પટનાથી દિલ્હી આવી રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટમાં 6 મહિનાની બાળકીનું મૃત્યુ, આ છે કારણ, જાણો વધુ વિગત.

0
844

સામાન્ય રીતે તંદુરસ્ત રહેવું દરેકને ગમતું હોય છે, અને દરેક તેના માટે હંમેશા કોઈને કોઈ ઉપાય જરૂર અપનાવતા રહે છે, કોઈ કસરત કરતા રહે છે, તો કોઈ ડાયટ દ્વારા પોતાનું આરોગ્ય જાળવી રાખવા પ્રયાસ કરતા રહે છે, પરંતુ ઘણા વ્યક્તિ એવા પણ હોય છે. જેને ઈશ્વર જન્મ સાથે જ કોઈને કોઈ પ્રકારની બીમારી આપીને જ મોકલતા હોય છે, તો તેમાં તો ઈશ્વર ઉપર જ વિશ્વાસ રાખવાનો રહે છે. અને માણસ તેમનાથી થતા પ્રયાસ કરતો રહે છે.

આવી જ એક વાત સામે આવી છે. જેમાં માત્ર છ માસની બાળકીને એવા પ્રકારની બીમારી છે, જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. આવો જાણીએ આ બાળકીને કેવું દુઃખદાયક નસીબ મળ્યું છે. તો આવો જાણીએ આજના આ લેખમાં અમે તમારા માટે શું લઈને આવ્યા છીએ?

પટનાથી દિલ્હી આવી રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટમાં એક બાળકીનું મૃત્યુની દુ:ખદ ઘટના સામે આવી છે. આ બાળકી છ મહિનાની હતી અને ઈલાજ માટે દિલ્હી લાવવામાં આવી રહી હતી.

ડીસીપી સંજય ભાટિયા આઈજીઆઈ એયરપોર્ટએ જણાવ્યું કે આ છ મહિનાની બાળકીનું સ્પાઈસજેટની ફ્લાઈટમાં મૃત્યુ થઇ ગયું. કુટુંબ પટનાથી દિલ્હી બાળકીના ઈલાજ માટે આવી રહ્યા હતા.

ડીસીપી સંજય ભાટિયાએ જણાવ્યું કે બાળકી હ્રદયની બીમારીથી પીડિત હતી અને તેની સારવાર માટે કુટુંબ સ્પાઈસજેટની ફ્લાઈટ દ્વારા દિલ્હી આવી રહ્યા હતા કે રસ્તામાં જ બાળકીના શ્વાસ અટકી ગયા અને કુટુંબની તમામ આશાઓ તૂટી ગઈ.

કહેવામાં આવે છે કે જે ફ્લાઈટમાં બાળકીનું મૃત્યુ થયું તેનો નંબર એસજી ૮૪૮૧ હતો. બાળકીની ઓળખ રચિત કુમારી પુત્રી રાજેન્દ્ર રાજન રહેવાસી નિંગા ગામ બરોની જીલ્લો બેગુસરાય તરીકે થઇ છે.

રચિતાને લોન્ગેનીટલ નામની હ્રદયની બીમારી હતી. જેને સામાન્ય ભાષામાં એ સમજી શકાય છે કે તેના હ્રદયમાં એક નાની ભમર હતી અને એમ્સમાં તેની સારવાર ચાલી રહી હતી. રચિતાના પિતા રાજેન્દ્ર રાજન અને માતા ડિમ્પલે તે બાબતમાં કોઈપણ પ્રકારના ષડ્યંત્રને નકારી કાઢ્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.