ફક્ત એક વખત ભરો પ્રીમિયમ અને આજીવન મેળવો દર મહિને 20 હજાર પેંશન.

0
378

દર મહિને મેળવવા માંગો છો 20 હજાર પેંશન તો આ પ્લાન તમારા માટે છે બેસ્ટ, ભરવું પડશે ફક્ત એક પ્રીમિયમ. ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી – LIC) એ પોતાની લોકપ્રિય યોજન ‘જીવન અક્ષય પોલિસી’ ને ફરીથી શરૂ કરી છે. આ એક પેંશન યોજના છે, જેને કંપનીએ નવેસરથી શરૂ કરી છે. થોડા મહિના પહેલા જ દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીએ જીવન શાંતિ નામની એક યોજનાની શરૂઆત કરી હતી અને અક્ષય યોજનાને બંધ કરી હતી, પણ કંપની હવે ફરીથી આ યોજના પાછી લઈને આવી છે.

નવા કલેવરમાં લાવવામાં આવેલી જીવન અક્ષય 7, એલઆઈસીની ઈમીડિએટ એન્યુટી પ્લાન (Immediate Annuity Plan) એટલે કે તત્કાલ વાર્ષિકી યોજના છે. આ યોજનામાં તમે એક વાર પ્રીમિયમ આપીને દર મહિને 20 હજાર રૂપિયા પેંશનની સુવિધા મેળવી શકો છો. આ પોલિસીને કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે. તેમાં એકસાથે રકમની ચુકવણી પર રોકાણકારોને એન્યુટીના 10 વિકલ્પોમાંથી એક પસંદ કરવાની સુવિધા મળે છે.

આ 10 વિકલ્પોમાંથી એક એવો છે જેના અંતર્ગત એક વાર પ્રીમિયમ જમા કરાવ્યા પછી દર મહિને 20 હજાર રૂપિયા પેંશન મળે છે. જીવન અક્ષય પોલિસીમાં એક લાખ રૂપિયા ચૂકવીને પણ પેંશન લઈ શકાય છે, પણ 20 હજાર રૂપિયા માસિક પેંશન માટે રોકાણની રકમ પણ વધારે છે. 20 હજાર રૂપિયા પ્રતિ મહિને પેંશન માટે તમારે 40 લાખ 72 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે.

આ પેંશનની ચુકવણી 4 રીતે (વાર્ષિક, છ માસિક, ત્રિમાસિક અને દર મહિને) કરવામાં આવે છે. તેની વાર્ષિક ચુકવણી પર 2 લાખ 60 હજાર રૂપિયા, છ માસિકમાં 1 લાખ 27 હજાર 600 રૂપિયા, ત્રિમાસિક 63,250 રૂપિયા અને મહિને 20,967 રૂપિયા પેંશન મળે છે. તેના સિવાય પોલિસી લેવાવાળાને આજીવન એન્યુટી ચૂકવવામાં આવે છે. તમે આ યોજનાને ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકો છો.

આ યોજનામાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી અને 30 થી 85 વર્ષની ઉંમરના લોકો આ યોજના લેવા માટે યોગ્ય છે. ઉલ્લેખનીય છે કે જીવન અક્ષય યોજના એક ઈમીડિએટ એન્યુટી પ્લાન છે. તેમજ, એલઆઈસીની જીવન શાંતિ યોજનાને સ્થગિત એન્યુટી પ્લાન (Deferred Annuity Plan) બનાવી દેવામાં આવી છે. બંને યોજનાઓ વચ્ચે કોઈ પ્રકારની ગડબડ ના થાય, તેના માટે કંપનીએ જીવન શાંતિ યોજનાને સુધારી પણ છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.