આ પટેલના નામે છે દુનિયાના ૧૯૨ માંથી ૧૧૯ દેશમાં ફરી આવ્યાનો વર્લ્ડ રેકોર્ડ…

0
4189

ગુજરાતના ભાવનગર જીલ્લાના ઘોઘા શહેરમાં 75 વરસની ઉંમરના એક વૃદ્ધ એવું નિવૃત જીવન જીવી રહ્યા છે, કે જેમણે દુનિયાના 192 માંથી 119 દેશ જોયેલા છે. ભારતની આઝાદીને લગભગ બે મહિનાની વાર હતી ત્યારે એટલે કે તા. 6/6/1947ના રોજ જન્મેલા જુલિયસભાઇ કહે છે, કે તેમણે ઇન્ડીયન ટ્રાન્સ્પોર્ટ મીનીસ્ટ્રી હેઠળ આવતી મર્ચન્ટ નેવીમાં નાવિક તરીકેની તાલીમ લઇને સી-મેન બુક પ્રાપ્ત કરી છે. અને આજે તેમની સી-મેન બુકમાં 33 શીપ અને 119 દેશોની મુસાફરીનો દસ્તાવેજી ઇતિહાસ અંકિત થયેલો છે. ગુજરાતમાં કદાચ જ કોઇ એવી વ્યક્તિ હશે જેણે એક સી-મેન તરીકે આટલા દેશોની સફર ખેડી હોય.

192 દેશામાંથી 119 દેશોની સફર કરી છે આ ગુજરાતીએ :

જુલિયસભાઇ કહે છે કે, 1970માં મેં જહાજની મારી પ્રથમ મુસાફરી જયંતિ શીપીંગના દેવરાય જયંતિ શીપમાં ભાવનગરથી મુંબઇ અને મુંબઇથી ગોવાની કરી હતી. વિશ્વભરમાં મેં મેરીકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, યુએઇથી લઇને જાપાન સુધીના 119 દેશોમાં મુસાફરી કરી છે, અને વિશ્વ આખાના દરિયાઇ અને જમીની અનુભવો મેળવ્યા છે. જીવ સટોસટના અનેક અનુભવો કર્યા.

તેમણે વિશ્વભરમાં અમેરીકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, યુએઇથી લઇને જાપાન સુધીના 119 દેશોમાં મુસાફરી કરી છે.

1978માં રોમાનિયાથી યુરિયા ભરીને ઇન્ડોનેશિયન કંપનીના એક શીપમાં અમે ભારત આવી રહ્યા હતા, તે વખતના ભયંકર વાવાઝોડા અને એસઓએસ બાદ હેલિકોપ્ટરોએ આવીને અમને બચાવ્યા હતા. એ તોફાન આજે યાદ આવે છે ત્યારે હજી પણ થોડી ક્ષણ માટે શરીરમાં એક ધ્રુજારી વછૂટી આવે છે. ક્યાંક આનંદોની હેલીઓના અનુભવ તો ક્યાંક મોતના મુખમાંથી પાછા ફરવાની દિલધડક કહાનીઓ મેં પોતે જીવી લીધી. મારી સીમેન બુકમાં આજે દરેક દેશની મુસાફરીની ડોક્યુમેન્ટરી નોંધ છે. મને સિક્કા સંગ્રહનો પણ શોખ છે. આજે ભાગ્યે જ વિશ્વનો એવો કોઇ દેશ હશે કે જેના સિક્કા મારી પાસે ન હોય.

આખા વિશ્વના દરિયાઇ અને જમીની અનુભવો મેળવ્યા :

એમનું કહેવું છે કે, ભાગ્યે જ વિશ્વનો એવો કોઇ દેશ હશે કે જેના સિક્કા મારી પાસે ન હોય.

જુલિયસભાઇને સિક્કા સંગ્રહનો શોખ છે.

મારી સીમેન બુકમાં આજે દરેક દેશની મુસાફરીની ડોક્યુમેન્ટરી નોંધ છે.

જો તમને અમારા આર્ટીકલ પસંદ આવ્યા હોય તો અવશ્ય શેર કરજો અને મિત્રોને પણ વંચાવજો….

વાંચો આગળ આ સામાન્ય લાગતો છોકરો છે દુનિયાના ટોપ 30 ધનિકોમાં શામેલ.

ફોર્બ્સની 30 અંડર એશિયા યાદીમાં ભારતનો દબદબો વધ્યો છે. આ વર્ષની યાદીમાં અલગ-અલગ ક્ષેત્રોના કુલ 300 નામ પસંદ કરવામાં આવ્યા છે. જેમાં 65 યુવાઓ સાથે ભારત પહેલા નંબરે છે. ચીનના 59 યુવાઓએ આ યાદીમાં સ્થાન મળ્યું છે. આ યાદીમાં પોલો ટીમના કેપ્ટન અને જયપુરના રાજા પદ્માનાભ સિંહ પણ છે. તેઓ અહીંના રાજા સવાઈ માનસિંહના દીકરા છે અને તેઓ હંમેશા પોતાની શાન અને લક્ઝરી લાઇફ માટે જાણીતા છે. જોકે, દેશમાં રજવાડાઓને સમગ્ર પણે ખતમ કરી દેવામાં આવ્યા છે પરંતુ હજુ પણ રાજઘરાનાઓમાં રાજતિકલનો પ્રોસેસ કરીને રાજ્યના વારસાનો હક આપવામાં આવે છે.

આવી છે પદ્માનાભ સિંહની લાઇફ સ્ટાઇલ :

પદ્માનાભ દેશ-વિદેશમાં યોજાનારી અનેક પેજ-3 પાર્ટીઓમાં જોવા મળે છે. તેની સાથે જ તેઓ જયપુરમાં યોજાનારા અનેક ફેશન અને અલગ-અલગ પ્રકારની ઇવેન્ટ્સમાં પણ જોવા મળે છે.

તેઓ હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિન્ટેજ કારોની સાથે ફોટો પણ શેર કરી છે.

જયપુર રોયલ ફેમિલીની પાસે પણ અનેક લક્ઝરી કાર છે. તેની સાથોસાથ તેઓ ઈન્ડિયન પોલો ટીમ તરફથી પણ રમે છે.

પદ્માનાભ દેશ-વિદેશમાં યોજાનારી અનેક પેજ-3 પાર્ટીઓમાં જોવા મળે છે.

રોયલ પરિવારમાંથી છે પદ્માનાભ સિંહ.

નાની ઉંમરે બન્યા છે પદ્મનાભ સિંહ રાજા.

અનેક લક્ઝરી કાર પણ છે જયપુર રોયલ ફેમિલી પાસે પણ  છે.

અરબોની સંપત્તિ છે જયપુર રાજપરિવાર પાસે.

દીયા કુમારીના લગ્ન નરેન્દ્ર સિંહ સાથે થયા હતા. તેના બે દીકરાઓ હતા પદ્માનાભ સિંહ અને લક્ષ્યરાજ સિંહ.

રાજકુમાર પદ્માનાભ સિંહ ઈટાલિયન મોડલ સાથે.

તિલક સમયે રાજકુમાર પદ્માનાભ.

રાજપરિવાર સાથે પદ્માનાભ.

માતા સાથે પદ્મનાભ.

ભવાની સિંહના નિધન બાદ 2011 માં તેમના વારસદાર તરીકે પદ્માનાભનો રાજતિલક થયો હતો.

તેઓ જયપુરમાં યોજાનારા અનેક ફેશન અને અલગ-અલગ પ્રકારની ઇવેન્ટ્સમાં પણ નજરે પડે છે.

ડો.અબ્દુલ કલામ જ્યાં મિસાઈલ પરીક્ષણ કરતા હતા ત્યાં ભુજના ખેત મજુરની દીકરી કરે છે સંશોધન….

ભારત સરકારના રક્ષા મંત્રાલયના નેજા હેઠળ કામ કરી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનમાં માધાપરની 25 વર્ષીય યુવતી સ્વાતિ ખોખાણીની સંશોધક તરીકે પસંદગી કરાઈ છે. સમગ્ર ગુજરાત માંથી તે એક માત્ર પસંદગી પામી છે.

જ્યાં પૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામ મિસાઈલ પરીક્ષણ કરતા ત્યાં સ્વાતિ કરે છે સિમ્યુલેશન​.

ભુજના જોડિયા ગામ માધાપરમાં મજૂરી કામ કરી પેટિયું રડતા પિતાની દીકરીએ આ સફળતા હાંસલ કરતા આજે સૌ તેના પર ગર્વ અનુભવી રહ્યા છે. સ્વાતિએ પ્રાથમિક શિક્ષણ ધાપરની સરસ્વતી વિદ્યાલયમાં મેળવ્યા બાદ માતૃછાયા કન્યા વિદ્યાલય (ભુજ) ખાતે હાઈસ્કૂલ પૂર્ણ કર્યુ છે. ત્યારબાદ સ્વાતિએ ગણેશ ઇન્સ્ટિટ્યૂટ ચેન્નાઈમાં એરોનોટિકલ એન્જીનીયરીંગમાં બેચલર ઈન ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો છે.

સાથો સાથે અલગપ્પા યુનિવર્સીટી ચેન્નાઇ ખાતે બેચલર ઈન સાયન્સમાં ગણિત શાસ્ત્ર વિષયમાં તે સ્નાતક થઇ છે. સ્નાતક બન્યા બાદ સતત તેને આ ફિલ્ડમાં જવા પ્રયત્નો ચાલુ જ રાખ્યા હતા. ભણતર પૂર્ણતા બાદ સ્વાતિએ એક વર્ષ બેંગ્લોરમાં ટ્યુશન ક્લાસીસ મેળવ્યા અને અંતે DRDO હૈદરાબાદમાં સંશોધક તરીકે ભરતી આવી તેમાં તેની પસંદગી થઈ છે.

સ્વાતિ કહે છે કે, મને આકાશમાં ઉડતા વિમાન જોઈ સંશોધનની ઈચ્છા થઇ હતીઆજે રિસર્ચ કરું છું.

માધાપરની સરસ્વતી વિદ્યાલયમાં ભણનારી 25 વર્ષીય સ્વાતિ સાથે વાત કરતા જણાવ્યું કે, મને નાનપણથી આકાશમાં વિમાન ઉડતા અને રાત્રે તારા જોઈ સંશોધનની ઈચ્છા થઇ હતી. મેં સતત મહેનતથી મારુ ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું, અને આજે આ ધ્યેય પ્રાપ્ત કર્યું છે. હાલમાં રિસર્ચ અને એનાલિસિસ વિંગમાં વૈજ્ઞાનિકોના માર્ગદર્શન નીચે મિસાઈલ્સ સિમ્યુલેશન, રિસર્ચ અને ડેવલપમેન્ટ, ફાઈટર પ્લેન, રોકેટ સહિતનું સિમ્યુલેશન અને સંશોધનમાં ભાગ લઇ રહી છું

અમે 10 વર્ષ સુધી 18 કલાક મજૂરી કામ કર્યું તે સફળ થયું : ભાઈ-પિતા

સ્વાતિના અભ્યાસથી લઇ સફળતાનાં સંઘર્ષની વાત કરતા પિતા ખોખાણી હરીશ દેવરાજએ જણાવ્યું કે,આ સફળતા પાછળ મેં અને દિકરા હાર્મિકએ મજૂરી કામ કરીને સતત 10 વર્ષ સુધી રાત દિવસ જોયા વગર 18 કલાક કામ કર્યું છે. અમારા શોખ અને ખર્ચ પર કાબૂ રાખી તેને ભણાવી છે. અને આજે હું અત્યંત ગર્વ અનુભવું છું કે અમારી મહેનત સફળ થઇ.

એની માતાનું કહેવું છે કે, સમાજે નર્સ બનવા કહ્યું, પણ દીકરીએ કહ્યું કરિયાવરમાં મને ડિગ્રી આપજો.

માતાનું કહેવું છે કે, ‘મારી દીકરી ભણવામાં પ્રાથમિકથી લઇને હાયર સેકન્ડરી સુધી પ્રથમ સ્થાને જ રહી છે. સ્વાતિને એરોનોટિકલ એન્જીનીયરીંગ ભણવું હતું,પણ સમાજના પ્રમુખ પાસે પરિસ્થિતિ નબળી હોતા અમે સહાયતા માંગવા ગયા તો સ્પષ્ટ ના પાડી અને કહ્યું કે, દીકરીને નર્સ બનાવો આ એનું ફિલ્ડ નથી. ત્યારબાદ સમાજે કોઈ સહાયતા ન કરી અને આજે દીકરીને અમે મજૂરી કરી સ્વબળે ભણાવી અને જયારે તે પાસ થઇ ત્યારે એ જ સમાજે એને ગોલ્ડ મેડલ આપ્યું હતું.’ મારી દીકરીએ કરિયાવરમાં અમારા પાસે ડિગ્રી માંગી હતી તેમ માતા હંસાબેન ખોખાણીએ ઉમેર્યું હતું