પતિએ સંભાળ્યું રસોડું, બનાવ્યું ભોજન, 23 લાખ રૂપિયાની નોકરી છોડી IAS બની કાજલ જાવલા.

0
341

વાંચો IAS કાજલ જાવલાની સક્સેસ સ્ટોરી, જેમણે IAS બનવા માટે છોડી 23 લાખ રૂપિયાની નોકરી. તમે એ કહેવત તો સાંભળી જ હશે કે કોઈ સફળ માણસ પાછળ એક મહિલાનો હાથ હોય છે. આમ તો ઘણી વખત આવા પ્રકારની ઘટનાઓ પણ સામે આવે છે, જા કે એક પુરુષની મદદથી મહિલાએ સફળતાના શિખરો સર કર્યા છે. એવું જ કાંઈક મેરઠની રહેવાસી કાજલ જાવલા સાથે થયું છે. કાજલ હવે આઈએએસ અધિકારી બની ગઈ છે અને તે અદ્દભુત કારસ્તાન તેમણે પાંચમા પ્રયત્ને કરી દેખાડ્યું.

આઈએએસ કાજલ જાવલાની સફળ સ્ટોરી : કાજલ જાવલાએ યુપીએસસી પરીક્ષા 2018માં 28મો રેંક પ્રાપ્ત કર્યો હતો. કાજલ નાનપણથી આઈએએસ બનવા તો માગતી હતી, પરંતુ અહિયાં સુધી પહોચવાનો રસ્તો તેના માટે સરળ ન રહ્યો. આ સ્થાન સુધી પહોચવા માટે કાજલને ઘણી મહેનત કરવી હતી. કાજલને વારંવાર નિષ્ફળતા મળી રહી હતી અને તેવામાં વચ્ચે તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા.

હંમેશા જવાબદારીઓમાં ફસાઈને રહી જાય છે અને તેની સાથે જ તેના સપના પણ મરી જાય છે. પણ કાજલના લગ્ન તેના માટે ટર્નીંગ પોઈન્ટ સાબિત થયો. સિવિલ સેવા પરીક્ષાની તૈયારીઓ વચ્ચે કાજલના લગ્ન થયા અને ત્યાર પછી તેનું ભાગ્ય સમજો કે સંપૂર્ણ રીતે બદલાઈ ગયું.

મેરઠની રહેવાસી કાજલ જાવલા : મીડિયા સાથે વાત કરતી વખતે કાજલે જણાવ્યું કે લોકોને એવું લાગે છે કે લગ્ન પછી મહિલાઓની મુશ્કેલી વધી જાય છે અને તે તેનું આખું જીવન ઘરના કામમાં પસાર કરી દે છે. તે જોબ અને અભ્યાસ એક સાથે ચાલુ નથી રાખી શકતી. પરંતુ મારી સાથે એવું કાંઈ જ ન થયું. કાજલ જાવલા ઉત્તર પ્રદેશના મેરઠની રહેવાસી છે. કાજલ જલવાએ મથુરાથી ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશનમાં વર્ષ 2010માં બીટેક કર્યું હતું. અભ્યાસ પૂરો થયા પછી કાજલે ગુડગાંવ આવેલી વિપ્રો કંપનીમાં જોબ શરુ કરી દીધી હતી.

અહીંયા વાર્ષના 23 લાખ રૂપિયાના પેકેજ ઉપર નોકરી કરી રહી હતી. 9 વર્ષ જોબ કર્યા પછી કાજલે યુપીએસસી પરીક્ષા માટે સમય કાઢીને તૈયારી શરુ કરી. વર્ષ 2012માં કાજલે પહેલી વખત યુપીએસસીની પરીક્ષા આપી. 2012થી 2016 સુધી કાજલ ત્રણ વખત યુપીએસસીની પરીક્ષામાં બેઠી અને ત્રણે વખત નિષ્ફળતા મળી. કાજલ શરુઆતની પરીક્ષા પણ પાસ ન કરી શકી.

વર્ષ 2016માં કાજલ આશિષ મલિક સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. સતત મળેલી નિષ્ફળતા અને ઉપરથી લગ્ન થઇ ગયા પછી કાજલને લાગ્યું કે હવે તે ક્યારે પણ તેના સપના પુરા નહિ કરી શકે. પરંતુ પતિના સહકારની ભાવનાએ તેનો રસ્તો સરળ કરી દીધો. કાજલના જણાવ્યા મુજબ તેના પતિએ તેને ઘણો સહકાર આપ્યો. કાજલે કહ્યું, ‘તે સમયમાં જોબ સાથે સાથે અભ્યાસ કરતી હતી. પતિ પણ જોબ કરતા હતા, પરંતુ સાંજે તે મારા પહેલા ઘરે આવતા હતા. જયારે હું ઓફીસથી આવું તો મને ખાવાનુ તૈયાર મળતું હતું. અને સવાર-સાંજ મારે અભ્યાસ જ કરવાનો હતો.’

પતિએ ન કરવા દીધું ઘરનું કામ : આઈએએસ કાજલ જાલવાના પતિ આશિષ મલિકના જણાવ્યા મુજબ, તેમણે લગ્ન પછી જ કાજલને કહી દીધું હતું કે તેણે માત્ર અભ્યાસ કરવાનો છે અને તેની નોકરી ઉપર ધ્યાન આપવાનું છે. આશિષે જણાવ્યું કે તે એ દિવસમાં કામ ન કરી શકતી હતી, તેથી તેમણે રસોડાની જવાબદારી ઉપાડી લીધી હતી. ઘરની સાફ સફાઈ પણ કરતો હતો. છેવટે પતિના મળેલા આટલા સહકાર પછી કાજલ જાવલા તેના પાંચમાં પ્રયત્નમાં સફળ થઇ અને આઈએએસ બની ગઈ.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.