પસ્તાવો : 24 વર્ષ નાની બ્યુટી ક્વિન સાથે લગ્ન કરવા છોડ્યો હતો રાજપાટ, પણ હવે થઈ ગયા…

0
582

મલેશિયાના ભૂતપૂર્વ રાજા રૂસી મોડલ રહી ચુકેલી પોતાની પત્નીથી અલગ થઇ ગયા છે. અહેવાલ મુજબ, બાળકના જન્મના થોડા અઠવાડિયા પછી જ બંનેના છૂટાછેડાના સમાચાર સામે આવી રહ્યા છે. કેલાતનના સુલતાન મુહમ્મદ-Vએ ગયા વર્ષે નવેમ્બરમાં મિસ માસ્કો રહી ચુકેલી રિહાના ઓકસાના વોવોદીના સાથે લગ્ન કરવા માટે રાજગાદી છોડી દીધી હતી.

સ્ટ્રેટ ટાઈમ્સના અહેવાલ મુજબ ૫૦ વર્ષના સુલતાન અને તેની બ્યુટી ક્વીન પત્ની રિહાના ઓકસન પેટ્રા (૨૭) એ લગ્નના થોડા મહિના પછી જ છૂટાછેડા લઇ લીધા છે. આમ તો છૂટાછેડાનું કારણ સ્પષ્ટ થઇ શક્યું નથી.

અહેવાલ મુજબ છૂટાછેડા ૧ જુલાઈના રોજ રજીસ્ટર કરવામાં આવ્યા હતા. બંને ત્રણ તલાક દ્વારા અલગ થયા છે. સિંગાપુરમાં આ છૂટાછેડા નોંધવામાં આવ્યા છે.

મિસ મોસ્કોએ સુલતાન સાથે લગ્ન માટે ઇસ્લામ ધર્મ પરિવર્તન કરી લીધું હતું અને પોતાનું નામ રિહાના ઓકસાના પેટ્રા રાખી લીધું હતું.

પરંતુ બંનેની ડ્રીમવેડિંગ જલ્દી જ મુસ્લિમ બહુલ દેશમાં વિવાદોમાં ઘેરાઈ ગઈ. જયારે રૂસી બ્યુટી ક્વીને મલેશિયાની મહારાણી બનવાની શક્યતા સામે આવી તો રાજાશાહીમાં તોફાન ઉભું થઇ ગયું. ત્યાં રાજાની મોડલ પત્નીને પાછળના જીવન સાથે જોડાયેલા વિવાદ ઉભા થઈને સામે આવવા લાગ્યા. તે બધા વચ્ચે સુલતાન જયારે દેશ પાછા ફર્યા, તો તેમણે રાજગાદી છોડવાનો નિર્ણય કર્યો. ૧૯૫૭માં બ્રિટેનથી આઝાદી પછી મલેશિયામાં પહેલી વખત આવી રીતે કોઈ રાજાએ ગાદી છોડી હતી.

બ્રિટેનથી અભ્યાસ કરવા વાળા મોહમ્મદ ૨૦૨૧ સુધી મલેશિયાના રાજા રહેવા વાળા હતા. પરંતુ બ્યુટી ક્વીન માટે તેમણે રાજગાદી છોડી દીધી. રૂસી મીડિયાએ ઓકસાનાના મિત્ર દ્વારા લખ્યું છે, સુલતાન તરફથી જ છૂટાછેડાનું પગલું ભરવામાં આવ્યું છે, જયારે તેમની પત્ની તેની વિરુદ્ધ છે.

હાલમાં જ, ઓકસાનાએ ઈંસ્ટાગ્રામ ઉપર પોતાની ઉંમરથી લગભગ ૨૪ વર્ષ મોટા પતિ મોહમ્મદથી પોતાના દીકરાની પુષ્ટિ કરી હતી. ભૂતપૂર્વ મિસ માસ્કએ પોતાના પરિવાર સાથે ઘણા ફોટા નાખ્યા હતા અને તેમની સાથે અંગ્રેજી અને રૂસી ભાષામાં લાગણીશીલ મેસેજ લખ્યા હતા.

એક પોસ્ટમાં ઓકસાનાએ આશા વ્યક્ત કરી હતી કે તેમનો દીકરો એક દિવસ મલેશિયાનો રાજા બનશે. પૂર્વ મિસ મોસ્કોએ ૬ જુલાઈએ જ પોતાના પતિ સાથે રોમેન્ટિક ફોટા શેર કર્યા હતા. પોતાના બાળક સાથે એક ફોટામાં ઓકસાનાએ કેપ્શન લખ્યું હતું, ૨૧ મેં ૨૦૧૯ તે દિવસ જયારે મારું જીવન ‘before’ અને ‘after’માં વહેચાઈ ગયું.

તેમણે લખ્યું કે બાળકના જન્મ પછી એક મહિલામાં આવનારા ફેરફારો વિષે જે પણ મને જણાવવામાં આવ્યું હતું, તે બધું સાચું સાબિત થઇ રહ્યું છે. પ્રેમ ખુબ જ ખાસ હોય છે. એકદમ અલગ એવો અહેસાસ થઇ રહ્યો છે. હું મારા દીકરા અલ્લાહ અને મારા પતિનો અભાર માનું છું. હવે અમે ત્રણ થઇ ગયા છીએ.

બાળકના જન્મની જાહેરાત સાથે ઓકસાનાની પ્રેગનેન્સી અને મોસ્કો વિદીંગના ફોટા શેર કરવામાં આવ્યા હતા. પોતાના લગ્નના ફોટા શેર કરતા ભૂતપૂર્વ સુલતાનની પત્નીએ લખ્યું હતું, એ ખુબ જ સરસ અને જોરદાર લગ્ન હતા. એ એકદમ સપના જેવું હતું.

ઓકસાનાએ એ વાતની પણ પુષ્ઠી કરી હતી કે પાંચ મહિના પહેલા તે બંનેએ ગુપ્ર રીતે જ મુસ્લિમ રીત રીવાજથી લગ્ન કર્યા હતા. ત્યાર પછી મોસ્કોમાં સૌ માટે સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું. ૧૯ જુલાઈએ બંનેના લગ્નની વર્ષગાંઠ પણ છે.

ઓકસાના કોણ છે?

ઓકસાના રૂસી ઓર્થોપેડિક સર્જનની દીકરી છે, ત્રણ વર્ષ પહેલા તેમણે મિસ મોસ્કોનો એવોર્ડ પણ જીત્યો હતો.

અહેવાલ મુજબ બ્યુટી ક્વીને ખોટી ઓળખાણ સાથે એક રીયાલીટી ટીવી શોમાં ભાગ લીધો અને તે દરમિયાન તેમના સ્વીમીંગ પુલમાં એક વ્યક્તિ સાથે રોમાંસ કરતા ફોટા પણ વાયરલ થઇ ગયા હતા.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.