આ જગ્યા પર કબ્રસ્તાનમાંથી મહિલાઓની લાશ કાઢી કરતા હતા ન કરવાનું કામ, પછી પોલીસે કર્યો ખુલાસો.

0
288

અત્યાર સુધીમાં વાળની ચોરીના ઘણા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. પણ ભરૂચના ઇખર ગામમાંથી જે કિસ્સા વિષે જાણવા મળ્યું છે તે ઘણું વિચિત્ર છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર ઇખર ગામના કબ્રસ્તાનમાં મહિલાઓની કબરમાંથી તેમના મૃતદેહના માથાના વાળ કાપી લેવાની અફવા ફેલાઈ હતી. આ અફવાને કારણે ગ્રામજનોએ એક્શન લઈને ત્રણ લોકોને કબ્રસ્તાનમાંથી ચોરી કરતા ઝડપી પાડ્યા હતા.

કબ્રસ્તાનમાંથી પકડાયેલા 2 સગીર સહિત ત્રણ લોકોને ત્યાંના સ્થાનિક રહેવાસીઓએ મેથીપાક આપીને પછી પોલીસના હવાલે કરી દીધા હતા. પછી પોલીસે અરજીના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

મળતી જાણકારી અનુસાર, છેલ્લા થોડા દિવસોથી ઇખર ગામના કબ્રસ્તાનમાં રહેલી કબરોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું. આવું કામ કરનારને પકડવા માટે ગામના લોકોએ જરૂરી પગલાં ભર્યા, જેમાં 2-3 દિવસ પહેલાં કબ્રસ્તાનમાંથી ભાગતાં બે સગીર સહીત ત્રણ લોકોને ગામના લોકોએ ઝડપી પાડ્યાં હતાં.

ઇખર ગામના રહેવાસીઓના જણાવ્યા અનુસાર, તે લોકોએ કબરના માથાના ભાગે નાનું કાણું પાડી, દોરી અને તારની મદદથી ખાડામાંથી મહિલાઓના વાળ ખેંચીને તેને કાપીને ચોરી કરી જતાં હોવાની કબુલાત કરી હતી. જેને લઈને ગામના લોકોએ સોશિયલ મિડિયા પર ઓડિયો મેસેજ પણ વાયરલ કર્યાં હતાં.

આ વાત પોલીસ સુધી પહોંચતા પોલીસ દ્વારા કાર્યવાહી કરીને સમગ્ર મામલામાં ખુલાસો કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, હજુ સુધી આવી કોઈ ઘટના સામે નથી આવી. અને આ દરમિયાન પકડાયેલા લોકોની પ્રાથમિક પુછપરછ કરવા પર તેમણે જણાવ્યું કે, તેમણે ઇખરના કબ્રસ્તાનમાં માત્ર એક જ કબરને નુકસાન પહોંચાડ્યું હતું.

પ્રોફાઈલ ફોટો પ્રતિકાત્મક છે (સોર્સ – ગુગલ).