પાર્ટનરને હંમેશા પોતાની તરફ આકર્ષિત કરવા માંગે છે આ રાશિઓના લોકો, તેના માટે કાંઈ પણ કરી શકે છે.

0
323

આ રાશિઓના લોકો પોતાના આત્મવિશ્વાસના દમ પર મોટામાં મોટું કામ સરળતાથી પૂરું કરે છે, જાણો તેમની બીજી વિશેષતાઓ. કોઈ પણ વ્યક્તિની રાશી તેના સ્વભાવ, હાવભાવ, વર્તન અને ત્યાં સુધી કે તેની સમજણ શક્તિ ઉપર પણ ઊંડી અસર કરે છે. ઘણા લોકો હોય છે, જે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાને ઢાળી લે છે, અને ઘણા લોકો એવા હોય છે જે પોતાની મુજબ વસ્તુને બદલવાનો પ્રયત્ન કરે છે.

આ કડીમાં અમુક રાશિના લોકો તેના પાર્ટનર કે પત્નીને હંમેશા અટેંશન મેળવવાનો પ્રયત્ન કરે છે. જે લોકો હંમેશા તેના પાર્ટનર પાસે અટેંશન મેળવવાની ઈચ્છા રાખો છો, તેને જો પાર્ટનર તરફથી થોડું પણ અટેંશન નથી મળતું તો તે નારાજ થઇ જાય છે અને ઈનસિક્યોર ફિલ કરવા લાગે છે.

તેથી તે હંમેશા તેના પાર્ટનરને કોઈને કોઈ રીતે પોતાની તરફ આકર્ષિત કરવાના બહાના શોધે છે. અહિયાં અમે તમને થોડી એવી જ રાશીના લોકો વિષે જણાવવાના છીએ જેને તેના પાર્ટનર પાસે દર વખતે અટેંશન મેળવવાની ઈચ્છા રહે છે. આવો જાણીએ ખરેખર કઈ છે તે રાશીઓ.

મેશ રાશી : મંગળ ગ્રહની આ રાશીના લોકો અટેંશન સીકિંગ હોય છે. તે ઈચ્છે છે કે તેના પાર્ટનર હંમેશા તેના વિષે જ વિચારે અને હંમેશા તેનું અટેંશન તેની તરફ હોય. આમ તો જો તમારા પાર્ટનર મેષ રાશિના છે, તો સમય સમયે તે જરૂર જણાવતા રહો કે તે તમારા જીવનનો એક મુખ્ય સભ્ય છે, નહિ તો તમારે નારાજગીનો સામનો કરવો પડશે.
આમ તો મેષ રાશિના લોકો ખુલ્લા વિચારો વાળા અને આત્મવિશ્વાસી હોય છે. તેને પોતાની રીતે જીવન જીવવું ગમે છે અને તે પોતાના મજબુત આત્મવિશ્વાસથી મોટા મોટા કામ પુરા કરવામાં સક્ષમ હોય છે.

કર્ક રાશી : આ રાશીના સ્વામી ગ્રહ ચન્દ્ર છે. આમ તો તે એક હેલ્દી રિલેશનશિપમાં રહે છે, પરંતુ તેને તેના પાર્ટનરનું વધુ અટેંશન જરૂરી હોય છે. રિલેશનશિપમાં તે ઘણા ઇનસિક્યોર હોય છે, તેથી તે તેના પાર્ટનરને અટેંશનથી સુનિશ્ચિત કરે છે કે તેના પાર્ટનર તેને પ્રેમ કરે છે. તેથી જયારે તે તેની પત્ની કે પાર્ટનર પાસે નથી રહેતા તો તેને વારંવાર મેસેજ કે કોલ કરે છે. આમ તો જો તમે પણ કોઈ કર્ક રાશીના વ્યક્તિ સાથે રિલેશનશિપમાં છો તો સમય સમયે એ વાત જણાવતા રહો કે તમે તેના વિષે શું ફિલ કરો છો.

સિંહ રાશી : પાર્ટનર સાથે અટેંશન મેળવવાની વાત હોય અને સિંહ રાશીનું નામ ન હોય, એવું કેવી રીતે બની શકે, આ રાશીના લોકો સૌથી વધુ અટેંશન સીકિંગ માનવામાં આવે છે. તેને વાત વાત ઉપર પોતાના પાર્ટનર પાસેથી અટેંશનની જરૂર રહે છે. માનવામાં આવે છે કે તેની આસપાસના લોકો તેને જેટલા વધુ કોમ્પલીમેંટસ આપે છે, તે તેનાથી જ ખુશ રહે છે. ખાસ કરીને તેને તેના પાર્ટનરનું અટેંશન જોઈએ છીએ. તેની હંમેશા એવી ઈચ્છા રહે છે કે રિલેશનશિપમાં તેના પાર્ટનર તેને હંમેશા સ્પેશલ ફિલ કરાવે.

તુલા રાશી : તુલા રાશિના વ્યક્તિ એક હેલ્દી રિલેશનશિપ મેન્ટેન કરે છે, સાથે જ તે એક સારા પાર્ટનર સાબિત થાય છે. તે તેની રિલેશનશિપમાં હંમેશા બેલેન્સ જાળવવાનું વિચારે છે. તે આ રાશીના લોકો ઘણા વાતોડીયા હોય છે, તેથી હંમેશા તે પાર્ટનર સાથે કમ્યુનીકેશનના માધ્યમથી જોડાઈ રહેવાનો પ્રયત્ન કરે છે. આ રાશીના લોકો તેના પાર્ટનરને હંમેશા એવી રીતે રાખે છે, જેમ કે એક છોડને રાખવામાં આવે છે. તે ફલર્ટ કરવામાં પણ કુશળ હોય છે. આ રાશીના લોકોની એવી ઈચ્છા રહે છે કે એક સારી રિલેશનશિપ માટે જેટલો પ્રયત્ન તે કરે છે, એટલો જ પ્રયત્ન તેના પાર્ટનર પણ કરે.

વૃશ્ચિક રાશી : આ રાશીના લોકો ઘણા શાંત સ્વભાવના હોય છે અને રિલેશનશિપમાં પણ તેને તેના પાર્ટનર પાસેથી વધુ અટેંશનની જરૂર નથી હોતી. જો તે પાર્ટનરથી દુર રહે છે તો વારંવાર મેસેજ કે કોલ કરી હેરાન નથી કરતા, પરંતુ તે તેના પાર્ટનરની કેયર જરૂર કરે છે. સથે જ તે એ વાતને લઈને થોડા પોજેસીવ હોય છે કે રિલેશનશિપને સારી બનાવવા માટે જે પ્રયત્ન તે કરી રહ્યા છે, તેના પાર્ટનર તે વસ્તુને મહત્વ આપે છે કે નહિ.

આમ તો તે જે કોઈ સાથે પણ એક વખત સંબધ બાંધી લે છે, તેને જીવનભર નિભાવે છે. એટલું જ નહિ વૃશ્ચિક રાશિના લોકો રીલેશનશીપમાં ઘણા વધુ લોયલ રહે છે અને તેના પાર્ટનર પાસે પણ લોયલીટીની આશા રાખે છે. તેથી જો તમે કોઈ વૃશ્ચિક રાશીના લોકો સાથે રિલેશનશિપમાં છો તો તમે તેની પાસે જુઠ્ઠું ન બોલો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.