ટ્રેનની ખરાબ બારીને કારણે પલળી ગયો યાત્રી, હવે રેલવે એ આપવા પડશે આટલા હજાર રૂપિયા

0
170

ટ્રેનની બારી ખરાબ હોવાને કારણે હવે રેલવે એ આ યાત્રીને આપવા પડશે આટલા હજાર રૂપિયા, જાણો સંપૂર્ણ મામલો. રેલવેની જવાબદારી યાત્રીઓને તેમના સ્થાન પર સમય સર પહોંચાડવાની સાથે જ ટ્રેનોને વ્યવસ્થિત રાખવાની પણ છે. જો આ વ્યવસ્થામાં કોઈ ગડબડને કારણે કોઈ યાત્રીને નુકશાન થાય છે, તો રેલવેએ વળતર ચૂકવવું પડે છે. એવા જ એક કેસમાં રાષ્ટ્રીય ઉપભોગતા વિવાદ નિવારણ આયોગે એક યાત્રીને થયેલી મશ્કેલીને કારણે તેને 8 હજાર રૂપિયા વળતર આપવાનો રેલવેને આદેશ કર્યો છે.

5 હજાર રૂપિયા માનસિક પીડા માટે આપવાનો આદેશ : હકીકતમાં, ટ્રેનમાં મુસાફરી દરમિયાન ખરાબ બારીને કારણે એક યાત્રીને મુશ્કેલી થઇ. તેના માટે રેલવેને તે યાત્રીને 8 હજાર રૂપિયા વળતર ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. કુલ વળતરમાંથી 5 હજાર રૂપિયા યાત્રીને થયેલા માનસિક કષ્ટ માટે, અને બાકીની રકમ કેસ કરવાના ખર્ચ માટે આપવાનો આદેશ મળ્યો છે.

શું છે બનાવ? આ બનાવ સાત વર્ષ જૂનો છે. પુથુરના રહેવાસી પીઓ સેબેસ્ટિયને 29 જૂન, 2013 ના રોજ જન શતાબ્દી એક્સપ્રેસમાં ત્રિશૂરથી તિરુવનંતપુરમની યાત્રા કરી હતી. યાત્રા દરમિયાન ભારે વરસાદ થઈ રહ્યો હતો, પણ તે કોચની સ્લાઈડિંગ બારી ખરાબ હતી, જેના લીધે તેમના કપડાં અને સામાન પણ ભીના થઈ ગયા હતા.

ટીટીઈએ નહિ કરી મદદ : સેબેસ્ટિયનના જણાવ્યા અનુસાર તેમણે ટ્રેનમાં હાજર ટીટીઈને બારીનું રીપેરીંગ કરાવવા અથવા તેમને સુવિધાનજક સીટ પર શિફ્ટ કરવા માટે વિનંતી કરી હતી, તેના જવાબમાં ટીટીઈએ મદદ કરવાનો વાયદો તો કરી દીધો, પણ ત્યારબાદ કાંઈ થયું નહિ. તેમણે જણાવ્યું કે, યાત્રા દરમિયાન થયેલી મુશ્કેલી વિષે તેમણે તિરુવનંતપુરમમાં સ્ટેશન માસ્ટરને પણ જાણકારી આપી હતી, પણ તેમના તરફથી પણ કોઈ અનુકૂળ પ્રતિક્રિયા મળી ન હતી.

50 હજાર રૂપિયા વળતરની માંગણી કરી હતી : રેલવેના આ વ્યવહારથી કંટાળી જઈને તેમણે એડવોકેટ વી. એમ. વિનોષ દ્વારા રેલવેને કાયદાકીય નોટિસ મોકલી હતી, જેમાં 50 હજાર રૂપિયા વળતરની માંગણી કરવામાં આવી હતી. તે સિવાય તેમણે ઉપભોક્તા અદાલતમાં પણ એક યાચિકા દાખલ કરાવી હતી.

આ યાચિકામાં તેમણે જણાવ્યું કે, રેલવેને કારણે યાત્રા દરમિયાન તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયું હતું. તેમણે અદાલતને એક ચિકિત્સા પ્રમાણ પત્ર પણ મોકલ્યું હતું, જેમાં તેમના બિમાર હોવા અને તણાવ સહન કરવાનો દાવો કરવામાં આવો હતો. આ યાચિકા પર જ અદાલતે રેલવેને સેબેસ્ટિયનને 8 હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.