પતિને છૂટાછેડા આપ્યા પછી આ એક્ટ્રેસને મળી જોરદાર સફળતા, નંબર 3 એ તો આપ્યા ખુબ બોલ્ડ સીન

0
836

ભારતમાં મહિલાઓ માટે લગ્ન એક ઘણો મોટો ફેરફાર હોય છે. તેને પોતાનું ઘર બાર છોડી પતિ અને સાસરીયા વચ્ચે રહેવું પડે છે. તેવામાં ઘણી વખત તેની આઝાદી છીનવી લેવામાં આવે છે. તે પોતાની રીતે સમાજ સામે આવી પણ નથી શકતી. ઘણી વખત તો તેના સપના પણ અધૂરા રહી જાય છે. સમાજની આ વાતથી બોલીવુડની ઘણી અભિનેત્રીઓ પણ આ વાતથી અળગી નથી.

એટલે કે આજે અમે તમને એ હિરોઈનો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેને પોતાના પતિથી અલગ હોવા છતાંપણ સફળતા પ્રાપ્ત થઇ. પતિથી અલગ થતા જ તે આઝાદ થઇ અને તેનો લાભ ઉઠાવીને સફળતા પ્રાપ્ત કરી લીધી.

માહી ગીલ :

માહી ગીલે જેવા પોતાના પતિ સાથે છૂટાછેડા લીધા તો ત્યાર પછી તેનું બોલીવુડ કેરિયર એકદમથી ઉપર આવવા લાગ્યું હતું. છૂટાછેડા પછી માહીએ દેવ ડી, સાહેબ બીબી ઓર ગેંગસ્ટર જેવી ફિલ્મો કરી હતી. આ ફિલ્મમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો. આ ફિલ્મો માંથી જ તેમને બોલીવુડમાં સાચી ઓળખ મળી હતી.

ચિત્રાંગદા સિંહ :-

ટેલેન્ટ અને સુંદરતા બન્નેથી ભરેલી ચિત્રાંગદા ‘હજારો ખ્વાઈશો એસી’ જેવી ફિલ્મમાં પોતાના સુંદર અભિનય માટે ઓળખાય છે. તેમણે વર્ષ ૨૦૦૧માં જ્યોતિ રંધવા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી પણ તે ફિલ્મોમાં કામ કરી રહી હતી, પરંતુ તેના પરફોર્મન્સ કોઈ કારણથી નીચું આવી ગયું હતું.

પછી જયારે ૨૦૧૪માં તેમના છૂટાછેડા થયા તો તે એકદમથી ફેમસ થઇ ગઈ. તેનું આઈટમ સોંગ ‘આવો રાજા’ ઘણું પ્રસિદ્ધ થયું હતું. તે ઉપરાંત તેને ‘સાહેબ બીબી ઓર ગેંગસ્ટર’ જેવી ફિલ્મોમાં પણ કામ મળ્યું. તે ‘દેશી બોયઝ’માં તેમના રોલની ઘણી પ્રશંસા થઇ.

મલાઈકા શેરાવત :-

ફિલ્મોમાં આવતા પહેલા મલાઈકા મોડલિંગ અને જાહેરાતનું કામ કરતી હતી. તે ફિલ્મોમાં અભિનેત્રી બનવા માગતી હતી એ વાત તેના પતિ કર્ણ સિંહ અને સાસરીયા વાળાને જરાપણ ગમતી ન હતી. તેથી મલાઈકાએ છૂટાછેડા લઇ લીધા અને પોતાના સપના પુરા કરવા આવી ગઈ. ત્યાર પછી તેને ‘ખ્વાઈશ’ અને ‘મર્ડર’ જેવી ફિલ્મો મળી, જેથી તેને બોલીવુડમાં ઘણી ખ્યાતી મળી. મલાઈકાએ ઘણા લાંબા સમય સુધી પોતે છૂટાછેડા લીધાની વાત પણ છુપાવી રાખી હતી.

કોલ્કી કોચીન :-

કોલ્કી બોલીવુડમાં પોતાના સુદંર અભિનયથી ઓળખાય છે. તેમણે ‘દેવ ડી’ ફિલ્મથી પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં અનુરાગ કશ્યપ ડાયરેક્ટ કરી રહ્યા હતા. તે દરમિયાન બન્નેમાં પ્રેમ થયો અને તેમણે લગ્ન કરી લીધા. પરંતુ પાછળથી તે લગ્ન વધુ સમય ટક્યા નહિ અને તેના છૂટાછેડા થઇ ગયા, કોલ્કીએ છૂટાછેડા લીધા હોવા છતાંપણ તેને ‘શૈતાન’, ‘જિંદગીના મિલેગી દુબારા’ જેવી ફિલ્મો મળી. આ ફિલ્મમાં તેના અભિનયની ઘણી પ્રશંસા થઇ.

રાખી ગુલઝાર :-

રાખીએ જયારે ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય કર્યો હતો, તો તેને અહેસાસ થયો કે તે ઘરની જવાબદારીઓ નહિ નિભાવી શકે એટલે પોતાની સફળ કારકિર્દી માટે તેમણે પતિ ગુલઝાર સાથે છુટાછેડા લઇ લીધા. છુટાછેડા લીધા પછી રાખીએ પોતાની કારકિર્દીમાં ઘણો સારો દેખાવ કર્યો. જેમાં તેની ‘શર્મિલી’ ફિલ્મનું પાત્ર આજ સુધી લોકોને યાદ છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.