જે લોકો પેન્સિલને અડધી વાપર્યા પછી ફેંકી દે છે, એ લોકો ખાસ વાંચે કે તેઓ પૃથ્વીનું કેટલું નુકશાન કરી રહ્યા છે.

0
1025

મિત્રો આપણે બધા પેન્સિલનો ઉપયોગ તો કરીએ જ છીએ. આપણે નઈ તો આપણા ઘરમાંથી કોઈ ને કોઈ તો પેન્સિલ વાપરતું જ હશે. હવે તમને એમ થશે કે અમે અચાનક પેન્સિલ વિષે કેમ વાત કરવાં લાગ્યા? તો જણાવી દઈએ કે, પેન્સિલ પણ આપણા પર્યાવરણ સાથે સંબંધ ધરાવે છે. એટલે આજે અમે તમારા માટે પર્યાવરણ અને પેન્સિલને લગતી થોડી મહત્વની જાણકારી લઈને આવ્યા છીએ. તો આવો તમારી સાથે આપણા પર્યાવરણ વિષેની થોડી માહિતી શેયર કરીએ.

જણાવી દઈએ કે, આપણા માટે આ સમયે પેન્સિલ વેસ્ટ એક મોટી સમસ્યા બની ગયું છે. દુનિયાના મોટાભાગના લોકો એવા છે જે પેન્સિલને આખી વાપરતા નથી. તેઓ પેન્સિલ અડધી થવા પર એને કચરામાં ફેંકી દે છે, અથવા તો એમની પેન્સિલ ખોવાય જાય છે. અને આ બચેલી પેન્સિલ આપણા પર્યાવરણ પર ઘણી અસર કરે છે. અને આજે અમે તમને એના વિષે જ જણાવીશું કે, પેન્સિલ વેસ્ટ કઈ રીતે આપણા પર્યાવરણને અસર કરે છે? પણ એ પહેલા આ થોડી અગત્યની જાણકારી પણ મેળવી લો.

એ તો તમે જાણો જ છો કે, આપણી માનવ પ્રજાતીએ જીવનમાં ઘણી પ્રગતિ કરી છે. નવી નવી વસ્તુઓની શોધ આપણને પાષણ યુગ માંથી બહાર લાવી અને આજે આપણે ચંદ્રની ધરતી સુધી પહોંચી ગયા છીએ. અને આ બધું ઔદ્યોગિકીકરણ અને ટેકનોલોજીના વિકાસને કારણે સંભવ થયું છે. પણ એની સાથે સાથે આપણે આપણી જ પૃથ્વીની એવી હાલત કરતા જઈ રહ્યા છીએ, જેને લીધે આપણી આવનાર પેઢી માટે પૃથ્વી પર રહેવું પણ મુશ્કેલ થઈ જશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, માનવીઓ ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, વસ્તી વધારો વગેરેને કારણે આપણે પૃથ્વી પર રહેલા જંગલોનું પ્રમાણ ઘટાડી રહ્યા છીએ. વધતી વસ્તી માટે શહેરોની સીમા વધારવા, મોટી મોટી ઇન્ડસ્ટ્રી શરુ કરવાં વગેરે માટે પણ આપણે ખેતરો અને વૃક્ષોનો નાશ કરી રહ્યા છીએ. અને એને લીધે જ આજે આપણી પૃથ્વી ગ્લોબલ વોર્મિંગનો શિકાર બની છે.

એક તો ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીનું તાપમાન વધતું જઈ રહ્યું છે. એને લીધે વર્ષોથી અકબંધ રહેલો એન્ટાર્કટિકાનો બરફ ઓગળવા લાગ્યો છે. એને લીધે ત્યાંના જીવોનું જીવન તો મુશ્કેલીમાં મુકાય જ છે, પણ પાણીનું સ્તર વધતા દુનિયાના નીચાણ વાળા પ્રદેશો પાણીમાં ડૂબતા જઈ રહ્યા છે. તેમજ વૃક્ષો ઓછા થવાને કારણે જમીનનું ધોવાણ પણ વધી ગયું છે, અને વરસાદ પણ ઓછો થઇ રહ્યો છે. આ બધા ઉપરાંત પ્લાસ્ટિક વેસ્ટ અને પેન્સિલ વેસ્ટ પણ આપણા માટે મોટી સમસ્યા બની ગયા છે.

હવે પેન્સિલની વાત કરીએ, તો તમારી જાણકારી માટે પહેલા એ જણાવી દઈએ કે, વર્ષ 2017 ના આંકડા અનુસાર વિશ્વની વાર્ષિક પેન્સિલની જરૂરિયાત 25 બિલિયન(1 બિલિયન એટલે 1,000,000,000) પેન્સિલ હતી. અને આટલી પેન્સિલ બનાવવા માટે અંદાજે 1,50,000 ઝાડ કાપવામાં આવ્યા હતા. હાલ તો આ સંખ્યા વધી ગઈ હશે. કારણ કે લોકોની સંખ્યા વધતા પેન્સિલની માંગ વધે જ છે.

આ પેન્સિલની પર્યાવરણ પર અસરની વાત કરીએ, તો આ ઔદ્યોગિક પેન્સિલના ઉપભોગતા સુધી પહોંચવા પહેલા જ સરેરાશ 33.5 ગ્રામ કાર્બન વાતાવરણમાં ઉત્સર્જિત થાય છે. જેની અસર ક્લાઈમેટ ચેંજ પર પડે છે. પર્યાવરણ પર ખરાબ અસર થવાથી એની સીધી અસર આપણા જીવન અને સ્વાસ્થ્ય પર પડે છે. તેમજ બીજી એક વાત એ છે કે સરેરાશ 90% લોકો કોઈ પણ પેન્સિલના 2/3 જેટલા ભાગનો ઉપયોગ જ નથી કરતા. તેઓ એને નાની થવા પર ફેંકી દે છે.

આના પર થયેલા એક સર્વે અનુસાર જાણવા મળ્યું છે કે, પેન્સિલ પુરી થવા પહેલા જ ક્યાં તો ખોવાઈ જાય છે, અથવા વાપરતા સમયે એની ગ્રીપ પકડવી મુશ્કેલ બની જાય છે. જેને લીધે પણ લોકો એને ફેંકી દેતા હોય છે.

અને ખાસ વાત એ છે કે, પેન્સિલના કચરામાં રહેલા ઝેરી તત્વો જેવા કે, પેટ્રોલિયમ પર આધારિત ગુંદર અને કેમિકલ કોટિંગ વાળું બહારનું આવરણ જમીન સુધી પહોંચે છે, તો તે જમીનને દુષિત કરે છે. અને તે જમીનના ધોવાણને પણ અસર કરે છે. તેમજ આપણે પહેલાથી જ પેન્સિલ અને કાગળ માટે ઝાડનો નાશ તો કરતા જ આવીએ છીએ. અને એના પ્રમાણમાં આપણે એટલા ઝાડ ઉગાડતા પણ નથી. એટલે એની અસર પર્યાવરણ પર જ પડે છે.

તો આપણે શક્ય એટલો પેન્સિલ અને કાગળનો કરકસર યુક્ત ઉપયોગ કરવો જોઈએ. જેથી પર્યાવરણની જાણવણીમાં આપણે આપણું યોગદાન આપી શકીએ. પેન્સિલના થતા આ બગાડને ધ્યાનમાં રાખીને ECAS સંસ્થા જે આપણા ભારત દેશની જ એક સંસ્થા છે, તે ઈકોફ્રેન્ડલી પેન્સિલ લઈને આવી છે. આ પેન્સિલનો ઉપયોગ કર્યા પછી એને જમીનમાં બીજની જેમ વાવી શકાય છે, અને એમાંથી છોડ ઉગે છે. જે પર્યાવરણની જાણવણી માટે એક સારું પગલું છે.

ECAS સંસ્થા દ્વારા નિર્મિત ઈકોફ્રેન્ડલી પેન્સિલ જેનું નામ ઝીરો પેન્સિલ(ZERO Pencil) છે, એના વિષે વધુ જાણવા આ લીંક પર ક્લિક કરો >>>>>> માર્કેટમાં આવી એવી પેન્સિલ જેને વાપર્યા પછી જમીનમાં રોપવાથી ઉગે છે છોડ, થાય છે પર્યાવરણનું રક્ષણ