જે લોકોને દારૂબંધી ખોટી લાગે છે એ લોકો વાંચી લો આ ઘટના

0
921

ગુજરાતમાં દારૂબંધી છે એ તો તમે બધા જાણો જ છો. દારૂબંધી ઘણો સારો નિર્ણય છે. પણ અમુક લોકોને એવું લાગે છે કે, આ સરકારનું ખોટું પગલું છે. અને એવા લોકોની આંખ આગળથી પાટો દૂર કરતો એક કિસ્સો હાલમાં જ લોકો સામે આવ્યો છે. એમાં ગુજરાતમાં વાપી નજીક સરીગામની સ્કૂલના 10થી 12 જેટલા વિદ્યાર્થીઓએ ભેગા મળીને શાળામાં રજા પાડી, અને સ્કૂલ યુનિફોર્મમાં જ દારૂની મહેફિલ માણવા સેલવાસ ચાલ્યા ગયા.

ત્યાં ભરપૂર દારૂનો નશો કર્યા બાદ એમાંથી બે વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. અને એ કારણે આ એ બે વિદ્યાર્થીઓને ભીલાડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને આ ઘટનામાં સેલવાસના એ વાઈનશોપના કર્મચારીઓએ સ્કુલ યુર્નિફોર્મમાં આવેલા વિદ્યાર્થીઓને દારૂ આપ્યું એ વાત પણ ભારે આશ્વર્ય ફેલાવે છે. અને આ ઘટનાથી શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગયો છે.

વિદ્યાર્થીઓ સ્કૂલ બંક કરીને ગયા બારમાં :

મળેલી જાણકારી અનુસાર, શુક્રવારે સરીગામમાં આવેલી કે. ડી. બી. હાઇસ્કૂલના 10થી 12 જેટલા વિદ્યાર્થીઓએ સ્કૂલમાં જવાની જગ્યાએ બંક મારીને દારૂની પાર્ટીનો પ્લાન બનાવ્યો હતો. દારૂની મહેફિલ માણવા આ વિદ્યાર્થીઓ સેલવાસના નરોલી ખાતે એક દારૂના બારમાં પહોંચ્યા હતા. ત્યાં એ વિદ્યાર્થીઓએ મોજ મસ્તી કરી અને દારૂની મહેફિલ માણી. પણ એમાંથી બે વિદ્યાર્થીને વધુ નશો ચડી જતા તેઓ બેભાન થઇ ગયા હતા. આ જોઇને અન્ય સાથી વિદ્યાર્થીઓ એકદમ ડરી ગયા હતા. ત્યારબાદ તે બેભાન વિદ્યાર્થીને સારવાર માટે ભીલાડના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓને બેભાન અવસ્થામાં સતત ઉલટી કરતી હાલતમાં દાખલ કરાયા હતાં.

છેક સાંજે આવ્યું ભાન :

આરોગ્ય કેન્દ્રમાં એમની એક કલાક સુધી સારવાર કરવામાં આવી હતી, પણ તેઓ ભાનમાં ન આવતા એ બંનેને સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતાં. એટલે સંબંધીઓ એ વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. બેભાન અવસ્થામાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા વિદ્યાર્થીઓને મોડી સાંજે ભાન આવ્યું હતું, પછી તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા. આ કેસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વિદ્યાર્થીઓએ દારૂની મહેફિલ સાથે નશીલા પ્રદાર્થનું પણ સેવન કર્યું હશે.

દારૂની મહેફિલ અંગેની માહિતી ફોન પર મળી :

ત્યારબાદ સરીગામની કે. ડી. બી. હાઇસ્કુલના આચાર્ય ધારાબેન પટેલ સાથે વાત કરતા એમણે જણાવ્યું કે, સાંજે શાળા બંધ થવાના સમયે કોઇનો ફોન આવતાં વિદ્યાર્થીઓની દારૂની મહેફિલ અંગે જાણવા મળ્યું હતું. પણ આધારભૂત માહિતી નથી. આ અંગે શનિવારે શાળા ખૂલ્યા બાદ તપાસ કરાશે તો જ સાચી હકીકત બહાર આવશે.

વિદ્યાર્થીને સિવિલમાં રિફર કરાયો હતો :

આ બાબતે ભીલાડ સી.એચ.સી. ડો. મુરલીધરે જણાવ્યુ હતુ કે, બપોરે 1.30 કલાકે સ્કૂલ યુનિફોર્મમાં એક વિદ્યાર્થીને બેહોશ હાલતમાં અહીં લાવવામાં આવ્યો હતો. અને એક કલાક બાદ પણ વિદ્યાર્થી ભાનમાં ન આવતા એને વલસાડ સિવિલમાં રીફર કરવામાં આવ્યો હતો.

દારૂબંધીના વિરોધ કરવાવાળા સમાજની ઉધઈ જેવા છે, તેમને પોતાની ભૂખ સંતોષવા ગુજરાતને બરબાદ કરવું છે.