8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર વ્યક્તિને લોકોને એવો માર-માર્યો કે તે….

0
362

8 વર્ષની બાળકી સાથે કર્યું દુષ્કર્મ, લોકોએ ત્યારે એવો નિર્ણય લીધો કે તમે વિચારી પણ નહિ શકો

બિહારની રાજધાની પટનામાં રેપ અને મૉબ લિંચિંગ (Mob Lynching) સાથે જોડાયેલો એક કેસ સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ લોકોએ તે વ્યક્તિને ઢોર માર મારીને તેની હત્યા કરી દીધી. તેમણે આ ગુનાની પોલીસમાં ફરિયાદ કરવાની જગ્યાએ પોતે જ તેનો નિર્ણય લઇ લીધો.

8 વર્ષની બાળકી સાથે થયું દુષ્કર્મ :

હકીકતમાં આ આખો કેસ પટનાના અગમકુઆં પોલીસ સ્ટેશનની હદમાં આવતા નયા ટોલામાં આવેલ વસાહતનો છે. અહીં કચરો વણીને પોતાની આજીવિકા ચલાવતો એક પરિવાર રહે છે. તેમની પાડોશમાં ટુનટુન માંઝી નામનો એક 30 વર્ષીય વ્યક્તિ પણ રહેતો હતો. ટુનટુન પણ કચરો વેચીને પૈસા કમાતો હતો. એક દિવસ જયારે તે દારૂના નશામાં હતો, તો પોતાની પાડોશમાં રહેતી 8 વર્ષની બાળકીને જબરજસ્તી ઉપાડી ગયો.

પછી તેણે તે બાળકી સાથે દુષ્કર્મ કર્યું. બીજા દિવસે સવારે જયારે બાળકી ઘરમાં ન મળી તો માતા-પિતા તેના શોધવા લાગ્યા. ત્યારે નજીકમાં રહેતી એક મહિલાએ જણાવ્યું કે, તેણીએ ટુનટુનને બાળકીનું મોં દબાવીને લઇ જતા જોયો હતો. તે બાળકી સાથે ખોટી હરકત પણ કરી રહ્યો હતો.

લોકોએ ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો :

બાળકીના માતા પિતાને આ વાતની જાણકારી મળી કે મહોલ્લાનો ટુનટુન તેમની ફૂલ જેવી નાજુક દીકરીને લઇ ગયો છે, તો તે તરત તેની પાસે ગયા. ત્યાં વસાહતના અત્યંત ગુસ્સે થયેલા લોકોએ આરોપી ટુનટુનને દંડાથી ખુબ માર્યો. જયારે પોલીસને આ વાતની સૂચના મળી તો તે સ્થળ પણ પહોંચી અને ઘાયલ ટુનટુનને ઈલાજ માટે હોસ્પિટલ લઇ ગઈ. પણ ત્યાં સુધીમાં આરોપીએ દમ તોડી દીધો.

બાળકીનો ઈલાજ ચાલી રહ્યો છે :

પોલીસ અધિકારી અભિજીત કુમાર અનુસાર આરોપીનું મૃત્યુ થઈ ગયું છે, અને પીડિત બાળકીનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. તેનું મેડિકલ પણ કરાવવામાં આવ્યું છે. કેસમાં પીડિત બાળકીની માં ના નિવેદનના આધારે રેપનો કેદ દાખલ કરવામાં આવશે.

સોશિયલ મીડિયા પર પણ રેપની આ ઘટના ચર્ચાનો વિષય બનેલી છે. ઘણા બધા લોકોનું એક માનવું છે કે, વસાહતના લોકોએ આરોપીને પોતાના હાથે સજા આપીને સારું કર્યું. કોર્ટ અને પોલીસના ચક્કરમાં રહેતે તો બાળકીને ન્યાય મળવામાં ઘણા વર્ષો પસાર થઈ જતે. તો અમુક લોકોનું માનવું છે કે, કાયદાની પ્રક્રિયાની મદદ લેવી હતી. મિત્રો, આ કેસમાં તમારી શું સલાહ છે? શું લોકોએ આરોપીને મારીને બરાબર કર્યું?

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.