તમે પત્નીના પગ જોઈને જાણી શકો છો કે તમારા ભાગ્યમાં રાજયોગ છે કે નથી?

0
2294

સામાન્ય રીતે દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે તેની પાસે પુષ્કળ ઘન હોય. પણ હકીકત એ છે કે માત્ર ઇચ્છવાથી તમારી પાસે પુષ્કળ ધન નથી આવતું. એ મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડે છે. અને દુનિયાના ઘણા બધા લોકો ધન-દોલત મેળવવા માટે ઘણી મહેનત પણ કરે છે, પરંતુ તેમને કોઈ ફાયદો થતો નથી.

અને એનાથી વિપરીત અમુક લોકો એવા પણ હોય છે, જે ઓછી મહેનતમાં પણ વધુ ધન-દોલત કમાઈ લે છે. લોકો દ્વારા જ એવું કહેવામાં આવે છે કે, ધન-દોલત નસીબ દ્વારા જ મળે છે. જેમના નસીબમાં જેટલી ધન-દોલત હોય છે, એટલું જ મળે છે. નસીબથી વધુ કે નસીબથી ઓછુ ધન કોઈને નથી મળતું.

જો નસીબની વાત આવે તો એવું કહેવામાં આવે છે કે, સ્ત્રી પોતાની સાથે સૌભાગ્ય લઈને આવે છે. આમ તો દરેક દીકરી કે દરેક સ્ત્રી પોતાના સાસરિયા અને માતા પિતા માટે ઘણી નસીબદાર જ હોય છે. પણ સામુદ્રિક શાસ્ત્ર અંતર્ગત સૌભાગ્યશાળી મહિલાઓની થોડી વિશેષતાઓનો પણ એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર તમારા નસીબનું રહસ્ય તમારી પત્નીના પગ દ્વારા જાણી શકાય છે. તમારી આંગળીઓ, તમારા વાળ, તમારો ચહેરો, મસ્તિકની પહોળાઈ તમારી બાબતમાં ઘણું બધું જણાવે છે.

અને જણાવી દઈએ કે સામુદ્રિક શાસ્ત્રની એક શાખા મુજબ જ સ્ત્રીના પગ તેના પતિના ભવિષ્ય વિષે પણ જણાવે છે. એમાં જણાવ્યા અનુસાર મહિલાઓના પગના તળિયામાં રહેલી નિશાનીઓ અને આંગળીઓથી પતિના સુખ અને નસીબ વિષે જાણી શકાય છે. તો આવો અમે તમને એવા જ થોડા વિશેષ નિશાનોના વિષયમાં જણાવીએ જે પતિના નસીબના દ્વાર ખોલી દે છે.

૧. એવું માનવામાં આવે છે કે, દરેક મહિલાના પગમાં થોડા વિશેષ નિશાન હોય છે. અને એ નિશાન તમને ઘણા પ્રકારના સંકેત આપે છે. ઉદાહરણ તરીકે જો કોઈ સ્ત્રીના પગના તળિયા ઉપર ચક્ર, ધજા અને સાથીયાનું નિશાન હોય છે, તો તે જણાવે છે કે સંબંધિત સ્ત્રી સાથે લગ્ન કરવા વાળા વ્યક્તિને રાજ સુખ મળશે. તે રાજાની જેમ જીવન પસાર કરશે અને તેની પત્નીને રાણીનું સન્માન પ્રાપ્ત થશે.

2. અને અન્ય એક સંકેત એ પણ છે કે, જો કોઈ મહિલાની એડી ઘણી જ સુંદર, આકર્ષક અને ગોળ છે, તો એવી મહિલાઓના પતી જીવનમાં હંમેશા સુખી રહે છે, અને તેમનું જીવન હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે છે.

૩. જાણકારી માટે જણાવી દઈએ કે, જે મહિલાના પગની સૌથી નાની આંગળી અને તેની બાજુ વાળી આંગળી ચાલતી વખતે જમીનને સ્પર્શે છે, તો એવી મહિલાઓ ઘણી જ નસીબદાર હોય છે અને તેમના પતીનું જીવન હંમેશા માટે સુખ સમૃદ્ધીથી ભરેલું રહે છે. તેમજ એને ક્યારેય પણ ધનની કમી નથી રહેતી. અને સાથે જ તેને કોઈ પ્રોપર્ટી મળવાના પણ યોગ બને છે.

૪. તેમજ જો કોઈ મહિલાઓના પગની મધ્યમા આંગળી અને અનામિકા આંગળીની લંબાઈ જો એક સરખી હોય છે, તો તેનો એવો સંકેત આપે છે કે, એવી મહિલાઓના પતિએ જીવનમાં ક્યારે પણ આર્થિક સંકટ સહન કરવું નહિ પડે.

૫. તેમજ સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ સ્ત્રીના પગના તળિયાના ગાદી વાળા ભાગ ઉપર, કોઈ રેખા એવી છે જે આંગળી તરફ જઈ રહી છે, તો તે દર્શાવે છે કે તે સ્ત્રી પોતાના પતી માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે. તે સ્ત્રીને પોતાના જીવનમાં ખુશી અને સફળતા પ્રાપ્ત થાય છે. અને તેનો પતિ ઘણો નસીબદાર કહેવાય છે.

૬. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે મહિલાના પગના તળિયામાં કમળ કે પછી છત્રનું નિશાન મળી આવે છે, તો તેવી મહિલાઓના પતી રાજકારણ ક્ષેત્રમાં ઘણી સફળતા પ્રાપ્ત કરે છે.