રોજ પત્નીનું બનાવેલું જમવાનું ભિખારીને ખવડાવતો હતો પતિ, પત્નીને ખબર પડી તો ભિખારી સાથે કરી લીધા લગ્ન

0
1803

મિત્રો આપણી આ દુનિયા ઘણી મોટી છે. અને જેટલી મોટી આ દુનિયા છે એટલી જ વિચિત્ર અહીયા બનતી ઘટનાઓ છે. આજે અમે તમને એમાંથી જ વિચિત્ર ઘટના વિષે જણાવવાં જઈ રહ્યા છીએ. મિત્રો તમે લવ સ્ટોરી તો ઘણી સાંભળી હશે. પણ શું તમે એવી લવ સ્ટોરી સાંભળી છે? જેમાં એક સ્ત્રીએ ભિખારી સાથે લગ્ન કરી લીધા હોય. આજની સ્ટોરી કંઈક એવી જ છે. તો આવો જાણીએ કે આજના લેખમાં શું ખાસ છે?

એક પત્ની પોતાના પતિને રોજ ટીફીન બનાવીને આપતી હતી, અને પતિ રોજ ઓફિસે પત્નીએ બનાવેલું જમવાનું લઇ જતો હતો. પણ અચંબાની વાત તો એ છે કે, પત્ની સતત ત્રણ મહિનાથી એના પતિને ટીફીનમાં બટાકાનું શાક બનાવીને આપ્યા કરતી હતી. અને એનો પતિ કાંઈ પણ કહ્યા વગર રોજ ખાલી ટીફીન લઈને ઘેર પહોચતો હતો.

અને આ વાતથી એની પત્ની ઘણી અચંબામાં હતી કે, મારો પતિ કાંઈ પણ કહ્યા વગર રોજ એક ને એક પ્રકારનું શાક ખાઈ લે છે, અને વળી ઘેર આવીને ફરિયાદ સુધ્ધા નથી કરતા. એના મનમાં સવાલ ઉઠવા લાગ્યો કે, એવું કઈ રીતે બની શકે? અને પત્નીને પોતાના પતિ પર થોડી શંકા થઇ અને એક દિવસ તેણે પોતાના પતિનો પીછો કર્યો. ત્યારે તેણે જે જોયું તે જોઇને તે તો દંગ જ રહી ગઈ. પતિનાં કારસ્તાનથી પત્નીને જે નવાઈ થઇ, તેનાથી વધુ આઘાત તો પતિને લાગ્યો જયારે પત્નીએ તેના આ કારનામાનો જવાબ આપ્યો. આવો જાણીએ આ આખી ઘટના.

જેવું કે અમે પહેલા જણાવ્યું કે, એક પત્ની રોજ પોતાના પતિને સતત ત્રણ મહિનાથી બટાકાનું શાક બનાવીને ટીફીનમાં મુકીને આપી રહી હતી, અને ત્રણ મહિના સુધી સતત પતિ પોતાનું ટીફીન ખાલી કરીને ઘેર લઈને આવતો હતો. કોઈપણ પ્રકારની ફરિયાદ વગર જ્યારે પત્નીને ખાલી ટીફીન આપતો હતો, ત્યારે પત્નીને શંકા થઇ અને એક દિવસ તેનો પીછો કર્યો. ત્યારે ખબર પડી કે તે પોતાનું ટીફીન પોતે નહોતો ખાઈ રહ્યો, પણ ત્યાં બેઠલા એક ભિખારીને આપી દેતો હતો.

પત્નીએ પોતાના પતિને હાથો હાથ પકડ્યો, અને તે દિવસે તે પેલા ભિખારીને પણ મળી. જયારે તે પેલા ભિખારીને મળવા ગઈ ત્યારે તે ભિખારી એ મહિલાને ઓળખી લીધી. તે ભિખારીનું નામ પ્રકાશ હતું અને તે એ મહિલાને બાળપણથી ઓળખતો હતો. પછી તેણે પોતાના બાળપણની બે-ચાર શાયરી એ મહિલાને સંભળાવી, ત્યારબાદ એ મહિલાએ પણ એને ઓળખી લીધો. કારણ કે તેની સાથે એને બાળપણમાં પ્રેમ થયો હતો. પણ તેના લગ્નને કારણે તેનાથી છૂટો પડી ગયો હતો. એ વ્યક્તિ કોઈ કારણ વશ ભિખારી બની ગયો હતો.

અને કહેવાય છે ને કે જયારે છૂટો પડેલો પ્રેમ મળી જાય તો દુનિયાની તમામ વસ્તુ ભુલાઈ જાય છે. બસ તે મહિલાએ બે દિવસ પછી પોતાના પતિને છૂટાછેડા આપ્યા, અને તે ભિખારી એટલે કે પોતાના બાળપણના પ્રેમ સાથે લગ્ન કરી લીધા. અને બન્ને જણા મંદિરની બહાર બેસીને ભીખ માંગવા લાગ્યા. શું તમે ક્યારેય આવો પ્રેમનો કિસ્સો સાંભળ્યો છે? જેમાં આટલું મોટું બલીદાન આપીને મહેલોમાં રહેનારી મહિલા એક મંદિર બહાર પોતાના પ્રેમી સાથે ભીખ માગવાનું શરુ કરી દે છે. કદાચ નહિ સાંભળ્યો હોય.

જણાવી દઈએ કે, આ અનોખી પ્રેમ કહાની એકદમ સાચી છે. આ આખી ઘટના ઓરિસ્સાના જબલપુરની છે. જ્યાં તે મહિલા પોતાના છુટા પડેલો બાળપણના પ્રેમને મળ્યા પછી એના વગર રહી ન શકી, અને પોતાના પતિને છૂટાછેડા આપીને તેની સાથે લગ્ન કરી લીધા. એવું કહેવામાં આવે છે કે પ્રેમમાં ઘણી શક્તિ હોય છે. તે દરેક વસ્તુ ભુલાવી દે છે પણ આ ઘટના જોઇને લાગે છે કે, ખરેખરમાં પ્રેમમાં ઘણી શક્તિ હોય છે. જે દરેક વસ્તુ ભૂલી અને છોડી દેવાની શક્તિ આપે છે.