણે બનાવીશું માર્કેટ જેવા એકદમ ખસ્તા અને ક્રિસ્પી સમોસા. મિત્રો, બજારમાં મળે એવા સમોસા ઘરે બનાવવા ખુબ સરળ છે. આજે અમે તમને આ રેસિપીમાં સમોસાને 2 રીતે સ્ટફ કરતા શીખવાડવાના છીએ. એટલે જો તમે રસોઈ શીખો છો, કે પછી તમને હાથમાં પકડીને સમોસા ભરતા નથી ફાવતા તો પણ અમે તમને જે રીત શીખવાડીશું એનાથી તમે સરળ રીતે સમોસા સ્ટફ કરી શકશો. આ રીતના બનાવેલા સમોસા ઠંડા થયા પછી પણ ક્રિસ્પી લાગશે.

જરૂરી સામગ્રી :

2.5 કપ મેદાનો લોટ (500 ગ્રામ),

1/2 કપ તેલ,

1 નાની ચમચી અજમો,

સ્વાદ અનુસાર મીઠું,

ઠંડુ પાણી.

સમોસાનું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી :

500 ગ્રામ બાફીને મેસ કરેલા બટાકા,

1/2 કપ સૂકા વટાણા (આને પલાણીને બાફી લેવાના છે.),

1 નાની ચમચી ચાટ મસાલો,

1 નાની ચમચી ગરમ મસાલો,

1 નાની ચમચી આમચૂર પાઉડર,

1.5 મોટી ચમચી ધનિયા અને જીરા પાઉડર,

1 મોટી ચમચી લાલ મરચું,

લીલી પેસ્ટ (8 થી 10 લીલા મરચા, 8 થી 10 પુદીનાના પાન, 1/4 કપ કોથમીર મિક્ષ કરીને ક્રશ કરી લેવાનું),

મીઠું સ્વાદ અનુસાર.

સમોસા બનાવવાની રીત :

સૌથી પહેલા આપણે સમોસાનો લોટ બાંધીશું. તો લોટ બાંધવા માટે એક મોટા બાઉલમાં મૈંદાનો લોટ લઇ લેવો. એમાં પહેલા મીઠું એડ કરી દેવાનું છે, પછી એમાં અજમો અને તેલ એડ કરીને એને સારી રીતે મિક્ષ કરી લેવાનું છે. હવે એમાં ફ્રીઝનું ઠંડુ પાણી એડ કરી એનો પરોઠા જેવો લોટ બાંધવાનો છે. અને તમારે લોટ ઢીલો ના થઇ જાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે.

આ રીતે લોટ થઇ ગયા બાદ એને પાણી એડ કર્યા વગર જ મસળતા રહેવાનું છે. આમાં લગભગ 100 ml પાણી ઉપયોગ થાય છે. ત્યારબાદ એને 2 થી 3 મિનિટ સુધી એને મસળી લેવાનું છે. 2 થી 3 મિનિટ મસળ્યા પછી તમારો લોટ તૈયાર છે એને કવર કરીને 10 મિનિટ રહેવા દેવાનું છે. ત્યાં સુધીમાં સ્ટફિંગ બનાવી લેવાનું છે.

હવે વારો છે સ્ટફિંગનો. તો એના માટે સૌથી પહેલા બટાકામાં બધી સામગ્રી એક પછી એક એડ કરી દેવાની છે. તમે જો સમોસાનું સ્ટફિંગ વધારે સ્પાઈસી બનાવવા માંગતા હોય, તો લીલા મરચા કે લાલ મરચું વધારે એડ કરી શકો છો. પહેલા આ બધી વસ્તુઓને મિક્ષ કરી લેવાનું છે. જણાવી દઈએ કે, જે લોકો જૈન હોય કે બટાકા ના ખાતા હોય, તેમણે સેમ આ પ્રક્રિયા કાચા કેળા બાફીને, કાચા કેળાને બટાકાની જગ્યાએ ઉપયોગ કરી લેવા.

10 મિનિટ બાદ આપણો લોટ બંધાયને તૈયાર છે. અને તમે એમાં જોઈ શકશો કે એની ઉપર નાના ડોટ ડોટ જેવું દેખાશે. આ એક સારા સંકેત છે કે આપણે જે લોટ બાંધ્યો છે, તે ઉપયોગ કરવા માટે પર્ફેક્ટ્લી તૈયાર છે. હવે ફરીથી એને મસળી એનો લુવો બનાવી લેશું. આ સમોસા માટે થોડો મોટો લુવો બનાવવાનો છે, અને એની મીડીયમ જડાઈ વાળી રોટલી વણી લેવાની છે. મીડીયમ ઠીક રોટલી વણીને એને વચ્ચેથી કટ કરી દેવાની છે.

હવે એની એક સાઈડની જે કિનારી છે, એને પકડીને બીજી સાઈડની કિનારી સાથે પકડીને પ્રેસ કરી દેવાનું છે, એટલે એનો ત્રિકોણ જેવો આકાર (સમોસા જેવું આકાર) બની જશે. હવે એમાં સ્ટફિંગ ભરવાનું છે. સ્ટફિંગને હાથથી કે ચમચીથી દબાવી દેવું, પછી જે બીજી સાઈડ છે એને થોડું ખેંચીને એને એકબીજા સાથે જોઈન્ટ કરી દેવાની છે. એને સરસ રીતે પ્રેસ કરવી જેથી તે ફ્રાઈ કરતી વધતે છુટું નહિ પડે. પછી સમોસાને પાટલી ઉપર રાખીને તે ઉભુ રહે એ રીતે એનો આકાર બનાવવાનો છે.

જો તમારા માંથી કોઈએ હમણાં જ રસોઈ શીખવાનું શરુ કર્યું છે, કે પછી જેને પહેલી રીતમાં જણાવ્યું એમ હાથથી ભરતા નથી ફાવતું, તો એમના માટે બીજી રીત પણ બતાવવાના છીએ. બીજી રીત અનુસાર પહેલાની જેમ જ આપણે મીડીયમ ઠીક રોટલી વણી લેવાની છે. ત્યારબાદ એજ રીતે એને વચ્ચેથી કટ કરી દેવાની છે. હવે એક ટુકડાને વચ્ચે મૂકી દો અને તેની વચ્ચે સ્ટફિંગ મૂકી દો. ઘણા લોકો સમોસા મૂળથી ભરતા હોય છે પણ આ પ્રક્રિયા જોઈ લેશો તો તમારે માર્કેટ માંથી મૂળ પણ લાવવાની જરૂર નહિ પડે.

ત્યારબાદ એક કિનારી ઉંચકીને એને બીજી સાઈડ જોઈન કરી દેવાની છે. આ રીતે સમોસામાં સ્ટફિંગ ભરવું ખુબ સરળ છે અને જે બીજી કિનારીને ખેંચીને બીજાની સાથે જોઈન કરી દેવાનું છે. બંને કિનારી બરોબર પેક થવી જોઈએ, જેથી ફ્રાઈ કરતી વખતે તે ખુલી ના જાય. તમે બંને માંથી કોઈ પણ રીતે બધા સમોસા બનાવી લો. ત્યાર બાદ સમોસાને એક કલાક ડ્રાય થવા દેવાના છે. જેથી એનું ઉપરનું જે લેયર છે તે પુરી રીતે સુકાય જશે, એટલે એ ક્રિસ્પી બનશે.

હવે આપણે સમોસાને ફ્રાઈ કરવાના છે. તો એના માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો. તેલ ગરમ થાય એટલે એમાં સમોસા મુકીશું. જણાવી દઈએ કે, સમોસાને તળવા માટે આપણને બહુ ગરમ તેલ નહિ જોઈએ. જો તેલ વધુ ગરમ હોય તો સમોસા ઝડપથી ડાર્ક કલરના થઇ જાય છે, અને એ ક્રિસ્પી નથી બનતા. આથી એને મીડીયમ ગેસ કરીને ફ્રાઈ કરવાના છે. થોડી વાર ફ્રાઈ કર્યા પછી એને પલટાવી દેવાના છે.

આપણે એને પહેલા એને 50 ટકા ફ્રાઈ કરવાના છે. માર્કેટ જેવા ક્રિસ્પી બનાવવા માટે સમોસાને હંમેશા બે વખત ફ્રાઈ કરશું તો જ તે ક્રિસ્પી બનશે. જયારે તે લાઈટ બ્રાઉન થઇ જાય એ સમયે એને બહાર કાઢી લેવાના છે. આજ રીતે બીજા બધા સમોસાને એક વાર 50 ટકા ફ્રાઈ કરી લેવાના છે. બધા સમોસાને 50 ટકા ફ્રાઈ કર્યા બાદ તમે જો ડિનરમાં કે જો કોઈ મહેમાન આવના હોય, ત્યારે તમે જો આ સમોસા બનાવવા માંગતા હોય. તો પહેલાથી તમે આ રીતે એને 50 ટકા ફ્રાઈ કરીને રાખી શકો છો. જેથી તમારો સમય પણ બચશે અને સમોસા પણ ફટાફટ તૈયાર થઇ જશે.

હવે એને ફરીથી ફ્રાઈ કરી લેવાના છે. આના માટે આપણે ફરીથી તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. ફરી વાર ફ્રાઈ કરતા સમયે તેલ સારું ગરમ થઇ જાય પછી સમોસા ગરમ કરવાના છે. તે પછી ગેસને મીડીયમ કરી તે ડાર્ક કલરના થાય ત્યાં સુધી એને ફ્રાઈ કરવાના છે. એને વચ્ચે વચ્ચે ફેરવતરાં રહેવું, એટલે એ ચારેય બાજુથી ગોલ્ડન બ્રાઉન થઇ જાય. જયારે તે ગોલ્ડન બ્રાઉન થઇ ગયા બાદ એ તૈયાર છે. એટલે એને બહાર કાઢી લેવાના છે અને એજ રીતે બધા સમોસા ફ્રાઈ કરી લેવાના છે.

હવે આપણા સમોસા સર્વિંગ માટે તૈયાર છે. તમે એને તીખી અને મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો. તમે જોયું હશે કે હમેશા સમોસા સાથે ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે, પણ બહાર આ રીતની તીખી-મીઠી ચટણી સાથે સર્વ થાય છે. આ રીતના બનાવેલા સમોસા જો તમે ઠંડા થયા પછી પણ ખાસો તો એનું લેયર એકદમ ક્રિસ્પી લાગે છે.

જુઓ વીડિયો :